For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસ્તુ ટિપ્સ: ઘરમાં ગંદકી રાખશો તો વધશે માનસિક તણાવ

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] આપ ભલે ગમે તેવા સારા સ્થળોએ પ્રવાસ જતા હશો પરંતુ છેવટે તો આપને આપના ઘરે આવવાનું મન થઇ જ જાય છે. મોજ-મસ્તી આપ ક્યાંય પણ કરી શકો છો, પરંતુ શાંતિ આપના ઘરમાં જ મળે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે તો આપને આપના મકાનમાં સુખ-શાંતિની અનુભૂતિ થશે. સારા વિચારો અને સાફ-સફાઇથી ભવનમાં સકારાત્મક ઊર્જાનું સંચાલન થાય છે અને અશુદ્ધ વિચારો તથા ગંદકી, કૂડા-કબાડને ઘરમાં એકત્રિત કરવાથી મકાનમાં નકારાત્મક ઊર્જા બની રહે છે.

આવો અમે આપને જણાવીએ કે ભવનમાં ગંદકી રાખવાથી કયા-કયા દુષ્પ્રભાવ પડે છે...

1

1

ઘરની છત પર કબાડ રાખવાથી ઘરમાં માનસિક તણાવની સ્થિતિમાં બની રહે છે અને માથાના દુ:ખાવાની સમસ્યા બની રહે છે. કારણ કે છત માથાના ભાગે હોય છે અને તેની પર કબાડ અને ભારે સામાન રાખેલો હશે તો માથા પર દબાણ પડશે જેનાથી માનસિક તણાવમાં રહેશો. જો કબાડ અથવા ભારે સામાન વધારે જરૂરી હોય તો તેને છતના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવું જોઇએ.

2

2

ઘરની ચારેય તરફ અથવા છતની ઉપર કૂંડાઓમાં એવા છોડવા વાવવા જોઇએ જેનાથી છત પર છાયા બની રહે. ધ્યાન રાખવું કે છોડવા ફળદાર કે કાંટાવાળા ના હોવા જોઇએ.

3

3

ઘરમાં કબાડ અથવા અન્ય બિનજરૂરી સમાન માટે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સ્ટોર રૂમ બનાવવું જોઇએ. કોશિશ કરીને બિન જરૂરી સામાન તે જ સ્ટોરમાં મૂકવો જોઇએ.

4

4

જો આપના ઘરનું પ્લાસ્ટર તૂટી રહ્યું હોય તો તેને તુરંત ઠી કરાવી લેવું જોઇએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે.

5

5

એંઠા વાસણોને વધારે વાર સુધી ના રાખો. કોશિશ કરો કે તેને બને તેટલી જલદી સાફ કરીને રાખવા. કેમકે એંઠા વાસણોમાં બેક્ટરીયા પોતાનું ઘર બનાવી લે છે, તથા આનાથી વાસ્તુ દોષમાં પણ વધારો થાય છે.

6

6

સૂર્યાસ્તના સમયમાં ઘરમાં ઝાડૂ ક્યારેય ના લગાવવું જોઇએ કારણ કે આનાથી ઘરની લક્ષ્મી નારાજ થઇ જાય છે.

7

7

ઘર ગમે તેટલું જુનું હોય પરંતુ સમય-સમય પર તેનો રંગ-રોગાન અને સમારકામ કરાવતું રહેવું જોઇએ. એવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા જીવીત રહે છે.

8

8

બૂટ-ચપ્પલોમાં ગંદકી સૌથી વધારે હોય છે. આમતો ઘરમાં પ્રવેશ કરતી વખતે બૂટ-ચપ્પલ નિકાળીને હાથ-પગ ધોઇને જ બેડરૂમમાં પ્રવેશ કરવો જોઇએ. કોશિશ કરો કે બૂટ-ચપ્પલ ઘરની બહાર જ અથવા કોઇ બંધ પેટીમા જ રાખો જેનાથી તેની નેગેટિવ ઊર્જા આખા ઘરમાં ના ફેલાઈ શકે.

9

9

ઘરના શૌચાલયનો દરવાજો હંમેશા બંદ રાખો. જોકે શૌચાલયમાંથી નીકળનારી નેગેટિવ એનર્જી આખા ઘરમાં પોતાની ઊર્જા ના ફેલાવે.

10

10

ઓછામાં ઓછા સપ્તાહમાં એકવાર દરિયાઈ મીઠું પાણીમાં નાખીને આખા ઘરમાં એકવાર પોતું ચોક્કસ લગાવો.

11

11

મકાનમાં જો કોઇ દરવાજા અથવા બારીને ખોલતી વખતે જો કોઇપણ પ્રકારનો અવાજ આવતો હોય તેને તાત્કાલિક ઠીક કરાવી લેવું જોઇએ. કારણ કે એવું સતત થવાથી આવનારા દિવસોમાં કોઇ આર્થિક હાનિ અથવા દુર્ઘટના ઘટવાની આશંકા રહે છે.

English summary
Vaastu Shastra is best medicine For Your Mental Health. Its Says House Cleaning is very Important. Here are some steps through which you can sparkle your entire living place in few hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X