For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસ્તુ ટિપ્સ: આવી જમીન પર બાંધકામ કરાવીને નિવાસ ન કરવો

|
Google Oneindia Gujarati News

[વાસ્તુશાસ્ત્ર] વાસ્તુશાસ્ત્રમાં ભૂમિની શુભતા અને અશુભતા અંગેવ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. શુભ ભૂમિ પર ભવન નિર્માણ કરીને નિવાસ કરવાથી લાભ જ લાભ મળે છે જ્યારે અશુભ ભૂમિ પર મકાન નિર્મિત કરીને વાસ કરવાથી દુ:ખ જ પ્રાપ્ત થાય છે. ભૂખંડમાં કોણોનું ખુબ જ મહત્વ છે.

અનેક કોણોવાળા ભૂખંડ અશુભ માનવામાં આવે છે. આ ભવનોમાં નિવાસ કરનારા લોકો કલેહ અને રોગથી પીડિત રહે છે. અમારા પાછલા લેખમાં શુભ ભૂખંડો અંગે ચર્ચા કરી હતી. હવે અમે આપને અશુભ ભૂખંડો અંગેની માહીતી આપી રહ્યા છીએ, આપ સૌ કોશિશ કરો કે આ પ્રકારના ભૂખંડોમાં ભવન નિર્માણ કરીને નિવાસ ક્યારેય કરવું નહીં.

ત્રિકોણાકાર ભૂખંડ

ત્રિકોણાકાર ભૂખંડ

જો ભૂખંડ ત્રિકોણની આકૃતિની જેમ જ હોય તો તેને ત્રિકોણાકાર ભૂખંડ કહે છે. આ ભૂખંડ રહેવા યોગ્ય નથી હોતી. તેને ત્યજવા યોગ્ય માનવામાં આવે છે. તેમાં રહેનારા લોકો ભયગ્રસ્ત અને અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.

ચક્રાકાર ભૂખંડ

ચક્રાકાર ભૂખંડ

જો ભવન અષ્ટકોણાત્મક અથવા પૈડાની જેમ ભૂખંડને ચક્રાકાર કહે છે. આ ભૂખંડ અશૂભ માનવામાં આવે છે. આવી જમીન પર ભવન બનાવીને રહેવાથી લોકો નિર્ધનતા અને બીમારીઓના પ્રકોપથી ગ્રસિત રહે છે.

શકટાકાર ભૂખંડ

શકટાકાર ભૂખંડ

જો ભૂખંડ બળદગાડાના આકારનું હોય તો તેને શકટાકાર ભૂખંડ કહેવામાં આવે છે. આ મકાનમાં રહેવાથી વ્યર્થની ભાગદોડ, વ્યાધિ, અગ્નિભય અને આર્થિક સંકટ બની રહે છે. આવા ભૂખંડમાં નિવાસ કરવું યોગ્ય નથી હોતું.

ધનુષાકાર ભૂખંડ

ધનુષાકાર ભૂખંડ

જે ભવન ધનુષના આકારમાં બનેલું હોય તેને ધનુષાકાર ભૂખંડ કહેવામાં આવે છે. આ ભવનમાં રહેનારાઓને શત્રુઓનો ભય રહે છે અને પરિવારમાં અનહોની થયા કરે છે.

તબલાકાર ભૂખંડ

તબલાકાર ભૂખંડ

જે ભવન તબલાના આકારમાં હોય છે, તેને તબલાકાર ભૂખંડ કહે છે. આ ભૂખંડમાં રહેઠાણ કરવાથી આપ હંમેશા આર્થિક તંગીમાં ફસાયેલા રહેશો. જેમ તબલા ઉપરથી ખાલી રહે છે, તેવી જ રીતે તેમાં રહેનારા લોકોમાં ખાલીપણું બની રહે છે.

વિષમબાહુ ભૂખંડ

વિષમબાહુ ભૂખંડ

જે ભૂખંડની તમામ ભુજાઓ અલગ અલગ માપની હોય તો તેને વિષમબાહુ ભૂખંડ હોય છે. આ ભવનમાં રહેઠાણ કરવાથી દુ:ખ, અશાંતિ અને આર્થિક સમસ્યાઓ બની રહે છે.

અર્ધવૃત્તાકાર ભૂખંડ

અર્ધવૃત્તાકાર ભૂખંડ

જે ભૂખંડ અડધા વૃત્ત સમાન દેખાતો હોય તેને અર્ધવૃત્તાકાર ભૂખંડ કહેવાય છે. આ ભૂખંડ પણ અશુભ હોય છે. તેને ત્યાગવા યોગ્ય જ માનવામાં આવે છે, આ જમીન પર ભવન નિર્માણ કરવાથી ઘરધણી ક્યારેય સુખી નથી થતો.

English summary
Plots having extension towards South-east, North-west or South-west are not good for building as they receive harmful rays of sun leading to warming up the area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X