For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્ન જીવનમાં ખુશીઓ લાવવા માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લગ્ન એવું સ્થાન છે, જ્યાં જે પહોંચ્યું છે તે ત્યાંથી બહાર નિકળવા માંગે છે, અને જે પહોંચ્યું નથી તે પહોંચવા માટે વ્યાકુળ છે. દરેક યુવક-યુવતિ પોતાના દાંપત્ય જીવનને સુખમય વ્યતિત કરવા માટે વિભિન્ન પ્રકારના સપના પોતાની અંદર સજાવે છે. તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધાઓ હોવાછતાં પણ સપનાં અધૂરા રહી જાય છે.

ઘણીવાર નાની નાની વાતો મોટી થઇ જાય છે અને લગ્નજીવનમાં તિરાડ આવવા લાગે છે. પતિ, પત્નીથી અને પત્ની પતિથી ખોટું બોલવા લાગે છે, જેથી તેમની નબળાઇઓ ઉજાગર ન થાય. આ રસ્તો ક્યારેય અપનાવશો નહી. સારું એ રહેશે કે તમે સંબંધોમાં ઇમાનદારી વર્તશો.

પરંતુ સવાલ એ છે કે અંતે આમ કેમ થાય છે? ક્યાંક એવું તો નથી કે તમારા બેડરૂમમાં કોઇ વાસ્તુ દોષ હોય. બની શકે છે કે તમારા રૂમમાં વાસ્તુ દોષ હોય, અને તમને ખબર પણ ન હોય. જવા દો અમે તમને આપી રહ્યાં છીએ એવી ટિપ્સ, જેના માધ્યમથી તમે તમારા લગ્નજીવનમાં આનંદની વર્ષા કરી શકો છો. તેના માટે વાસ્તુના આ નિયમોનું પાલન અવશ્ય કરો.

જ્યારે છોકરી પ્રથમવાર સાસરી આવે

જ્યારે છોકરી પ્રથમવાર સાસરી આવે

મહિલાઓ સાસરીએ આવ્યા બાદ મુખ્યદ્વારથી જ્યારે પોતાના બેડરૂમની તરફ આગળ વધે ત્યારે ઝડપથી પોતાના બેડરૂમ તરફ આગળ ન જાય. નાસિકાનો જે સ્વર ચાલતો હોય તે પગ ધીમી ગતિએ આગળ વધારીને બેડરૂમમાં પ્રવેશ કરે.

બેડરૂમમાં સુંદર આકૃતિઓને લગાવો

બેડરૂમમાં સુંદર આકૃતિઓને લગાવો

બેડરૂમમાં રોમાંસ જાળવી રાખવા માટે સુંદર આકૃતિઓને લગાવો. જેમ કે નાના બાળકોના ફોટા, કેંડલ્સ, ગુલાબના ફૂલોના ચિત્રો વગેરે.

લગ્નની શરૂઆતના દિવસોમાં

લગ્નની શરૂઆતના દિવસોમાં

લગ્નની શરૂઆતના દિવસોમાં પ્તોઆના બેડરૂમને લાલ રંગથી શણગારો. જેમ કે લાલ રંગની બેડસીટ, લાલ રંગની લાઇટ વગરે. સંભવ છે કે લાલ રંગના ફળોનું પણ સેવન કરવું જોઇએ.

બેડની સામે અથવા પાછળ દર્પણ ન હોવું જોઇએ

બેડની સામે અથવા પાછળ દર્પણ ન હોવું જોઇએ

બેડની સામે અથવા પાછળ દર્પણ ન હોવું જોઇએ. જો જગ્યાના અભાવે દર્પણ રાખવું જરૂરી છે તો તેને કપડાંથી ઢાંકીને રાખો. બેડરૂમમાં દર્પણ હોવાથી સંબંધોમાં નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડે છે.

બેડરૂમાં છોડ ન રાખો

બેડરૂમાં છોડ ન રાખો

બેડરૂમમાં કોઇપણ પ્રકારના છોડ ન રાખો. પાણીમાં મીઠું મિલાવીને બેડરૂમમાં પોતું લગાવવું જોઇએ.

પાણીવાળી વસ્તુઓને દૂર રાખો

પાણીવાળી વસ્તુઓને દૂર રાખો

બેડરૂમમાં પાણીવાળી વસ્તુઓને દૂર રાખવે જોઇએ. પાણીનો પ્યાલો, માછલીઘર બેડરૂમમાં ક્યારેય રાખશો નહી.

ફક્ત એક જ ગાદલાંનો ઉપયોગ કરો

ફક્ત એક જ ગાદલાંનો ઉપયોગ કરો

બેડરૂમમાં બેડ પર ફક્ત એક જ ગાદલાંનો ઉપયોગ કરવો જોઇએ. બે ગાદલાંનો પ્રયોગ પરણિત કપલના ભવિષ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે.

સાંજના સમયે કપૂર સળગાવો

સાંજના સમયે કપૂર સળગાવો

બેડરૂમના મુખ્યદ્વાર પર સાંજના સમયે થોડું કપૂર સળગાવવું જોઇએ, જેથી ત્યાંની નકારાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે.

English summary
Here are the Vastu Tips to make your marriage life happier than ever. You can follow these simple rules and bring happiness in your life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X