For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ટમી: બાલ ગોપાલને સજાવો આવી રીતે

|
Google Oneindia Gujarati News

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. જી હા, ઘણાં દિવસો રાહ જોયા બાદ ભગવાન કૃષ્ણના ભક્તોને નાચવા-ગાવાની અને ખુશી મનાવવાની તક મળી જ ગઈ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હિંદુઓનું પર્વ છે, આ દિવસે પાપીઓનો સંહાર કરવાના હેતુથી શ્રી કૃષ્ણ એટલે કે વિષ્ણુ ભગવાન માનવના રૂપમાં ધરતી પર દેવકીના ખોળે જન્મ્યા હતા. આજના દિવસે લોકો ઘરને સાફ કરીને, ઉપવાસ રાખી, ભક્તિમાં લીન થઈને ભગવાનની પાલખીને સજાવે છે.

ઘરમાં પૂજા ઘરને વિવિધ થી્મ સાથે સજાવવામાં આવે છે. જો ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ નાના કૃષ્ણ અથવા તો રાધાના રૂપમાં સજાવવામાં આવે છે. શું તમે જાણો છો કે આ વખતે શ્રી કૃષ્ણનો કેટલામો જન્મદિવસ છે. આ વખતે કૃષ્ણનો 5 હજાર 241મો જન્મદિવસ મનાવવામાં આવશે.

જો તમારા ઘરમાં પણ બાળગોપાલની મૂર્તિ હોય તો તેને જન્માષ્ટમીના પાવન પર્વ પર જરૂરથી સજાવો. આવો જોઈએ શ્રી કૃષ્ણના કેટલાક અનોખા અવતારને અને તેમાંથી જ પસંદ કરીએ કે આ વખતે બાળગોપાલને કેવી રીતે સજાવીશું.

ફુલોથી સજાવટ

ફુલોથી સજાવટ

મોટાભાગના લોકો ભગવાનની મૂર્તિને વિવિધ ફુલોથી સજાવે છે. તમે સજાવટ માટે હજારીગોટા, ગુલાબના ફુલોનો પ્રયોગ કરી શકો છો.

રંગબેરંગી પડદા

રંગબેરંગી પડદા

પાછળની દિવાલ ઢાંકવા માટે આપ ચમકદાર અને વિવિધ રંગના પડદાનો ઉપયોગ કરી શકો છો.

સુંગધીદાર હારનો પ્રયોગ

સુંગધીદાર હારનો પ્રયોગ

ભગવાનને ફુલોનો હાર ન પહેરાવવામાં આવે તેવું તો બને નહિં. આ માટે તમે સુંગધીદાર ફુલોની માળા બનાવી ભગવાનને પહેરાવી શકો છો.

કૃષ્ણ ભગવાનના ખાસ કપડા

કૃષ્ણ ભગવાનના ખાસ કપડા

બાલ ગોપાલની સાઈઝના વિવિધ રંગના કપડા ખરીદીને, તેની સાથે આભૂષણો જેમકે ગળાનો હાર, મુગટ, મોરપીંછ, મોરલી વગેરેથી ભગવાનને શણગાર કરી શકાય છે.

સુંદર મુગટ

સુંદર મુગટ

કૃષ્ણ ભગવાન હંમેશા મુગટ પેહરે છે. અને એટલે જ તેમને સુંદર અને ભારે મુગટ પહેરવવાનું ન ભૂલતા.

મોર પંખ જરૂરી

મોર પંખ જરૂરી

બાલ કૃષ્ણની મુર્તિને આપ મોર પંખથી પણ સજાવી શકો છો.

ગરમ કપડા

ગરમ કપડા

જો આપ વિદેશમાં રહો છો તો બાળ ગોપાલની મુર્તિને વિવિધ રંગના ગરમ કપડાથી પણ સજાવી શકો છો.

ઝૂલો

ઝૂલો

બાળ ગોપાલને ઝૂલામાં ઝૂલાવતા પહેલા તમે ઝૂલાને પણ ફુલ, રંગબેરંગી કપડા વગેરેથી સજાવી શકો છો.

ગાય

ગાય

કૃષ્ણજીને ગાય ખુબ જ પ્રિય હતી, તેથી કૃષ્ણજીની મૂર્તિની સાથે માટી, ધાતુ અથવા ચાંદીની બનેલી ગાયને પણ મૂકી શકાય.

લાલ અને પીળુ મેચીંગ

લાલ અને પીળુ મેચીંગ

હિંદુ ધર્મમાં પીળા અને લાલ રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે. તો તમે પણ ભગવાનને એવા જ રંગોથી સજાવો ખુબ જ સુંદર લાગશે.

ચંદનનું તિલક

ચંદનનું તિલક

શ્રી કૃષ્ણના કપાળે ચંદનનું તિલક કરવાનું ન ભૂલવું જોઈએ.

સિંહાસન

સિંહાસન

કેટલાક ઘરોમાં શ્રી કૃષ્ણ માટે અલગથી સિંહાસન હોય છે. તેને પણ રંગબેરંગી સુંદર કપડા અને ફુલોથી સજાવી શકાય છે.

તાંબાનું સિંહાસન

તાંબાનું સિંહાસન

બજારમાં વિવિધ પ્રકાર અને સાઈઝના તાંબાના સિંહાસન પણ મળી જશે જેના પર આપ કૃષ્ણજીને બેસાડી શકો છો.

ચમકદાર કપડા

ચમકદાર કપડા

કૃષ્ણજીના કપડા આકર્ષક અને ચમકદાર હોવા જોઈએ. તેમના કપડામાં સ્ટોન અને મોતીનું કામ થઈ શકે છે.

હીરાનો હાર

હીરાનો હાર

કેટલાક લોકો પોતાની શ્રદ્ધા અને વ્યવસ્થાને આધારે ભગવાનને હીરાનો હાર પણ પહેરાવે છે.

કૃષ્ણ અને યશોદા

કૃષ્ણ અને યશોદા

તો શ્રી કૃષ્ણને યશોદાજીની મૂર્તિ સાથે મૂકવાનો આઈડિયા સૌથી સારો છે.

English summary
If you have a Bal Gopala at home and want to deck Him up for Janmashtami celebrations, then here are few best ways to decorate the idol for this Hindu festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X