For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રાવણમાં કરો શિવપુરાણના પાઠ અને મેળવો સંકટોમાંથી મુક્તિ

કહેવાય છે કે શ્રાવણના આ મહીનામાં પ્રત્યેક જાતકને શિવપુરાણનું પઠન કરવું જોઇએ કારણ કે આ પાઠ જ આપને તમામ કષ્ટોથી મુક્તિ અપાવશે.

By Staff
|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે, શ્રાવણના મહીનામાં પ્રત્યેક જાતકે શિવપુરાણનું પઠન કરવું જોઇએ, કારણ કે આ પાઠ જ આપને તમામ કષ્ટોથી મુક્તિ અપાવશે.

શું છે શિવપુરાણ?

શિવપુરાણ એક પ્રમુખ તથા સુપ્રસિદ્ધ પુરાણ છે, જેમાં પરાત્મપર પરબ્રહ્મ પરમેશ્વરના શિવ સ્વરૂપનું તાત્વિક વિવેચન, રહસ્ય, મહિમા અને ઉપાસનાનું સુવિસ્તૃત વર્ણન છે. ભગવાન શિવમાત્ર પૌરાણિક દેવતા જ નહીં, પરંતુ તેઓ પંચદેવોમાં પ્રધાન, અનાદિ સિદ્ધ પરમેશ્વર છે અને નિગમાગમ વગેરે શાસ્ત્રોમાં મહિમામંડિત મહાદેવ છે. આ જ કારણે લોકો શિવલિંગની પૂજા કરે છે. શિવપુરાણમાં ચોવીસ હજાર શ્લોકો છે. સાત સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની સમાન વિરાજમાન છે અને સૌથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનાર છે.

આવો એક નજર કરીએ તેના મહત્વ પર...

શિવનો અર્થ જ છે કલ્યાણદાતા

શિવનો અર્થ જ છે કલ્યાણદાતા

અર્થાત માત્ર શિવની જ પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખોનો નાશ થઇ જાય છે.

શ્રાવણ છે શંકરજીનો પ્રિય મહીનો

શ્રાવણ છે શંકરજીનો પ્રિય મહીનો

મહાદેવને શ્રાવણ માસ વર્ષનો સૌથી પ્રિય મહીનો લાગે છે. કારણ કે શ્રાવણ માસમાં સૌથી વધારે વરસાદ થવાની સંભાવના રહે છે, જે શિવના ગરમ શરીરને ઠંડક પ્રદાન કરે છે અને આપણી કૃષિ માટે પણ વધારે લાભદાયી રહે છે.

રૂદ્રાવતાર હનુમાન

રૂદ્રાવતાર હનુમાન

શિવપુરાણમાં પ્રમાણ છે કે એકવાર રૂદ્રાવતાર હનુમાનજીએ રાજાઓને જણાવ્યું હતું કે શ્રી શિવજીની પૂજાથી વધીને અન્ય કોઇ તત્વ નથી. એટલા માટે જો સંકટોથી મુક્તિ જોઇએ તો શિવની આરાધના કરો

શિવમહાપુરાણ જ છે માન્ય

શિવમહાપુરાણ જ છે માન્ય

કહેવાય છે કે દેવર્ષી નારદના પ્રશ્ન અને બ્રહ્માજીના ઉત્તર પર જ શ્રી શિવ મહાપુરાણની રચના થઇ છે. ચારેય વેદ અને અન્ય તમામ પુરાણ, શ્રી શિવમહાપુરાણની તુલનામાં ના આવી શકે. પ્રભૂ શિવની આજ્ઞાથી વિષ્ણુના અવતાર વેદવ્યાસજીએ શ્રી શિવમહાપુરાણને 24672 શ્લોકોમાં સંક્ષિપ્ત કર્યા છે. ગ્રંથ વિક્રેતાની પાસે ઘણા પ્રકારના શિવપુરાણ ઉપલબ્ધ છે પરંતુ તે માન્ય નથી માત્ર 24672 શ્લોકોવાળુ શિવમહાપુરાણ જ માન્ય છે.

શિવમહાપુરાણ જ માન્ય

શિવમહાપુરાણ જ માન્ય

શ્રી શિવમહાપુરાણ વાંચતી વખતે જ્ઞાન પ્રાપ્ત થયું તેને વ્યવહારમાં લાવો. શ્રી શિવ મહાપુરાણ એક ગોપનીય ગ્રંથ છે. જેનું પઠન સાત્વિક, નિષ્કપટી, પ્રભૂ શિવમાં શ્રદ્ધા રાખનારને જ સાંભળવું જોઇએ.

English summary
The Shiva Purana or Shiva Mahapurana is the supreme Purana of the Shaivites. Shiv Purana is written by Rishi ved Vyas. In Sawan it is very important for pooja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X