For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રે કેમ જલ્દી ભોજન કરવું જોઇએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પ્રકૃતિએ આપણા માટે કેટલાક નિયમ બનાવ્યા છે તેનું જો આપણે પાલન ન કરીએ તો તેના પરિણામ પણ આપણે જ ભોગવવા પડે છે. સવારે જલદી ઉઠો સમયસર નાસ્તો કરો, સમયસર ભોજન કરો અને સમયસર સુઇ જાવ, તો શું આપણે આ બધુ કરીએ છીએ કે નહી. એટલા માટે આજે આપણે તેનાથી થનાર રોગોએ ઘેરી લીધા છે. ના તો આપણે સમયસર ઉઠીએ છીએ ના તો આપણે સમયસર ભોજન કરીએ છીએ.

1-health

ભોજન આપણા માટે મહત્વપૂર્ણ છે, એનાથી આપણને શક્તિ મળે છે અને આપણે સારા કામ કરી શકીએ છીએ. પરંતુ જો આ બગડી જાય તો આપણે બિમાર અને આળસું થઇ જઇઇએ છીએ. રાતનું જમવાનું આપણે જેટલું બની શકે એટલું જલદી ખાઇ લેવું જોઇએ. તેનાથી આપણા શરીરમાં ગેસ અને એસિડિટીની રહેતી નથી અને ઉંઘ પણ આવે છે. તો આવો જાણીએ કે કેમ આપણે જલદી ભોજન કરવું જોઇએ.

એસિડિટીથી બચી શકાય છે
મોડી રાત્રે જમવાનું ખાવાથી શરીરમાં એસિડિટી બનવા લાગે છે, જેનાથી આગળ જઇને હદય સંબંધિત પરેશાની શરૂ થઇ શકે છે. જેટલું બની શકે એટલું ઉંઘવાના બે કલાક પહેલાં ભોજન કરી લો અને રાતનું ભોજન હલકું લો જેથી સરળતાથી પચી જાય.

2-health

ઉંઘવા અને જમવા વચ્ચે જરૂરી અંતર રાખો
જમ્યા બાદ તાત્કાલિક ઉંઘવા જતાં તમે બરોબર ઉંઘી પણ શકશો નહી. કારણ કે તમારું પેટ ભોજનથી ભરેલું હોય છે અને આપણું શરીર તેને પચાવી રહ્યું હોય છે. તે સમયે ઉંઘવાથી આપણું પાચનતંત્ર બગડી જાય છે. એટલા માટે ઉંઘતા પહેલાં એક-બે કલાકનું અંતર રાખો.

મોટાપાથી બચો
જલદી જમવાથી તમે મોટાપાથી બચી શકો છો. કારણ કે જો તમે મોડા જમો છો અને વધુ તળેલું શેકેલું ભોજન કરો છો તો તમે મોટાપાનો શિકાર બની શકો છો. મોડી રાત્રે જમવાથી આપણું પાચનતંત્ર ધીમું થઇ જાય છે અને બરોબર પચી પણ શકતું નથી. એટલા માટે જલદી ભોજન કરો અને આપણા પાચનતંત્રને સ્વાસ્થ્ય રાખો.

3-health

વધુ જમવાથી બચો
રાતનું જમવાનું હંમેશા હલજું અને જલદી પચી જાય તેવું જમવું જોઇએ. અને જો તમને વધુ ભૂખ લાગે તો તમારા ભોજનમાં સલાડની માત્રા વધારી દો.

English summary
Let us take a quick look at the reasons why you should have dinner early. Why is it important to have an early dinner?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X