For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંબંધોનું બંધન રક્ષાબંધન: જાણો તેની પાછળની કહાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભાઇ બહેનનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂનમના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 10 ઓગષ્ટના રોજ ઉજવવામાં આવશે. આમ તો ભારતમાં ભાઇ-બહેનો વચ્ચે પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઇ એક દિવસની આધીન નથી પરંતુ રક્ષાબંધનના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનું કારણે આ દિવસ એટલો મહત્વપૂર્ણ બન્યો છે. વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર આજે પણ એકદમ હર્ષોઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે.

રક્ષાબંધનમાં રાખડીનું ખૂબ જ મહત્વ હોય છે. તેને ભાઇના કાંદા પર બાંધવા પાછળ ઘણી બધી કહાણીઓ છે. રાખડી કાચા સુતર જેવી સસ્તી વસ્તુથી માંડીને રંગીન નાડાસળી, રેશમી દોરા, તથા સોના અથવા જેવી મોંઘી વસ્તુ સુધીની હોય છે.

રક્ષાબંધનનો તહેવાર ભારતીય સમાજમાં એટલી વ્યાપકતા અને ઉંડાઇથી સમાયેલો છે કે તેનું સામાજિક મહત્વ તો છે જ, ધર્મ, પુરાણ, ઇતિહાસ, સાહિત્ય અને ફિલ્મો પણ તેનાથી બચી નથી.

રાખડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

રાખડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

પુરાણમાં વર્ણન મળે છે કે દેવ અને દાનવોમાં જ્યારે યુદ્ધ શરૂ થયું તો દાનવ હાવી થતાં જોવા મળ્યા. ભગવાન ઇંદ્ર ગભરાઇને બૃહસ્પતિની પાસે ગયા. ત્યાં બેસેલી ઇંદ્રની પત્ની ઇંદ્રાણી બધુ સાંભળી રહી હતી. તેમણે રેશના દ્રો મંત્રોની શક્તિથી પવિત્ર કરીને પોતાના પતિના હાથ પર બાંધી દિધો. સંયોગથી તે શ્રાવણ મહિનાની પૂનમનો દિવસ હતો.

રાખડી સાથે જોડાયેલી અન્ય કથાઓ

રાખડી સાથે જોડાયેલી અન્ય કથાઓ

આ વાત પણ સામે આવી છે કે દ્રોપદીએ પણ ભગવાન કૃષ્ણને સાડી બાંધીને રાખડી બાંધી હતી. સાથે જ શાસ્ત્રોમાં કહે છે કે દેવી પાર્વતીએ ભગવાન વિષ્ણુના કાંડા પર રાખડી બાંધી હતી અને તેમને પોતાના ભાઇ બનાવ્યા હતા. પછી ભગવાન વિષ્ણુએ તેના બદલામાં તેમને ખતરામાંથી બચાવવાનું વચન આપ્યું હતું.

રાખડીનો ઐતિહાસિક ઉલ્લેખ

રાખડીનો ઐતિહાસિક ઉલ્લેખ

એક અન્ય પ્રસંગમાં કહેવામાં આવે છે કે સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પોરસને રાખડી બાંધીને પોતાનો ધરમનો ભાઇ બનાવ્યો અને યુદ્ધના સમયે સિકંદરને ન મારવાનું વચન લઇ લીધું. પોરસે યુદ્ધ દરમિયાન હાથમાં બાંધેલી રાખડી અને પોતાની બહેનને આપેલા વચનનું સન્માન કર્યું અને સિકંદર પર પ્રાણ ઘાતક પ્રહાર કર્યો નહી.

રાખડીનો ઐતિહાસિક ઉલ્લેખ

રાખડીનો ઐતિહાસિક ઉલ્લેખ

એમ કહેવામાં આવે છે કે મેવાડની રાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર આક્રમણ કરવાની સૂચના મળી. રાણી તે સમયે લડવામાં અસમર્થ હતી અત: તેમણે મુગલ બાદશાહ હૂમાયૂંને રાખડીને મોકલીને રક્ષાની યાચના કરી. હૂમાયૂંએ મુસલમાન હોવા છતાં રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને બહાદુરશાહના વિરૂદ્ધ મેવાડની તરફથી લડાઇ લડી. હૂમાયૂંએ કર્માવતી તથા તેમના રાજ્યની રક્ષા કરી.

મહાભારતમાં પણ રક્ષાબંધન

મહાભારતમાં પણ રક્ષાબંધન

રક્ષાબંધનની કથા મહાભારત સાથે જોડાયેલી છે. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હું બધા સંકટોને કેવી રીતે પાર કરી શકીશ ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની તથા તેમની સેનાની રક્ષા માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની સલાહ આપી હતી.

જે લોકોને બહેનો નથી

જે લોકોને બહેનો નથી

જે લોકોને બહેનો નથી, તેમને રક્ષાબંધનના દિવસે કોઇ ધરમની બહેન પાસે રાખડી બંધાવવી જોઇએ. તેનાથી તેમને સારું ફળ મળશે.

English summary
Why is Rakshabandhan celebrated with such huge enthusiasm? Rakshabandhan is a very special ocassion for all brothers and sisters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X