For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના જન્મદિવસ પર પાઠવો શુભેચ્છા અને આપો આઇડિયા...

|
Google Oneindia Gujarati News

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદી દર વર્ષે અચૂકપણે પોતાના જન્મદિવસ નિમિત્તે માતા હીરાબાના આશિર્વાદ લેવા ચોક્કસ આવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે રહેતા પોતાના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. અત્રે મોદીએ હીરાબાને પગે પડીને આશિર્વાદ લીધા.

વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર માતાને મળતા નરેન્દ્ર મોદી થોડા ભાવુક પણ દેખાઇ આવ્યા. માતા હીરાબાએ લાંબા સમય બાદ પોતાના પુત્ર સાથે મન મૂકીને વાતો કરી. તેમને મીઠાઇ ખવડાવી મોઢું મીઠુ કરાવ્યું. આ ઉપરાંત હીરાબાએ નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં આવેલા પૂરના કારણે બેહાલ બનેલા લોકોની મદદ કરવા માટે પાંચ હજાર રૂપિયા આપ્યા. જેનો મોદીએ સ્વીકાર પણ કર્યો.

આ પ્રસંગે મોદીએ અને તેમની માતા બંનેએ ખૂબ જ માનવતાનો ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે. મોદીએ કાશ્મીરમાં આવેલા પૂરના કારણે પહેલા એવી જાહેરાત કરી દીધી હતી કે કોઇપણ મારો જન્મદિવસ ના ઉજવે પણ કાશ્મીરના પૂર પીડિતોની મદદ કરે. બીજી બાજું નરેન્દ્ર મોદીની માતાએ પણ પૂર પીડિતો માટે પાંચ હજાર રૂપિયા આપીને સુંદર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આપ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવો અને આપની પ્રતિક્રિયામાં એવો કોઇ આઇડિયા સૂચવો જે વડાપ્રધાને પોતાના કાર્યમાં ભવિષ્યમાં અમલમાં લાવવો જોઇએ. આપ શુભેચ્છા અને આઇડિયા નીચે આપેલા કોમેંટ બોક્સમાં આપી શકો છો.

English summary
Wish to Prime Minister Narendra Modi on his birthday and give an idea for better India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X