For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, આવી રીતે પૂજા કરશો તો કષ્ટ દૂર થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 જુલાઇ: શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસનો મહિનો શ્રાવણ શરૂ થતાં જ પ્રકૃતિની હરિયાળી યુવાનો પર છવાઇ ગઇ છે. વેદો અને શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાને શ્રદ્ધા અને ભક્તિનો મહિનો કહેવામાં આવ્યો છે, બીજી તરફ સાહિત્યકારોએ વિવિધ રૂપમાં તેના સૌંદર્યને કંડાર્યું છે. આ મહિનામાં શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે, માટે શિવાલયોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શહેર તથા દેશના શિવમંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાવડિયાઓ જળથી શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં છે.

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના મહત્વને સમજતાં મોટી સંખ્યામાં શિવભક્તો સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરી શિવજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યાં છે. વિદ્વાનોનું માનવું છે કે આ દિવસે શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આમ તો શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવમંદિરોમાં આડા દિવસોની અપેક્ષાએ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવવાથી રોનક વધી જાય છે. શ્રદ્ધાળુ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પૂજાને વધારે મહત્વ આપે છે.

sawan-lord-shiva

શિવભક્તો દ્વારા જળાભિષેક

શિવભક્તો દ્વારા જળાભિષેક

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના મહત્વને સમજતાં મોટી સંખ્યામાં શિવભક્તો સોમવારે શિવલિંગ પર જળાભિષેક કરી શિવજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યાં છે.

મનોકામના થાય છે પૂર્ણ

મનોકામના થાય છે પૂર્ણ

વિદ્વાનોનું માનવું છે કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

શિવલિંગ પર જળાભિષેક

શિવલિંગ પર જળાભિષેક

શ્રાવણ મહિનામાં સ્વંય ભગવાન શંકર પૃથ્વી પર વાસ કરે છે. શિવભક્તો આ મહિનામાં જ હરિદ્વાર તથા ગંગોત્રીથી જળ લાવીને પોતાના ઘરમાં સ્થાપિત શિવલિંગ પર જળ ચડાવે છે.

શિવપુરાણમાં ઉલ્લેખ

શિવપુરાણમાં ઉલ્લેખ

જે શ્રદ્ધાળુ શ્રાવણ મહિનામાં રૂદ્રાભિષેક કે મહામૃત્યુંજયનો જાપ કરે છે, તે તન, મન તથા ધનથી સંપન્ન થાય છે. આયુષ્યમાં વધારો થાય છે. શરીરના કષ્ટ દૂર થાય છે. એવો શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રૂદ્રાભિષેક કરવાથી થાય છે કષ્ટ દૂર

રૂદ્રાભિષેક કરવાથી થાય છે કષ્ટ દૂર

દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળ, બિલીપત્ર, બિલીફળ, આકડાના ફૂલ, ભાંગ, ધતૂરો તથા શેરડીના રસથી ભગવાન શંકરને રૂદ્રાભિષેક કરવાથી કષ્ટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ મળે છે.

આ મહિનામાં સ્વંય ભગવાન શંકર પૃથ્વી પર વાસ કરે છે. શિવભક્ત આ મહિનામાં જ હરિદ્વાર તથા ગંગોત્રીથી જળ લાવીને પોતાના ઘરમાં સ્થાપિત શિવલિંગ પર જળ ચડાવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં જઇને શિવલિંગ પર જળ ચઢાવે છે. જે શ્રદ્ધાળુ આ મહિનામાં રૂદ્રાભિષેક કે મહામૃત્યુંજયનો જાપ કરે છે, તે તન, મન તથા ધનથી સંપન્ન થાય છે. આયુષ્યમાં વધારો થાય છે. શરીરના કષ્ટ દૂર થાય છે. એવો શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દૂધ, દહીં, મધ, ઘી, ગંગાજળ, બિલીપત્ર, બિલીફળ, આકડાના ફૂલ, ભાંગ, ધતૂરો તથા શેરડીના રસથી ભગવાન શંકરને રૂદ્રાભિષેક કરવાથી કષ્ટ દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ મળે છે. શ્રાવણ મહિનાના સોમવારનું અનોખુ મહત્વ હોય છે.

English summary
Worship this way on Monday; Your problem will be solved.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X