For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો ગુગલના આ છૂપાયેલા ફીચરને

|
Google Oneindia Gujarati News

ગુગલ, નામથી તમામ નેટ યુઝ કરનારાઓ અને સમાન્ય જનતા પણ માહિતગાર હશે. કોઇપણ પ્રકારની માહિતી શોધવી હોય તો આજ કાલ આ ગુગલ ‘બાબા'ની મદદ લેવામાં આવે છે. ગુગલમાં આપણે નાનામા નાની માહિતી શોધી શકીએ છીએ. ગુગલને આપણે જાણકારીનો ખજાનો માનીએ છીએ. તેમાં કોઇ શંકા નથી કે ગુગલ પાસે આજે તમામ પ્રકારની જાણકારી છે, કઇપણ જાણવું હોય તો ગુગલમાં ટાઇપ કરો અને તમારી સામે એ વિષય સાથે જોડાયેલા સેંકડો રિઝલ્ટ આવી જશે.

પરંતુ ગુગલમાં આ સિવાય પણ અનેક રોચક ફીચર છૂપાયેલા છે, જે અંગે આપણામાના ઘણા લોકો નહીં જાણતા હોય. આજે અમે અમારા આ લેખમાં કેટલાક એવા જ સીક્રેટ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેને ઉપયોગ તમે જાતે તમારા કોમ્પ્યુટરમાં કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ છૂપાયેલા ફીચરને.

મંગળ ગ્રહનો પ્રવાસ કરો

મંગળ ગ્રહનો પ્રવાસ કરો

જો તમે તમારા પીસીની સ્ક્રીનમાં મંગળ ગ્રહની સેર કરવા માગો છો તો તમારા યુઆરએલમાં http://www.google.com/mars/ ટાઇપ કરો અથવા તો આ યુઆરએલ બારમાં કોપી કરીને જુઓ.

ઇમેઇલ એડ્રેસ

ઇમેઇલ એડ્રેસ

થોડા સમય બાદ તમારા ઇમેઇલ એડ્રેસમાં આપવામાં આવેલા નંબરોની મદદથી તમારી ઇમેઇલ ફરીથી બનાવી શકો છો, કારણ કે ગુગલ કેરેક્ટરને રેકોગ્નાઇઝ નથી કરતું.

શબ્દ સર્ચ કરો

શબ્દ સર્ચ કરો

ગુગલમાં "askew" નામનો શબ્દ સર્ચ કરો અને પછી જુઓ શું થાય છે. આ પ્રકારે ગુગલમાં "Google Sphere" નામનો શબ્દ સર્ચ કરો અને I'm feeling lucky પર ક્લિક કરો.

ગુગલ કેલક્યુલેટર

ગુગલ કેલક્યુલેટર

ગુગલ કેલક્યુલેટરમાં તમામ ઓપ્શન તમને મળી જશે, આ માટે ગુગલમાં the loneliest number સર્ચ કરો.

સ્પેશિયલ સર્ચ

સ્પેશિયલ સર્ચ

શું તમે જાણો છો કે ગુગલમાં ટ્રેકિંજ માટે ખાસ પ્રકારનું સર્ચ ઓપ્શન આપવામાં આવ્યું છે.

બ્લોક ઓપ્શન હટાવો

બ્લોક ઓપ્શન હટાવો

જો તમારી સ્કૂલ અથવા તો ઓફિસમાં કેટલીક સાઇટ બ્લોક છે તો બ્લોક ઓપ્શન હટાવવા માટે ગુગલમાં cache:WEBSITENAME.com સર્ચ કરો.

ટ્રેકિંગ નંબર સર્ચ કરો

ટ્રેકિંગ નંબર સર્ચ કરો

જો તમે તમારું પાર્સલ અથવા તો કોઇ નંબર ટ્રેક કરવા ઇચ્છો છો તો આ માટે ગુગલમાં સીધો ટ્રેકિંગ નંબર નાખીને સર્ચ કરો, તમારા પાર્સલની ડીટેલ આવી જશે.

યુ ટ્યુબમાં ગેમ રમો

યુ ટ્યુબમાં ગેમ રમો

યુ ટ્યુબમાં ગેમ રમવા માટે તમારા સર્ચ બોક્સમાં 1980 સર્ચ કરો અને યુ ટ્યુબમાં ફાઇટ એટેકર રમો.

ગુગલ બીટ બોક્સ બનાવો

ગુગલ બીટ બોક્સ બનાવો

ગુગલ ટ્રાંસલેટરમાં અલગ-અલગ પ્રકારના નંબર લખો અને "listen" ઓપ્શન પર ક્લિક કરો.

હવાઇ જહાજ ઉડાવો

હવાઇ જહાજ ઉડાવો

જો તમે તમારી સ્ક્રીનમાં ફાઇટર પ્લેન ઉડાડવા ઇચ્છો છો તો ગુગલ અર્થ ઓપન કરી CTRL + Option + A દબાવો.

English summary
10 awesome hidden features google news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X