For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેકર આ રીતે કરે છે ઓનલાઇન છેતરપિંડી

|
Google Oneindia Gujarati News

આપણી રોજીંદા જીવનમાં ઇન્ટનેટનું શું મહત્વ છે તે તમે એ વાતથી જાણી શકશો કે સ્માર્ટફોનથી લઇને લેપટોપ સુધી તમામ વસ્તુઓ ઘરના ઇન્ટરનેટથી કનેક્ટ થયેલી હોય છે

એટલું જ નહીં આપણું ઘર હવે ઘર નહીં સ્માર્ટહોમ બનાવા લાગ્યું છે. ત્યારે તેમાં જો કોઇ ઇન્ટરનેટથી જ છેતરપિંડી કરે તો તે તમારા ઘરની તમામ જાણકારી મેળવી શકે છે. તમારા ફોન, લેપટોપથી તે તમારી તમામ જાણકારી ચપટી વગાડતા મેળવી શકે છે. એટલું જ નહીં કેટલાક ફ્રોડ મેલ દ્વારા તમારી ખાનગી માહિતી માંગવામાં આવે છે.

માટે જ ઇન્ટરનેટ પર કામ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.

ફેક ઇમેલ અને વેબસાઇટ

ફેક ઇમેલ અને વેબસાઇટ

ફેક વેબસાઇટ અને ઇમેલથી હંમેશા સાવધાન રહો. સાથે જ પોતાના ટેબલેટ અને સ્માર્ટફોનમાં તેવી કોઇ પણ એપ્લિકેશન ના ઇનસ્ટોલ કરો જેનાથી તમારો ફોન હેક કરવામાં હેકરને સહાયતા રહે. હંમેશા તેવા જ એપ્સ ઇન્સ્ટ્રોલ કરો જે ટ્રસ્ટેડ સોર્સ પર આધારિત હોય

સાઇડ એડથી બચો

સાઇડ એડથી બચો

જો તમારા મોબાઇલ કે લેપટોપમાં કોઇ એવો પ્રચાર જેવો જેમાં ઓછી કિંમતે તમને કોઇ સમાન વેચી રહ્યું હોય અને કિંમત એટલી ઓછી હોય કે તમે તેની કલ્પના પણ ના કરી શકો તો તેવી એડ પર ક્લિક ના કરો. આવી એડ ધણીવાર તમારા ફોનમાં માલવેયર નાખી દેતી હોય છે.

કી લોગર

કી લોગર

કીલોગર તમારા તમામ પાસવર્ડ સેવ રાખે છે પણ આમ કરવાથી હેકરને એકી સાથે તમામ પાસવર્ડ મળી શકે છે. માટે જ તમે કિલોગરનો ઉપયોગ કરતા હોવ તો થોડો વિચારીને કરો.

ક્રેડિટ કાર્ડ ડિટેલ

ક્રેડિટ કાર્ડ ડિટેલ

બેંકો દ્વારા મેલ પર અનેક જાહેરાતો મોકલવામાં આવે છે પણ જો કોઇ તમને કોલ કરીને તમારો બેંક એકાઉન્ટ અને પાસવર્ડ કે તેવી કોઇ જાણકારી પૂછે તો ભૂલથી પણ આ જાણકારી ના આપતા.

વર્ચુઅલ કીબોર્ડનો પ્રયોગ કરો

વર્ચુઅલ કીબોર્ડનો પ્રયોગ કરો

બેંક કે પછી પેમેન્ટ કરવાવાળી મોટા ભાગની સાઇટોમાં વર્ચુઅલ કીબોર્ડનો ઓપશન હોય છે. કીબોર્ડની જગ્યાએ તમે વર્ચુઅલ કીબોર્ડનો ઉપયોગ કરો.

English summary
5 smart ways to identify hackers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X