For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ફોનનાં 5 જાદુઇ ફીચર

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોનનો તમારો કેમરો ફોટો ખેંચવા સિવાય પણ કેટલાક કામો કરે છે. તો શું તમે ખબર છે કે ફોટા ખેંચવા સિવાય તમારા ફોનનો કેમેરો શું શું કામ કરે છે. કે પછી હજી પણ તમે ફોટો પાડવા માટે જ તેનો ઉપયોગ કરો છે. જો એવું હોય તો આજે અમે તમને કહીશું સ્માર્ટ ફોનના કેટલાક જાદુઇ ફિચર. જે વાંચીને તમે જરૂર કહેશો કે કેમેરાનો આ ઉપયોગ છે, લો મને તો ખબર જ નહીં

એટલું જ નહીં કેટલીક એન્ડ્રોઇડ ઓપ્લેકેશન વિષે પણ જણાવીશું જે બનાવશે તમારો કેમેરાને સ્માર્ટ. હવે અમે તમને તસ્વીરોના માધ્યમથી સરળ શબ્દોમાં સમજવીશું કે કેવી રીતે કરશો તમારા સ્માર્ટ ફોનના કેમેરાને સ્માર્ટ.

ફોટો ક્લિક કરતી વખતે ઓબઝેક્ટ એડજેસ્ટ કરી શકો છો

ફોટો ક્લિક કરતી વખતે ઓબઝેક્ટ એડજેસ્ટ કરી શકો છો

કોઇ પણ સ્માર્ટ ફોનમાં કેમેરો ખોલો. પછી સેટિંગમાં જાવ. ત્યાં તમને Gridline/ગ્રિડ લાઇન વ્યૂ ઓપશન મળશે તેને ઓન કરો. આ ઓપશન પસંદ કરવાથી ફોટો એકદમ સીધો ખેંચાશે. જેમ કે દિવાર પર લાગેલી તસ્વીરનો તમારે એકદમ સીધો ફોટો લેવો છે તો તમે આ ઓપશનથી લઇ શકો છો.

દૂરની વસ્તુઓ પાસેથી જુઓ

દૂરની વસ્તુઓ પાસેથી જુઓ

તમારા ફોનમાં ઝૂમનો ઓપશન છે. જેનાથી ફોટાને ઝૂમ કરી શકાય છે તે તો તમને ખબર જ હશે. પણ ક્યારેક કોઇ દૂરનું બોર્ડ હોય કે કોઇ વસ્તુ હોય જે દૂરથી વાંચી ના શકાય તો કેમેરા ઓન કરો ઝૂમ કરી દૂરના બોર્ડને વાંચી લો.

ટેક્સનું ટ્રાન્સલેશન પણ કરશે

ટેક્સનું ટ્રાન્સલેશન પણ કરશે

જો તમે કોઇ બીજા દેશમાં જાવ છો કે કોઇ એવી જગ્યાએ જાવ છો જેની ભાષા તમને સમજાતી નથી. તો ગૂગૂલ પ્લે સ્ટોરમાં એવી અનેક એપ્લીકેશન છે જેનાથી તમે ટેક્સની કોઇ પણ ભાષાનું ટ્રાન્સલેશન કરી શકો છો. આવી જ એક એપ્લીકેશન છે World Lens Translator જેને ઓપન કરી આપ જે પણ ટેક્સને સામે રાખશો તેને તમારી દ્વારા પસંદ કરાયેલી ભાષામાં અનુવાદ કરી આપશે.

તમારા ફોનમાં કાર્ડથી સીધો કોન્ટ્રેક્ટ નંબર સેવ કરો

તમારા ફોનમાં કાર્ડથી સીધો કોન્ટ્રેક્ટ નંબર સેવ કરો

બિઝનેસ કાર્ડથી કે કોઇ બોર્ડ પર કોઇ નંબર લખ્યો હોય તેને તમારે તમારા મોબાઇલના કોન્ટેક્ટમાં સેવ કરવો હોય તો પહેલા તો એ નંબરને કેમેરાની મદદથી સ્કેન કરો અને તેમાં લખેલા તમામ ટેક્સ સેવ કરો. તમારા ફોનમાં Cem card જેવી એપ્લીકેશન હોવી જોઇએ જેનાથી તમે બિઝનેસ કાર્ડના નંબર ફોનમાં સેવ કરી શકો છો.

તમારા રિમોટની બેટરી કેમેરાની મદદથી ચેક કરો

તમારા રિમોટની બેટરી કેમેરાની મદદથી ચેક કરો

આ એક મસ્ત ટ્રિક છે. રિમોટ કંટ્રોલમાં ઇન્ફારેડ કિરણોની મદદથી ટીવી જેવી અનેક બીજી ડિવાઇ્ઝ ચાલે છે. આ ઇન્ફારેડ કિરણો આપણી સાધારણ આંખોથી દેખી નહીં શકાય. પણ જો તમે તમારા રિમોટને ફોનના કેમેરા સામે રાખશો તો આ કિરણો તમે જોઇ શકશો. જો તમારું રિમોટ બરાબર કામ કરતું હશે તો ફોટોમાં દેખાય છે તેવી કિરણો દેખાશે નહીં તો તમારે રિમોટ ચેક કરાવું પડશે.

English summary
Smartphone cameras can be used to do a lot more than shooting pictures and clicking selfies. Mankind is always inquisitive about new things thus, it's normal human tendency to capture whatever we find amusing and whatever intrigues our brains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X