For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇફોનને ટક્કર આપવા આવી ગયો એલજીનો જી2 સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

કોરિયન કંપની એલેજી ઇલેક્ટ્રોનિક્સે પોતાનો નવો સ્માર્ટફોન જી2 ભારતીય બજારમાં 41,500 રૂપિયામાં લોન્ચ કર્યો છે. જો કે, લોન્ચ પહેલાં જ ઓનલાઇન વેબસાઇટ સાહોલિકમાં એલજી જી2 સ્માર્ટફોન 40,449 રૂપિયામાં પ્રી ઓર્ડર સ્ટેટ્સ સાથે જોવા મળ્યો હતો. એલજીનો નવો જી2 ગેલેક્સી નોટ 3, નેક્સસ અને આઇફોનને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.

જી2ના બે વર્ઝન રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 32 જીબી વર્ઝનની કિંમત 43,490 રૂપિયા છે અને 16 જીબી વર્ઝનની કિંમત 40,490 રૂપિયા છે. એલજીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં જી2 એક મહિના પહેલા લોન્ચ કર્યો હતો. પરંતુ માર્કેટમાં હાજર બીજા હેન્ડસેટ સાથે જી2ની તુલના કરવામાં આવે તો 17 જીબી જી2ની કિંમત માર્કેટમાં ઉપલબ્ધ એક્સપીરિયા ઝેડ 1 બરાબર છે.

જી 2ની સૌથી મોટી ખાસિયત છે, તેની રીયર પેનલમાં આપવામાં આવેલું વોલ્યુમ બટન જેની મદદથી કોલ કરતી વખતે અથવા તો રિસીવ કરતી વખથે તમે તમારી ઇન્ડેક્ટ ફિંગરથી વોલ્યુમ કંટ્રોલ કરી શકો છો. આ ઉપરાંત ફોનની સ્ક્રીનમાં ડબલ ટ્રેપના ફીચર આપવામાં આવ્યા છે, જેની મદદથી સ્ક્રીનમાં બે વાર ટેપ કરવાથી તે ઓન થઇ જશે. તો ચાલો તસવીરો થકી જાણીએ જી 2માં આપવામાં આવેલા કેટલાક ફીચર્સ અંગે.

યુઝર ફ્રેન્ડલી વ્યૂ

યુઝર ફ્રેન્ડલી વ્યૂ

જી 2માં પહેલાં કરતા સારી એપ્લીકેશન અને યુઝર ફ્રેન્ડલી વ્યૂ આપવામાં આવ્યો છે. જી 2ની મદદથી તમે તમારા ઘરની તમામ એન્ટરટેઇમેન્ટ ડીવાઇઝ એક્સેસ કરી શકો છો, જેમકે ટીવી, ડીવીડી પ્લેયર.

જી 2નો કેમેરા

જી 2નો કેમેરા

જી 2માં 13 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. જે સ્મૂથ વીડિયો રેકોર્ડિંગ પણ કરે છે. કેમેરામાં ઇમેજ સ્ટેબલાઇઝેશનની મદદથી તમે વધારે શાનદાર ઇમેજ ખેંચી શકો છો અને શેકિંગ વગર વીડિયોને રેકોર્ડ કરી શકો છો.

ગેસ્ટ મોડ

ગેસ્ટ મોડ

જી 2માં આપવામાં આવેલા ગેસ્ટ મોની મદદથી તમે તમારા બાળકો અથવા તો અન્ય કોઇને પણ તમારો ફોન બેઝીક આપી શકો છો. આ ફોનમાં સેવ, ખાનગી જાણકારી તેઓ નહીં જોઇ શકે અને તેને એક્સેસ નહીં કરી શકશે.

ઓડિયો ઝૂમ

ઓડિયો ઝૂમ

જી 2માં ઓડિયો ઝૂમના ફીચર આપવામાં આવ્યા છે, એટલે કે તમે વીડિયો રેકોર્ડ કરતી વખતે બોલીને વીડિયોને ઝૂમ કરી શકો છો.

English summary
lg g2 launched india at rs 41500
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X