For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10,000 રૂપિયાની અંદર આવશે આ 10 બેસ્ટ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

ભારતમાં બેજટ સ્માર્ટફોનની માંગ દિવસેને દિવસે વધતી જાય છે. જે ઝડપથી ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ થઇ રહ્યું છે. તે જોઇને અનેક મોટી કંપનીઓએ દસ હજારની અંદર આવી જતા ઓછી કિંમતવાળા સ્માર્ટફોન વધુને વધુ લોન્ચ કરી રહી છે.

ત્યારે ખરીદનાર પાસે આ તમામ ફોનમાંથી કયા ફોન તેની જરૂરીયાતો મુજબ સારો અને શ્રેષ્ઠ રહેશે તે નક્કી કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તો જો તમારું પણ બજેટ દસ હજારનું હોય અને તમે પણ કોઇ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોય અને તમે નક્કી ના કરી શકતા હોવ કે કયા ફોન લેવો તો અમે આ મામલે તમારી સહાય જરૂરથી કરીશું.

કારણ કે આજે અમે તમને દસ હજારના બજેટમાં આવતા સ્માર્ટફોન વિષે તમને જણાવીશું. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને હા તમારા મિત્રોને શેર પણ કરજો જેથી તે પણ નવો ફોન લેવા માટે યોગ્ય નિર્ણય લઇ શકે.

માઇક્રોસોફ્ટ લૂમિયા 640

માઇક્રોસોફ્ટ લૂમિયા 640

માઇક્રોસોફ્ટે હાલ લૂમિયા 640 બજારમાં ઉતાર્યો છે. 1.2 ગીગાહાઇટ્સ, ક્વૈડ કોર પ્રોસેસર, 1 જીબી રેમ, 8 મેગાપિક્સલ કેમેરા, 8 જીબી મેમરી અને વિન્ડોઝ 8.1 પર આ ફોન ચાલે છે. જેની કિંમત 8999 રૂપિયા છે.

સૈમસંગ ગૈલેક્સી પ્રાઇમ

સૈમસંગ ગૈલેક્સી પ્રાઇમ

સૈમસંગના આ ફોનમાં 4.5 ઇંચ સ્ક્રીન, 5 મેગાપિક્સલ કેમેરા, 1.2 ગીગાહર્ટઝ ક્વૈડ પ્રોસેસર જેવી ખૂબીઓ છે. જેની કિંમત 7990 રૂપિયા છે.

શ્યાઓમી રેડમી 2

શ્યાઓમી રેડમી 2

8 મેગાપિક્સેલ કેમેરો, ડ્યૂલ સિમ, 4.7 ઇંચની સ્ક્રીન, 1.2 ગીગાહર્ટઝ ક્વૈડ કોર પ્રોસેસર સાથે આ ફોન ફિલ્પકોર્ટમાં 6999માં ઉપલબ્ધ છે.

મોટા ઇ

મોટા ઇ

મોટો ઇ આ લીસ્ટમાં સૌથી શ્રેષ્ઠ ફોનમાંથી એક છે. એન્ડ્રોઇડ લોલીપોપ વર્ઝન, 4.5 ઇંચ સ્ક્રીન, ડ્યૂઅલ સિમ, 1.2 ગીગાહર્ટઝ પ્રોસેસર સાથે આ ફોનની કિંમત ફ્લિપકાર્ટ પર 6999 રૂપિયા છે.

માઇક્રોસોફ્ટ લૂમિયા 540

માઇક્રોસોફ્ટ લૂમિયા 540

આ ફોનમાં ડ્યૂઅલ સિમની સાથે જ 1 જીબી રેમ, 8 મેગાપિક્સેલ કેમેરા, 5 ઇંચ સ્ક્રીન અને 1.2 ગીગાહર્ટઝ પ્રોસેસર અને 5 મેગાપિક્સલ ફંન્ટ્ર કેમેરા સાથે આ ફોન 8000 રૂપિયામાં મળે છે.

માઇક્રોમૈક્સ કૈનવાસ નાઇટ્રો એ 310

માઇક્રોમૈક્સ કૈનવાસ નાઇટ્રો એ 310

આ ફોન નાના બજેટના કોઇ પણ પ્રિમિયમ સ્માર્ટફોનના તમામ ફિચર્સ ધરાવે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલ બેક કેમેરા, 5 મેગાપિક્સલ ફંન્ટ્ર કેમેરા, 1.7 ગીગાહર્ટઝ ઓક્ટા કોર પ્રોસેસર, 5 ઇંચ સ્ક્રીન સાથે 9999 રૂપિયાની કિંમતમાં મળે છે.

લેનોવો એ 7000

લેનોવો એ 7000

લેનોવો એ 7000, 5.5 ની સ્ક્રીન, ડ્યૂલ સિમ, એન્ડ્રોઇડ લોલીપોપ, 1.5 ગીગાહર્ટઝ ઓક્ટા કોર પ્રોસેસર, 8 મેગાપિક્સેલ બેક કેમેરા, 5 મેગાપિક્સેલ ફંન્ટ્ર કેમેરો જેવા ફિચર્સ સાથે 8999 રૂપિયામાં આ ફોન મળે છે.

લેનોવો કે 3 નોટ

લેનોવો કે 3 નોટ

5.5 ઇંચની સ્ક્રીન, એન્ડ્રોઇડ લોલીપોપ, 13 મેગાપિક્સેલ બેક કેમેરા, ડ્યૂઅલ સિમ, 5 મેગાપિક્સેલ ફંટ્ર કેમેરા 9999 રૂપિયાની કિંમત સાથે મળે છે પણ આ ફોન આવવાની સાથે જ સેકન્ડોમાં વેચાઇ જાય છે તો મળવો મુશ્કેલ છે.

મોટોરોલા મોટો જી 2

મોટોરોલા મોટો જી 2

મોટો જી 2 એન્ડ્રોઇડ લોલીપોપની સાથે 1 જીબી રોમ, 8 મેગાપિક્સલ કેમેરા, 5 ઇંચ એચ.ડી સ્ક્રીન, ડ્યૂઅલ સીમ, 1.2 ગીગાહર્ટઝ સ્નૈપડ્રેગન ક્વૈડ કોર પ્રોસેસર અને મોટોરોલા બ્રાન્ડ નેમ સાથે 9999 કિંમતમાં ફિલ્પકાર્ટમાં મળે છે.

યુ યુફોરિયા

યુ યુફોરિયા

આ ફોન 1.2 ગીગાહર્ટઝ સ્નૈપડ્રૈગન ક્વૈડ કોર પ્રોસેસર, એન્ડ્રાઇડ લોલીપોપ, 5 મેગાપિક્સલ ફંન્ટ્ર કેમેરા, 8 મેગાપિક્સલ બેક કેમેરા, 2 જીબી રેમ, 5 ઇંચ એચ.ડી. સ્ક્રીન જેવા અનેક ફિચર આપે છે. ખાલી એમેઝોન પર જ અઠવાડિયામાં એક વાર આ ફોનનું વેચાણ થાય છે. ત્યારે આ ફોન ખરેખરમાં મોટો અનેક નામોને પાછળ છોડે છે અને તેની કિંમત 6999 રૂપિયામાં છે.

English summary
2015 is a big year for the Indian smartphone market as most of the high-end smartphone have arrived India. Meanwhile, the market is also filled with number of budget smartphone from India OEM along with leading Chinese smartphone makers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X