For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ : આ 5 ટેબલેટની હાલ છે બોલબાલા

|
Google Oneindia Gujarati News

પહેલાના સ્માર્ટફોન અને ટેબલેટમાં જોવા મળતા હતા સીંગલ કોર પ્રોસેસર. પણ સમયની માંગ અને ટેકનોલોજીએ લીધેલી હરળફાળે બધુ જ બદલી દીધું છે. આજે માર્કેટમાં ક્વાડ અને ઓક્ટા કોર પ્રોસેસરની બોલબાલા છે.

ઓક્ટા કોર પ્રોસેસરની મદદથી યુઝર્સ અદ્ધભૂત બ્રાઉઝીંગ અને યુઝર સ્પીડની મજા માણી શકે છે. ત્યારે આજે અમે તમને ઓક્ટા કોર પ્રેસેસરથી સજ્જ એવા 5 શ્રેષ્ઠ ટેબલેટ વિષે માહિતી આપીશું જેની હાલમાં બજારમાં ભારે બોલબોલા છે. તો જુઓ આ ફોટો સ્લાઇડર અને જાણો ઓક્ટા કોર પ્રોસેસરવાળા કયા કયા ટેબલેટ છે હાલ ડિમાન્ડમાં...

સેમસંગ ગેલેક્સી ટેબ S 8.4

સેમસંગ ગેલેક્સી ટેબ S 8.4

આ ક્રમમાં સૌથી પહેલા નંબર છે, સેમસંગ ગેલેક્સી ટેબ s 8.4નો. જેમાં 8.4 ઇંચના સુપર અમોલેડ ડિસ્પલે વાળી સ્કીન છે. વધુમાં તમે તેમાં 16 જીબી થી લઇને 32 જીબી જેટલો સ્ટોરેજ કરી શકો છો. આ માઇક્રો એસડી કાર સ્લોટ વાળા ટેબલેટમાં પ્રાયમરી કેમેરા 8 એમપી અને સેકન્ડરી ટેબલેટ 2એમપીનો છે.

સેમસંગ ગેલેક્સી ટેબ S 10.5

સેમસંગ ગેલેક્સી ટેબ S 10.5

જો તમે મોટી સ્ક્રીનવાળો ટેબલેટ ઇચ્છો છો તો સેમસંગ ગેલેક્સી ટેબ S 10.5 એક સારો પર્યાય છે. આમાં પણ Exynos 5 ઓક્ટા પ્રોસેસર છે અને 7900 mAh બેટરીથી સજ્જ છે. 3GB રેમ વાળા ટેબલેટમાં અન્ય ખાસિયતો સેમસંગ ગેલેક્સી ટેબ s 8.4થી મળતી આવે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 10.1

સેમસંગ ગેલેક્સી નોટ 10.1

ઓક્ટોબર 2013માં લોન્ચ થયેલા 3G અને wi-fi વાળા સેમસંગ ગેલેક્સી નોટ 10.1 વિશ્વનું પહેલું ઓક્ટા કોર ટેબલેટ હતું. 3GB રેમ વાળા આ ટેબલેટમાં તમે 64GB સુધી સ્ટોરેઝ કરી શકો છો.
વધુમાં 8MP અને સેકન્ડરી 2MPનો કેમેરો આ ટેબલેટમાં છે. જ્યારે બેટરી 8220 mAh છે.

સોની એક્સપિરીયા Z4

સોની એક્સપિરીયા Z4

આ ટેલબેટ છે અદ્ધભૂત. હાલ આ એક માત્ર ટેબલેટ છે જેમાં સ્નેપડ્રેગન 810 ચિપસેટ ઇનબિલ્ડ છે. વધુમાં હાલના તમામ ટેબલેટમાં આ ટેબલેટ છે સૌથી ફાસ્ટ. તથા તે લોલીપોપ 5.5 પર રન કરે છે

ક્યૂબ ટોક 9X

ક્યૂબ ટોક 9X

આ આઇપેડ જે ઓક્ટા કોર ચીપ છે તે 2GHz પર 8 ARM કોરટેક્સ-A7 કોર્સ ક્લોક કરે છે. વધુમાં તેમાં 9.7ની સ્કીન છે. 32GB સુધીનું સ્ટોરેજ છે. 3G કનેક્ટીવિટી છે. 8Mp પ્રાયમરી અને 2Mp સેકેન્ડરી કેમેરા સાથે તે એનરોઇડ 4.4 કિટકેટ સાથે આવે છે.

English summary
Technology has been constantly developing. Before we had seen smartphones with single core processors but, as time passes by quad and octa-core processors have taken over the market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X