For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં કાંડામાં બાંધી શકાશે સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

જરા વિચારો તમે તમારા કાંડામાં ઘડિયાળથી સમયની સાથોસાથ ઇન્ટરનેટ સર્ફિંગ, ફોન કોલ, વીડિયો કોલ ઉપરાંત એ તમામ વસ્તુઓ કરી શકો જે એ સ્માર્ટફોનમાં કરો છો, તો કેટલું સારું થઇ જાય. અમે કોઇ હોલિવુડ ફિલ્મની વાત નથી કરી રહ્યાં, પરંતુ હવે હકિકતમાં એક એવું ફ્લેક્સિબલ સ્ક્રીનવાળું ગેજેટ બજારમાં આવવાનું છે, જેને તમે તમારા કાંડામાં ઘડિયાળની જેમ પહેરી શકશો.

ફ્લેક્સિબલ ઓલિડ સ્ક્રીનની કોઇ પ્લાસ્ટિક શીટની જેમ સહેલાયથી તમે તેને વાળી શકો છો. આ શીટમાં 30 ફ્રેમ પ્રતિ સેકંડ ફોટો રેંડરિંગનું ફીચર આપવામાં આવ્યું છે, જે સ્ક્રીન વળેલી હોવા છતા ઝડપથી તસવીર દર્શાવે છે. આ સ્ક્રીનની મદદથી વૈજ્ઞાનિક એવા ટેબલેટ બનાવવામાં લાગેલા છે, જેને તેમે તમારા પાછળના પાકેટમાં સહેલાયથી વાળીને રાખી શકો.

જોકે બજારમાં હાલ ફ્લેક્સિબલ ડિસપ્લેવાળા સ્માર્ટફોન જેમકે એલજીનો જી ફ્લેક્સ આવી ચૂક્યોછે, પરંતુ તેમાં એટલી લચક નથી. આ ઉપરાંત ઓટીએફટી જ એકમાત્ર એવી ટેક્નિક છે, જે ફ્લેક્સિબલ ડિસપ્લે બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે. હાલના સમયે બજારમાં અનેક મોટી મોટી કંપનીઓ દ્વારા વિયરેબલ ડિવાઇઝ પર કામ કરવામાં આવી રહ્યું છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આવી જ કેટલીક ડિવાઇઝને.

વૂજિક્સ એમ 100 સ્માર્ટગ્લાસ

વૂજિક્સ એમ 100 સ્માર્ટગ્લાસ

ગુગલ ગ્લાસ જેવા જ દેખાતા આ સ્માર્ટફોન ગ્લાસને 2013માં ઉતારવામાં આવ્યો હતો. આ સ્માર્ટગ્લાસમાં બ્લૂટૂથ અને વાઇફાઇ ફીચર આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે તમારા ફોનથી સ્માર્ટગ્લાસને કનેક્ટ કરીને ડેટા ટ્રાન્સફર કરી શકો છો.

લિડ ટી-શર્ટ

લિડ ટી-શર્ટ

આ ટીશર્ટ ભલે સાધારણ લાગતી હોય, પરંતુ તેમાં લિટ લાઇટ લાગેલી છે, જે સંગીતની ધુનોની જેમ સળગે છે અને ઓલવાય છે.

અટેચ ઇયરફોન

અટેચ ઇયરફોન

શું તમારે વારંવાર હેડફોન લગાવતા પહેલા સરખા કરવા પડે છે, અથવા મ્યુઝિક સાંભળવા માટ વારંવાર હેડફોનને બહાર કાઢવા પડે છે, તો હવે બજારમાં એક એવી જેટેક આવી ગઇ છે, જેની સાઇડમાં હેડફોન લાગેલા છે, આ જેકેટ વોટરપ્રૂફ છે એટલે કે ધોયા પછી પણ હેડફોનને કંઇ થતું નથી.

સ્વારોવસ્કી યુએસબી નેકલેસ

સ્વારોવસ્કી યુએસબી નેકલેસ

પ્રેમિકાને કોઇ ગિફ્ટ આપવા અથવા રિસાયેલી પત્નીને મનાવવા માટે જ્વેલરીથી બેસ્ટ કોઇ વસ્તુ નથી, પરતુ શું તમે એવી જ્વેલરી ગિફ્ટ આપવા માગો છો જે હટકે હોય. જ્વેલરી બનાવતી કંપની સ્વારોવસ્કીએ યુએસબી નેકલેસ બનાવ્યો છે, જે પહેરી પણ શકાય છે અને પેન ડ્રાઇવ તરીકે ઉપયોગમાં પણ લઇ શકાય છે.

નાઇક+ફ્યૂલબેંડ

નાઇક+ફ્યૂલબેંડ

નાઇક ફ્યૂલબેંડ માત્ર તમારા શરીરમાં થતી ગતિવિધિઓ પર જ નજર નથી રાખતી પરંતુ તેમાં લાગેલી લિડ લાઇડ સ્ક્રીન તેને દર્શાવે પણ છે.

English summary
Its latest flexible OLED is the world's first to be made using fully organic transistors-and it's surprisingly pleasing display could wrap around your entire wrist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X