For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સફેદ ડુંગળી કેમ છે લાભકારક? જાણો 13 કારણો

|
Google Oneindia Gujarati News

ડુંગળી છે સ્વાસ્થય માટે લાભકારક તે વાત તો બધા જ જાણે છે પણ ડુંગળીમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તે જ રીતે તેના ફાયદા પણ અલગ અલગ હોય છે. જો કે કોઇ પણ જાતિની ડુંગળી ખાવી સ્વાસ્થય માટે તો લાભકારક છે ત્યારે સફેદ ડુંગળી ખાવાની આપણા શરીરને કયા 13 લાભો થાય છે તે વિષે આજે અમે તમને જણાવીશું.

સફેદ ડુંગળીમાં ફાઇબર, ફોલિક એસિડ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ એજન્ટ હોય છે.

સાથે જ તે પાર્કિનસન, કેન્સર જેવી બિમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. વળી સફેદ ડુંગળી અન્ય ડુંગળીની પ્રજાતિ કરતા સ્વાદમાં વધુ સ્વાદિષ્ઠ અને ઓછી તીખી હોય છે. ત્યારે સફેદ ડુંગળીના આવા જ કેટલાક ફાયદા વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

હદય

હદય

હદયને સ્વસ્થ રાખવાનું સફેદ ડુંગળી મદદરૂપ થાય છે. તમે આ ડુંગળીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને લોહીમાં થતી ગાંઠવામાંથી રાહત મેળવી શકો છો.

કેન્સર

કેન્સર

સફેદ ડુંગળીમાં એન્ટી કેન્સર તત્વો હોય છે. વળી તમે આ ડુંગળી ખાવાથી કેન્સરથી દૂરી બનાવી શકો છો.

લોહી

લોહી

સફેદ ડુંગળી લોહીને પતળું કરે છે. જેથી મોટી ઉંમકના લોકો અને હદય રોગના દર્દીઓને આના સેવનથી લાભ મળી શકે છે.

બળતરા

બળતરા

સલ્ફરની મોટી માત્રા હોવાના કારણે એસીડિટી અને શરીરની બળતરાને ઓછી પણ કરે છે. વળી તે અસ્થમાના રોગી માટે પણ સારી છે.

રોગપ્રતિકારક શક્તિ

રોગપ્રતિકારક શક્તિ

તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને એલર્જીક બિમારીઓથી વ્યક્તિને દૂર પણ રાખે છે.

પાચન પ્રક્રિયા

પાચન પ્રક્રિયા

ડુંગળી ખાવાથી પાચન પ્રક્રિયામાં પણ સુધાર આવે છે. અને તે ડાયેરિયા અને ગેસ્ટિક અલ્સરમાં પણ રાહત આપે છે.

મધુમેહ

મધુમેહ

સ્લફર અને ક્રોમિયમની સારી માત્રાના કારણે મધુમેહના દર્દીઓ માટે પણ સફેદ ડુંગળી ખાવી લાભકારક છે.

હાડકાં

હાડકાં

સફેદ ડુંગળી ખાવાથી હાડકાંનું ધનત્વ વધે છે. ખાસ કરીને વુદ્ધ લોકો જેમના હાડકા નબળા થઇ જાય છે તેમને આ ખાવી લાભકારક છે.

વંધ્યત્વ

વંધ્યત્વ

આ ડુંગળી વંધ્યત્વના પ્રશ્નોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વળી બાળકમાં જન્મથી થતી ખામીઓને રોકે છે.

સ્વસ્થ વાળ

સ્વસ્થ વાળ

સારા અને સ્વસ્થ વાળો માટે પણ સફેદ ડુંગળી ખાવી લાભકારક છે. વળી તેનાથી વાળનું ટેક્ચર પણ સુધરે છે. અને ખોપડી પણ સ્વસ્થ રહે છે.

શરદી

શરદી

સફેદ ડુંગળીને શરદી વખતે ખાવી લાભકારક છે. વળી આજકાલ અનેક શરદીની બિમારીઓની દવામાં ડુંગળીના અંશોને નાખવામાં આવે છે.

સ્ક્રીન

સ્ક્રીન

જો તમારે સૌમ્ય અને આકર્ષક સ્ક્રીન જોયતી હોય તો સફેદ ડુંગળી ખાવી જોઇએ કારણ કે તેમાં વિટામિન સી હોય છે જે સ્ક્રીન માટે લાભકારી હોય છે.

ઊંધ

ઊંધ

ડિપ્રેશન અને અનીંદ્રા માટે પણ સફેદ ડુંગળી એક કારગર ઉપચાર છે. તેને રોજ ખાવાથી સારી ઊંધ આવે છે.

English summary
Onions will definitely make you cry, but it is a rich store house of nutrients! Onions are inevitable part of Indian cooking recipes. According to the researchers, white onions are super-healthy with vitamin-c, flavonoids, and phytonutrients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X