For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરુષો આ 7 કામ ના કરો નહીં તો ટાલિયા થઇ જશો!

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે પુરુષોને તેમના વાળને લઇને એકદમ કેરફ્રી હોય છે ત્યાં સુધી જ્યાં સુધી તેમના માથામાંથી વાળ ઓછા ના થવા લાગે અને પછી જ્યારે તેવું થાય છે ત્યારે પણ તેઓ મોટાભાગે આ વાતને ઇગ્નોર કરે છે. અને ટાલિયા થવા લાગે છે ત્યારે તેમને ભાન થાય છે કે સાલ્લુ આ શું થઇ ગયું!

જે બાદ તે રૂપિયા ખર્ચને વાળ લાવવા માટે મહેનત કરે છે. પણ આજે અમે તમને કેટલીક તેવી વાતો જણાવાના છીએ જે તમને ટાલિયા થતા રોકી શકે છે. કારણે જો તમારે ટાલિયા ના થવું હોય તો તમારે તમારા વાળને લઇને સતેજ બનવું પડશે. અને વાળ હશે તો જ હેન્ડસમ લાગશો. તો બસ નીચેના આ મુદ્દા ધ્યાનમાં રાખો અને થોડી પોતાના વાળની માવજત કરો....

વાળ ધોવા

વાળ ધોવા

મોટાભાગના પુરુષો બાથરૂમમાં વધુ સમય નાહવાને ક્રાઇમ માને છે. અને તે જલ્દી જલ્દીમાં માથુ ધોવે છે. કારણ કે નાના વાળ છે તો વાર શાની, જે કારણે કેમેકિલવાળો શેમ્પુ તેમના માથામાંથી બરાબર રીતે નીકળતો નથી અને તે પાછળની વાળ માટે સમસ્યા ઊભી કરે છે.

જેલ લગાવવી

જેલ લગાવવી

હેન્ડસમ દેખાવા માટે તે તેમના વાળમાં અનેક પ્રોડક્ટ લગાવે છે. સ્ટાઇલિંગ જેલ,Mousse તે પણ ત્યારે જ્યારે તેમના વાળ ભીના હોય. ક્યારેય પણ ભીના વાળમાં જેલ કે અન્ય પ્રોડક્ટ ના લગાવો, ભીના વાળના લીધે આ પ્રોડક્ટના કેમિકલ વાળની અંદર જાય છે. જે વાળને ખરાબ કરે છે. તો સૂકા વાળમાં જ હંમેશા આવા પ્રોડક્ટ લગાવો.

ટાલ પર બાલ

ટાલ પર બાલ

ધણા લોકોને ટાલ પડતા તે વાળની હેસ્ટાઇલ તેવી કરી લે છે જેથી તેમની ટાલ છુપાઇ જાય. જો કે આવું કરવું તે કોઇ લાંબા સમયનો ઉકેલ નથી. માટે ટાલની શરૂઆતમાં જ યોગ્ય ઉપચાર લેવાનું શરૂ કરવું જોઇએ. નહીં તો ટાલ છુપાવવા માટે પણ માથામાં વાળ નથી રહેતા.

હેરસ્ટાઇલ

હેરસ્ટાઇલ

આજકાલના યુવાનો માથામાં અલગ અલગ પ્રકારની હેરસ્ટાઇલ લે છે જે એક સામાન્ય વાત છે. પણ તેમ કરવાના ચક્કરમાં તે ક્યારેક પોતાના વાળને ખુબ જ ચુસ્ત રીતે બાંધી દે છે. જેથી તેમના આગળના વાળમાં ટાલ પડવાની શરૂઆત થાય છે. ત્યારે તમારી હેરસ્ટાઇલ તમારે બદલતા રહેવું જોઇએ. અને બહુ ફીટ વાળ ના બાંધવા જોઇએ.

હેરપ્રોડક્ટ

હેરપ્રોડક્ટ

અનેક પુરુષો કેમિકલ બેઝ પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ કરે છે. સ્ટાઇલીશ લાગવાના ચક્કરમાં વધુ પડતા કેમિકલ તેમના માથામાં પર વાળ જ નથી રહેવા દેતા.

વધુ વાર માથુ ધોવું

વધુ વાર માથુ ધોવું

ગરમીના દિવસોમાં પુરુષો અઠવાડિયામાં બે-ત્રણ વાળ વાર ધુવે છે. તેમના વાળ નાના હોય છે એટલી જલ્દી ધોવાઇ પણ જાય અને આમ કરવાથી તેમના વાળની ચામકી કેમિકલવાળા શેમ્પુની વધારે પડતી સૂકી થઇ જાય છે જે વાળ ખરવા માટે જવાબદાર છે.

ધૂસીને લૂસવું

ધૂસીને લૂસવું

ધણા પુરુષો માથુ ધોતી વખતે માથામાં ધસી ધસીની આંગળીઓ ફેરવે છે અને માથુ ધોવાયા પછી પણ ધસી ધસીને માથાના વાળ ટુવાલથી સાફ કરે છે. જે હેરફોલ વધારે છે. શ્રેષ્ઠ તો એ જ રહેશે કે તમે હળવા હાથે મસાજ કરો.

English summary
Having good hair can elevate the appearance of a man to a great extent. Thin, unhealthy hair with no lustre can surely be undesirable and can ruin your entire look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X