For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ડુંગળી ઉગાડશે તમારી ટાલ પર વાળ

|
Google Oneindia Gujarati News

વાળ એક એવી સમસ્યા છે જેનો સામનો દરેક વ્યક્તિને કોઇને કોઇ ઉંમરે કરવો જ પડે છે. અને વાળ આપણા સૌદર્યનું એટલું મહત્વપૂર્ણ અંગ છે કે તે ના હોય તો આપણો સુંદર અને આકર્ષક ચહેરો પણ અજીબ થવા લાગે છે. વળી આજકાલનું પ્રદૂષણ અને આપણી જીવન જીવવાની પદ્ધતિ આપણા માથમાં રહેલા વાળને પણ દૂર ભગાડી રહ્યા છે.

લસણથી ઉગાડો તમારા માથમાં વાળ, અને ટાલથી મેળવો મુક્તિ

અને આજ કારણ છે કે બજારમાં મોટી સંખ્યામાં વાળ ઉધાડવા માટેના પ્રોડક્ટો ધૂમ વેચાઇ રહ્યા છે પણ આમાંથી ખરેખરમાં કારગર કયા અને કેટલા છે તે વાત કોઇ નથી જાણતું બધા બસ ખરીદે રાખે છે અને કામ ના આવતા બીજા ખરીદે છે. આ વચ્ચે અમે તમારી માટે કેટલાક ધરગથ્થુ ઉપાયો લાવ્યા છે. જેમાં તમારે પૈસા નહીં પણ થોડા સમય જ ખર્ચવો પડશે. તો જો તમે વાળોનું કોઇ સમસ્યાથી પીડાતા હોવ તો આ લેખ વાંચી ડુંગળી દ્વારા તમારા વાળની આવી જ કેટલીક સમસ્યાનો ઉકેલ મેળવો....

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

ડુંગળીના મોટા ટુકડા કરીને તેને મિક્સીમાં ક્રસ કરીને આ રીતે ડુંગળીનો રસ તૈયાર કરો. તેને તમારા માથામાં ધસો અને લગાવો પછી 30-40 મિનિટ પછી વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ લો. વાળનું ધ્યાન રાખવાનો આ બેસ્ટ ઉપાય છે. તે તમારા વાળોની તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

ડુંગળીના રસને ગરમ પાણી સાથે વાળ પણ ધોઇ શકો છો. આમ કરવાથી માથાનો ખોડો દૂર થાય છે. માથાની ચામડી સ્વસ્થ બને છે. અને ડુંગળીના રસનો મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ પણ વધે છે.

ડુંગળી અને રમ

ડુંગળી અને રમ

જો તમને તમારા વાળ ચમકદાર કરવા હોય અને સાથે જ વાળનો જથ્થો વધારવો હોય તો એક ઝારમાં ડુંગળી સમારીને તેના મોટા ટુકડા મૂકો. તેમાં રમ નાખો. આખી રાત રહેવા દો. અને બીજા દિવસે આ પ્રવાહીને તમારા માથામાં લગાવો અને થોડી વાર પછી તેને શેમ્પુથી ધોઇ દો.

ડુંગળી અને નારિયેળનો હેરપેક

ડુંગળી અને નારિયેળનો હેરપેક

ડુંગળીના રસ, નારિયેળનું ચેલ અને અન્ય અસેન્સિયલ ઓઇલના કેટલાક ડ્રોપને મિક્સ કરીને તમારા માથામાં લગાવો અને તે પછી માથું ધોઇ દો.

ડુંગળી અને મધ

ડુંગળી અને મધ

સૂકા વાળ માટે આ હેરપેક ફાયદા કારક છે. 2 ટેબલ સ્પૂન ડુંગળીનો રસ અને એક ટેબલ સ્પૂન મધ તે માપે એક સોલ્યુશન બનાવી માથામાં લગાવો. મસાજ કરો અને 15-20 મિનિટ પછી તેને શેમ્પુથી ધોઇ લો. અઠવાડિયામાં એક વાર આ માસ્કનો ઉપયોગ કરો અને પછી જુઓ કમાલ.

ડુંગળી અને ઓલિવ ઓઇલ

ડુંગળી અને ઓલિવ ઓઇલ

ડુંગળી અને ઓલિવ ઓઇલની સ્મૂધ પેસ્ટ બનાવી તે પેસ્ટને માથામાં લગાવો. તમે જો ઇચ્છો તો આ મિશ્રણમાં એક કપ બિયર પણ મેળવી શકો છો. અને પછી 1થી 2 કલાક બાદ વાળ ધોઇ લો.

નોંધ

નોંધ

એક વાતની ખાસ તપાસ કરી લેજો કે તમારી ચામડીને ડુંગળીથી કોઇ એલર્જીના હોય તેવું હોય તો હાથની કૂણી પર ડુંગળીનો રસ લગાવી થોડી વાર માટે જોઇ જુવો. જો બળતરા ના થતી હોય તો ઉપરોક્ત પ્રયોગ કરી શકો છો.

English summary
Hair problems are one of the most serious problems you face every day. Hair fall, dandruff, itching, smelly scalp and lots of other hair problems ultimately make you go bald. How embarrassing it can be, right?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X