For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીમાં પણ તમને ગરમી પુરી પાડે છે આ ખાદ્ય પદાર્થો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે, એવામાં ફક્ત ગરમ કપડાં પહેરીને ઠંડીથી બચવું મુશ્કેલ છે. શરીરમાં આંતરિક ગરમી હોવાથી તમને ઠંડી ઓછી લાગશે અને બિમારીઓથી પણ બચી શકાશે. શિયાળામાં શરીરની સુરક્ષા જરૂરી હોય છે, એટલા માટે તમારે યોગ્ય આહાર લેવો જરૂરી છે. શિયાળાની સિઝનમાં એવા શાકભાજી અને ફળ ખાવ, જેનાથી શરીરમાં ગરમી મળે. ભોજન, સ્વાસ્થ્યને લઇને સ્વસ્થ બનાવી રાખો.

યોગ્ય ભોજન ગ્રહણ કરવાથી શરીરમાં બીએમઆઇ સંતુલિત રહે છે. કેટલીક ખાદ્ય સામગ્રી જેવી કે લસણ, મેથી વગેરે શરીરને ગરમી પુરી પાડે છે. એવી ઘણી ખાદ્ય સામગ્રી પણ જે ઠંડીના દિવસોમાં શરીરનું તાપમાન જાળવી રાખે છે અને રોગ પ્રતિકારક ક્ષમતાને પણ મજબૂત બાનવે છે. જાણો એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે:

આદું

આદું

બાળપણથી જ આપણે દાદીના ઘરેલું નુસખામાં આદુનું નામ સૌથી વધુ સાંભળતા આવ્યા છે. પરંતુ આદુ ખરેખર ગુણકારી છે. શિયાળાના દિવસોમાં આદુવાળી ચા અથવા તેનું અથાણું ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી મળે છે અને પાચન ક્રિયા સારી રહે છે.

મગફળી

મગફળી

ઠંડીના દિવસોમાં વાતાવરણમાં ઓક્સિજનની કમી હોય છે. જો તમે ઠંડીની સિઝનમાં કોઇ એવું ફૂડ કેવાનું પસંદ કરો છો જે શરીરમાં ગરમી આપે અને પૂરતી માત્રામાં ઓક્સિજન ગ્રહણ કરવામાં મદદ કરે, તો મગફળીનું સેવન કરો. આ ઠંડીની સિઝનમાં શરીરને ગરમ રાખે છે.

મધ

મધ

ઠંડીની સિઝનમાં તમારા ભોજનમાં મધનો અવશ્ય સમાવેશ કરો. આનાથી પાચન ક્રિયામાં સુધારો આવશે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે.

બદામ

બદામ

બદામ ઘણા ગુણોથી ભરપૂર હોય છે. તેને શિયાળામાં સૌથી સારું ફૂડ માનવામાં આવે છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે, જે શિયાળાની સૌથી મોટી સમસ્યા છે. બદામમાં ડાયાબિટિસને કન્ટ્રોલ કરવાનો ગુણ હોય છે. તેમાં વિટામીન-ઇ ભરપૂર હોય છે.

અનાજ

અનાજ

કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે જેમ કે બાજરી. શિયાળામાં બાજરીનો રોટલો બનાવીને ખાવ. નાના બાળકોને બાજરીનો રોટલો જરૂર ખાવો જોઇએ. તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક ગુણ પણ હોય છે.

રસીલા ફળ ન ખાવ

રસીલા ફળ ન ખાવ

શિયાળામાં સરીલા ફળોનું સેવન ના કરો. સંતરા, રાસબરી અથવા મોસંબી તમારા શરીરને ઠંદી પુરી પાડે છે અને તમને શરદી થઇ શકે છે. જો આ ફળ ખાવા હોય તો તેને તડકામાં બેસીને ખાવ.

ગરમ કરવું

ગરમ કરવું

શિયાળામાં એવી ખાદ્ય સામગ્રી ખાવ જે શરીરને ગરમ કરી દે જેમ કે તલ, રામદાણા વગેરે. આનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે અને તે ગરમ રહે છે. આ ઉપરાંત મેટાબોલ્ઝિમ પણ સારું રહે છે.

ઓમેગા- 3 ફેટી એસિડ

ઓમેગા- 3 ફેટી એસિડ

શિયાળામાં ઓમેગા 3 ફેટી એસિડ સૌથી સારું ફૂડ છે. આ મુખ્ય રીતે માછલીમાં જોવા મળે છે. શિયાળામાં માછલીનું સેવન કરો, આનાથી શરીરમાં ગરમી મળે છે. તેમાં જિંક ભરપૂર હોય છે અને તે સફેદ રક્ત કોશિકાઓને સક્રિય કરી દે છે, જે શરીરની રોગ પ્રતિકારક વધારવામાં મદદ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ શરીરની બિમારીને દૂર રાખે છે.

શાકભાજી

શાકભાજી

તમારા ખોરાકમાં લીલા શાકભાજીનું સેવન અવશ્ય કરો. શાકભાજી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને ગરમી પુરી પાડે છે. ઠંડીની સિઝનમાં મેથી, ગાજર, પાલક, લસણ, બીટનું સેવન કરો. તેનાથી શરીરને ખૂબ ઉર્જા મળે છે.

English summary
Food is something that will decide on your health.Here are a few foods that will help you stay warm in winters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X