For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરા બચીને રહેજો...આ 11 રીતના ખોરાક કરાવે છે એસિડિટી

|
Google Oneindia Gujarati News

એસિડિટીનું દુખ તે જ સમજી શકે છે જેને એસિડિટી થતી હોય. ન રહેવાય અને ન સહેવાય તેવી સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે પેટમાં ખાવાનું પચાવનાર એસિડ જરૂરિયાત કરતા વધુ થવા લાગે અને તેના કારણે તે દર્દીની છાતીમાં બળતરા ઉત્પન્ન કરે. અને અનેક લોકોને આ કારણે ભારે સમસ્યા થાય છે તથા અનેક રીતની દવાઓ લેવા છતાં પણ તેમને રાહત નથી થતી.

વળી સામાન્ય રીતે તેલ અને મસાલેદાર ભોજન ખાવાથી અને વધુ પડતી કોફિન વાળા પીણાં પીવાથી એસીડિટી વધુ થાય છે. ત્યારે આજે અમે તમને તેવા આહારો વિષે જણાવાના છીએ જેને ખાવાથી એસિડિટીની સમસ્યા વધુ વિકટ બની જાય છે. તો જાણો તે આહાર અને બની શકે તો તેનાથી દૂર રહો.

મસાલેદાર ભોજન

મસાલેદાર ભોજન

મરચાં અને અન્ય મસાલેદાર વસ્તુઓ શરીરમાં વધુ એસિડિટી પેદા કરે છે. અથાણાં, મસાલાવાળો સોસ, ચટણી તમને એસિડિટી કરાવી શકે છે.

ચોકલેટ

ચોકલેટ

ચોકલેટ ખાવી કોને પસંદ ના હોય પણ ચોકલેટમાં અને તેમાં ડાર્ક ચોકલેટમાં વધુ પડતો કોફિન, કોકો અને હાઇ માત્રામાં ફેટ હોય છે. અને આ ત્રણે વસ્તુઓ તમને એસિડિટી કરે છે.

સોફ્ટ ડ્રિંક

સોફ્ટ ડ્રિંક

ધણીવાર એસિડિટી થતા લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવે છે. પણ તેમાં જે કોબ્રોહાઇડ્રેટ બબલ્સ હોય છે તે પેટમાં જઇને વધુ એસિડ ઉત્પન્ન કરે છે.

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડ

ફાસ્ટ ફૂડને મોટા પાયે ડીપ ફ્રાઇ કરવામાં આવે છે. જે તમારી છાતીમાં બળતરો ઉત્પન્ન કરી શકે છે. તો આવા ખાવાથી દૂર રહો.

કુકીઝ

કુકીઝ

બેક્ડ આઇટમ એક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ છે. તેમાં ખાંડ પણ મોટા પ્રમાણમાં હોય છે. અને મેદા અને ખાંડનું આ મિશ્રણ એસિડિટી કરી શકે છે.

દારૂ

દારૂ

બીયર, વાઇન અને દારૂની અન્ય આઇટમો પણ એસિડિટી કરાવી શકે છે.

બટર ચીઝ

બટર ચીઝ

બટર અને ચીઝમાં પણ ફેટ મોટી માત્રામાં હોય છે અને તેનાથી એસિડિટી થઇ શકે છે. વળી તે પચવામાં પણ વધુ સમય લે છે.

મેવા

મેવા

સૂકા મેવામાં હેલ્થી ફેટ્સ હોય છે અને ઓમેગા 3 જે એસિડિટી પેદા કરે છે.

માંસાહાર

માંસાહાર

બીફ, પોર્ક અને બકરીના માંસથી પણ મોટા પ્રમાણમાં એસિડિટી થાય છે. જો કે ચિકન અને માછલીનું ભોજન તેવી એસિડિટી નથી કરાવતો.

ચા અને કોફી

ચા અને કોફી

જે લોકોને દિવસમાં 2થી વધુ કોફી કે ચા પીવે છે કાં તો પછી દર થોડા કલાકે ચા-કોફી પીવે છે તેને એસિડિટી થઇ શકે છે.

ટમાટા, સંતરા, સિટ્રસ ફ્રૂટ

ટમાટા, સંતરા, સિટ્રસ ફ્રૂટ

સિટ્રેસ ફ્રૂટ પણ તમને એસિડિટી કરાવી શકે છે. આવી વસ્તુ ખાલી પેટે ના ખાવી જોઇએ તેનાથી એસિડિટી થઇ શકે છે.

English summary
Foods That You Didn't Know Cause Acidity If you suffer from acidity, there are certain foods you should avoid because they trigger heartburn.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X