For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખમણ/ ઢોકળા ખાવા "હેલ્થી" છે?

|
Google Oneindia Gujarati News

ઢોકળા...આ શબ્દ સાંભળતા જ કોઇ પણ ગુજરાતીના મનમાં એક સવાલ ઊભો થઇ જાય "કયા ઢોકળા?" ટમટમ ઢોકળા, ખાટાં ઢોકળા, રવાનો ઢોકળા, દાળનો ઢોકળા કે ખમણ ઢોકળા?એટલું જ નહીં ગુજરાતમાં રહેતા કોઇ પણ ગુજરાતીના ઘરમાં મહિનામાં એક વાર તો ઢોકળા બન્યા જ હોય, નહીં તો પછી બહારથી આવ્યા જ હોય.

સવારના નાસ્તામાં ગરમાં ગરમ ખમણ ઢોકળા, તેની સાથે મરચુ કે લસણની ચટણીને એક આદુ, ફુંદીના વાળી ચા મળી જાય એટલે બસ, દિવસ સુધરી જાય...! પણ શું તમે કદી વિચાર્યું છે કે ઢોકળા સ્વાસ્થયવર્ધક છે. આમ હવે ઘીરે ઘીરે ગુજરાતીઓ તેમના હેલ્થને લઇને સજાગ થઇ રહ્યા છે. તો જો તમારી ફેવરેટ ડિશ ઢોકળા હોય તો તેની વિષે આ વાત તો તમારે જાણવી જ રહી...

ફાયદો નંબર 1

ફાયદો નંબર 1

ઢોકળાનું જે ખીરું હોય છે તેને પહેલા આથો આપવામાં આવે છે જે આ ખોરાકની પોષણ મૂલ્યને વધારે છે.

ફાયદો 2

ફાયદો 2

ઢોકળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછી હોય છે. તો જે લોકોને બલ્ડ સુગરની સમસ્યા હોય છે તેમના માટે ઢોકળાથી લાભ રહે છે.

ફાયદો 3

ફાયદો 3

દાળમાંથી બનેલા ઢોકળામાં પ્રોટિન અને ફાઇબર સારી માત્રામાં હોય છે. જેના કારણે આપણને ભૂખ પણ ઓછી લાગે છે.

લો કેલરી

લો કેલરી

ઢોકળા એક લો કેલરી ખોરાક છે 50 ગ્રામ ઢોકળા ખાવાથી અંદાજે 80 કેલરી મળે છે.

બાફેલો ખોરાક

બાફેલો ખોરાક

વળી તે બાફીને બનાવવામાં આવે છે જેના કારણે તેના પોષણ મૂલ્યા બન્યા રહે છે.

કાર્બોહાઇડ્રેડ

કાર્બોહાઇડ્રેડ

વળી તેમાં કાર્બોહાઇડ્રેડ પણ સારી માત્રામાં હોય છે. જે તમને એનર્જી આપે છે. અને તે કોઇ પણ સમયે તેર ભરેલા આલુ સમાસો કરતા સારા જ છે.

નુક્શાન

નુક્શાન

જો કે સ્ટ્રીમ ઢોકળાા અને ઓછા સોડા વાળા ઢોકળા વધુ હેલ્થી છે. તો જો તમે પણ ઢોકળા અને ખમણ ખાવાના શોખીન હોવ તો આ વાતનું ધ્યાન રાખી મન ભરીને તમારી આ પ્રિય વાનગી ખાઇ શકો છો.

English summary
Dhokla is a Gujarati dish. It is a vegetarian item. It is a product made predominantly with chickpea flour. Some use both rice flour and chickpeas. It is made of fermented batter. Many people eat it both as a snack and as breakfast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X