For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખડખડાટ હાસ્ય આપનો જીવ પણ લઇ શકે છે, 15 કારણો પર એક નઝર!

|
Google Oneindia Gujarati News

મિત્રો આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે 'હસે તેનું ઘર વસે..' લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે હસવાનું વ્યાયામ પણ કરતા હોય છે. અને હસવું એ સ્વાસ્થ્ય માટે સારુ પણ હોય છે એ સાબિત થઇ ચૂક્યું છે. પરંતુ મેડિકલ ઇન્ડસ્ટ્રીએ સારી બાબતોમાં પણ ખોડખાપણ શોધી શકે છે. હવે ડોક્ટરોને આપણા હસવા પર પણ વાંધો છે. તેમનું કહેવું છે કે હસવું એ સ્વાસ્થ્ય માટે ખતરનાખ છે. આના માટે તેમણે પંદર જેટલા કારણો પણ બતાવ્યા છે.

બ્રિટિશ મેડિકલ જર્નલના ક્રિસમસ એડિશનમાં રૉબિન ફેરનર અને જેફરી એરનસને એક લેખ લખીને હસવાના પંદર સાઇડ ઇફેક્ટ પર પ્રકાશ પાડ્યો છે. આના માટે તેમણે 1946થી અત્યાર સુધીના 785 પેપર્સનું અધ્યયન કર્યું છે.

ક્લિનિકલ ફાર્માકોલોજિસ્ટ ફેરનરે ટાઇમ મેગેઝિનને જણાવ્યું કે 'એવું લાગે છે કે આપણે જેને સૌથી સારી દવા ગણાવીએ છીએ, તે હાસ્ય હવે નુકસાન પણ પહોંચાડી શકે છે. મોટાભાગે તો આનાથી લોકો ખુશ થાય છે પરંતુ હસવું એ લોકોના જીવ પણ લઇ શકે છે.'

હસવાથી કેવી રીતે જઇ શકે છે જીવ જાણો 15 કારણો....

વિશ્લેષણની ક્ષમતા ઘટી જાય છે

વિશ્લેષણની ક્ષમતા ઘટી જાય છે

વધારે પડતું હસવાથી વિશ્લેષણની ક્ષમતામાં ઘટાડો થઇ શકે છે

મૂર્છિત થવું

મૂર્છિત થવું

હસવાથી વ્યક્તિ મૂર્છિત પણ થઇ શકે છે.

અસામાન્ય ધબકારા

અસામાન્ય ધબકારા

અપ્રમાણસરના હાસ્યથી અસામાન્ય ધબકારાને અસર પડે છે.

cardiac rupture

cardiac rupture

કાર્ડિએક રેપ્ચર એટલે કે હૃદયમાં ભંગાણ પડવું.

શ્વાસ નળીમાં ખાવાનું ફસાઇ શકે છે

શ્વાસ નળીમાં ખાવાનું ફસાઇ શકે છે

હસતા હસતા આપની શ્વાસ નળીમાં ખાવાનું ફસાઇ શકે છે અને તેના કારણે પણ આપનું મોત થઇ શકે છે.

દમ

દમ

હસતા હસતા દમ ઘુટવાનો દોરો પણ પડી શકે છે.

ફેફસાને અસર

ફેફસાને અસર

લાંબા ગાળે આપના ફેફસાઓ ખલાસ થઇ શકે છે.

Emphysema

Emphysema

એમ્ફઝીમા એટલે કે માંસપેશીઓનો સોજો આવી શકે છે.

ઇન્ફેક્શન

ઇન્ફેક્શન

હસતી વખતે આપ મોઢા દ્વારા વધારે હવાને પોતના શરીરમાં લઇ જાવ છો, જેનાથી તમને ઇન્ફેક્શન પર લાગવાની સંભાવના વધી જાય છે.

માંસપેશિયોમાં ખેંચાણ

માંસપેશિયોમાં ખેંચાણ

હસતા હસતા માંસપેશિઓમાં ખેંચાણની સ્થિતિ સર્જાઇ શકે છે.

માથાનો દુ:ખાવો

માથાનો દુ:ખાવો

વધારે હસવાના કારણે તમને માથાનો દુ:ખાવો થઇ શકે છે.

સ્ટ્રોક

સ્ટ્રોક

સ્ટ્રોક એટલે કે તમને ખેંચ આવી શકે છે, જેમાં વ્યક્તિ ધ્રૂજારી સાથે બેભાન અવસ્થામાં પડી જાય છે.

આપનું ઝબડુ હલી શકે છે

આપનું ઝબડુ હલી શકે છે

વધારે હસવાથી આપનું ઝબડું હલી શકે છે, ઘણા કિસ્સાઓમાં લોકોના મોઢા ખુલ્લાને ખુલ્લા રહી જતા હોય છે.

યુરીન થઇ જવું

યુરીન થઇ જવું

ઘણી વખત ખૂબ જ ખુલીને હસનારા લોકોને પોતાની અન્ય ઇન્દ્રીયો પર કાબૂ રહેતો નથી અને તેમનાથી યુરીન છૂટી જાય છે.

કારણ વગર હસવું બિમારીનું ઘર

કારણ વગર હસવું બિમારીનું ઘર

ફેરનરના પેપરમાં વધુ એક દુ:ખદ બાબત બતાવવામાં આવી છે. તેમણે લખ્યું છે કે જો આપ કોઇ કારણ વગર હસો છો તો તેનો અર્થ છે કે આપ ઘણી બધી બિમારીઓનો શિકાર બની શકો છો. તેમાં બ્રેઇન ટ્યૂમરનો પણ સમાવેશ થાય છે.

સારુ લાગવું એ ખરાબ નથી

સારુ લાગવું એ ખરાબ નથી

જોકે આ લેખમાં હસવાની ઘણીબધી ખુબીઓ પણ બતાવવામાં આવી છે. એટલે કે હસવું એ મેદસ્વીપણાનો ઇલાજ છે કારણ કે આનાથી રોજ 2000 કેલરીઝનું દહન થાય છે. પરંતુ ફેરનર જણાવે છે કે 'જુઓ, અમે ખૂબ સનકી છીએ, ભલે હસવાના ખૂબ જ સાઇડ ઇફેક્ટ્સ હોય પરંતુ હસીને આપણને સારુ લાગે છે. અને સારુ લાગવું એ એ ખરાબ નથી હોતું.'

English summary
Know about 15 reason, Why laughing is bad for your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X