For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન શિવ પાસેથી જાણો જીવન જીવવાની 10 રીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શિવજીને દેવોના દેવ કહેવામાં આવે છે, તેમને મહાદેવ, ભોલેનાથ, શંકર, મહેશ, રૂદ્ર, નીલકંઠના નામેથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મના પ્રમુખ દેવતાઓમાં એક છે. તેમનું નામ રૂદ્ર છે. શિવજીના 108 નામ છે, તથા તેમના પણ પોતાના મહત્વ છે. વર્ષોથી આપણે શિવજીની પૂજા કરતાં આવ્યાં છીએ. ક્યારેય તમે વિચાર્યું છે કે તેમને મહાદેવ કેમ કહેવામાં આવે છે. અને તેમને અન્ય ભગવાનોથી વધુ કેમ પૂજવામાં આવે છે. તેનું પણ મોટું કારણ છે. તમને ખબર છે ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહેતા હતા, પોતાની પત્ની પાર્વતી અને બે પુત્ર ગણેશ અને કાર્તિકેયની સાથે.

જાણો હિન્દુ પરંપરાઓ પાછળ કયું છે વૈજ્ઞાનિક મહત્વજાણો હિન્દુ પરંપરાઓ પાછળ કયું છે વૈજ્ઞાનિક મહત્વ

તે ક્યારેય કોઇ મહેલમાં રહ્યાં નથી. કદાચ આ જ કારણથી તે અન્ય દેવતાઓથી અલગ છે. અને તેમની વેશભૂષાથી પણ ખબર પડે છે. બીજા દેવતાઓની માફક તે આભૂષણ પહેરતા નથી. પરંતુ તેમના માથામાં ચંદ્રમા તથા જટાઓમાં ગંગાજીનો વાસ છે.

દુનિયાને બચાવવા માટે શિવજીએ ઝેર પી લીધું હતું ત્યારબાદ તેમનું નામ નીલકંઠ પડ્યું. તેમના ગળામાં નાગ વીંટાયેલો છે, હાથોમાં ડમરૂ અને ત્રિશુલ છે. તો આજે આપણે તેમની વેશભૂષા વિશે વાત કરીશું. કારણ કે તેનું પણ એક આગવું મહત્વ છે.

શિવજીની જટા જે શરીર અને આત્માનું સામંજસ્ય દર્શાવે છે

શિવજીની જટા જે શરીર અને આત્માનું સામંજસ્ય દર્શાવે છે

જો તમે એક સારા વિદ્યાર્થી બનવા માંગો છો તો તેના માટે તમારા મગજ અને આત્માનું સ્વસ્થ્ય હોવું ખૂબ જ જરૂરી છે. અને તેના માટે પોતાના મન, શરીર અને આત્માની વચ્ચે સંતુલન રાખવું પડશે. જેથી તમે કોઇપણ બિમારી સાથે લડી શકો છો.

ત્રીજું નેત્ર- મનની આંખો વડે જુઓ

ત્રીજું નેત્ર- મનની આંખો વડે જુઓ

જો તમે જીંદગીમાં કંઇક બનવા માંગો છો તો જે વિચાર્યું છે તેને પુરૂ કરવું પડશે. આ આપણને જીંદગી જીવતા શીખવાડે છે. જે આપણને લાગે છે કે આપણે આ નહી કરી શકીએ અને તેને પ્રાપ્ત કરવા માટે તડતોડ મહેનત કરીને પ્રાપ્ત કરી લો તો કદાચ તમને પણ તમારા પર આશ્વર્ય થશે. આ જ શિખામણ મળે છે ભગવાન શિવ પાસેથી તેનાથી આગળ અને વધુ પ્રાપ્ત કરવામાં લાગી જાવ.

ત્રિશુલ- મન, બુદ્ધિ અને અહંકાર પર કાબૂ

ત્રિશુલ- મન, બુદ્ધિ અને અહંકાર પર કાબૂ

જો તમને જીંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ બાદ અથવા ફક્ત હારના ડરથી તમે કંઇ મેળવ્યું છે, તો તમારા અંદરનો અહંકાર લાગે છે. અને જો તમે જીંદગીમાં સફળ થવા માંગો છો તો તેને કાબૂમાં રાખો. જે માણસમાં અહંકાર હોતો નથી તેની બુદ્ધિ અને મન સારી રીતે કામ કરે છે.

ધ્યાન મુદ્રા- મનની શાંતિ

ધ્યાન મુદ્રા- મનની શાંતિ

આપણી જીંદગીમાં મગજની શાંતિનું ખૂબ મોટું મહત્વ છે. આ આપણને દરરોજની પરેશાનીઓ સામે લડવાની તાકાત આપે છે અને આપણા મગજને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે.

શરીર પર રાખ- બધુ જ અસ્થાયી છે, અહીંયા સુધી કે આપણું શરીર પણ

શરીર પર રાખ- બધુ જ અસ્થાયી છે, અહીંયા સુધી કે આપણું શરીર પણ

આજકાલ સ્ત્રીઓ જ નહી પરંતુ પુરૂષો પણ પોતાની સુંદરતા માટે ન જાણે કેટલા રૂપિયા ખર્ચ કરે છે. શું આ યોગ્ય છે. એ જાણવા છતાં કે આ બધુ અસ્થાયી છે. તેનો અર્થ એ બિલકુલ એ નથી કે તમે પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરો. બહારી સુંદરતાથી નહી પોતાની અંદરની સુંદરતાને બહાર કાઢવાનો પ્રયત્ન કરો.

નીલકંઠ- બુરાઇ (ગુસ્સો)ને ખતમ કરો

નીલકંઠ- બુરાઇ (ગુસ્સો)ને ખતમ કરો

ગુસ્સો આપણા બધાનો સૌથી મોટો દુશ્મન છે, તેને ખતમ અથવા કાબૂમાં કરવો આપણી જવાબદારી છે. ગુસ્સો જો અંદર રહી જાય તો ઝેર છે અને બહાર નિકળે તો બીજ માટે હાનિકારક થઇ શકે છે. તો હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે બહાર ફરવા જતા રહો અથવા ગુસ્સાને કાબૂમાં રાખવા માટે માર્શલ આર્ટ શીખો.

ડમરૂ- શરીરની બધી ઇચ્છાઓથી મુક્ત

ડમરૂ- શરીરની બધી ઇચ્છાઓથી મુક્ત

ભગવાન શિવનું ડમરૂ એ દર્શાવે છે કે તમારી ઇચ્છા શક્તિ મજબૂત થાય જેથી તમે તમારી બુરાઇઓ પર કાબૂ મેળવી શકો. અને આ બધુ તમને પ્રાપ્ત થશે યોગ્ય ખાન-પાન અને યોગ્ય વ્યાયામથી.

ગંગા- અજ્ઞાનતાનો અંત અને જ્ઞાન તથા શાંતિની સવાર

ગંગા- અજ્ઞાનતાનો અંત અને જ્ઞાન તથા શાંતિની સવાર

સાચું જ્ઞાન જ માણસને એક સારો માણસ બનાવી શકે છે. અને પોતાના શરીર પર વિશ્વાસ રાખતા શિખવાડે છે. જેથી જીંદગી તે બધી સમસ્યાઓ સામે લડી શકે છે અને પોતાની જીંદગીને સારી રીતે બનાવી શકે છે.

કમંડળ- શરીરમાંથી બધી બુરાઇઓને દૂર કરવી

કમંડળ- શરીરમાંથી બધી બુરાઇઓને દૂર કરવી

પોતાના મન અને શરીર બંનેમાંથી ખરાબ વિચાર, નકારાત્મકતા અને ગંદકીને બહાર કાઢવી સારી અને સુંદર વિચારસણીને જન્મ આપે છે. તેથી તમારું મગજ સારી કામ કરે અને નવી વિચારસણીને વિકસિત કરવામાં મદદ કરે છે.

ગળામાં નાગ- અહંકાર પર કાબૂ

ગળામાં નાગ- અહંકાર પર કાબૂ

અહંકાર તમારો સૌથી મોટો દુશ્મન છે, અને આ ક્રોધને જન્મ આપીને તમારું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. તો તમે અહંકારને ખતમ કરી દો અને માનસિક અને શારીરિકરૂપથી શાંત રહેવાનો પ્રયત્ન કરો.

English summary
There is more to Lord Shiva than simply being the only ascetic God. His entire demeanor indicates certain key principles that we all would do well to incorporate into our daily lives. Here are the 10 things Lord Shiva symbolizes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X