For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાલિયા થતા રોકશે આ ટ્રાય એન્ડ ટેસ્ટેડ ઉપાયો

|
Google Oneindia Gujarati News

વાળ છે તો શાન છે. તે વાત તો હવે ભલ ભલા સ્વીકારે છે. કારણ કે આજના ફેશન પરસ્ત દુનિયામાં ટાલિયા રહેવું કોઇને પસંદ નથી. બધાને લાંબા સમય સુધી યુવાન દેખાવું ગમે છે. પણ હાલના પ્રદૂષણ અને આપણી ખાવા પીવાની આદતો તથા કાળઝાળ ગરમી તમારા માથાના વાળો તમારા માથામાં નથી રહેવા દેતા.

તો જો તમારા પણ વાળ ખરતા હોય અને તમને પણ તે ચિંતા સતાવતી હોય કે યાર ક્યાંક ટાલિયા ના થઇ જવું તો અપનાવો આ ઘરગુથ્થુ ઉપચારો જે ટ્રાય અને ટેસ્ટેડ છે. જે ટાલમાં વાળ ઉડાગે છે અને સાથે જ તમને ટાલિયા થતા રોકે છે. વળી બજારોમાં મળતા મોંધાદાટ ઉપચારો જેવા મોંધા પણ નથી. પણ હા તમારે નિયમિત તેનો ઉપયોગ કરવો પડશે અને તે માટે સમય પણ નીકાળવો પડશે. તો જો ટાલિયા ના થવું હોય તો વાંચો આ સરળ ઉપચારો....

તુરિયું

તુરિયું

તુરિયા નાના ટુકડા કરીને તેને નાળિયેરના તેલની સાથે સાંતળો. આ તુરિયાના ટુકડા કાળા પડી જાય ત્યાં સુધી તેને નાળિયેરના તેલમાં ગરમ કરતા રહો. પછી આ મિશ્રણને ઠંડુ થવા દો. અને તે પછી આ મિશ્રણને માથામાં 15 મિનિટ માટે મસાજ કરો.

સેવંતીના ફૂલ

સેવંતીના ફૂલ

સેવંતીના પાવડરને 20 મિનિટ સુધી સાદા પાણીમાં ઉકાળો અને પછી તે પાણીને ગાળી લો. ફરી તે પાણીને ઉકાળો. આ વખતે પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધુ થઇ જાય. આ પાણીને માથામાં મસાજ કરો. આમ કરવાથી વાળ ખરતા અટકાશે.

જામફળના પત્તા

જામફળના પત્તા

જો તમને ક્યાંકથી જામફળના પત્તા મળે તો તેને પાણી સાથે મેળવીને એક પેસ્ટ બનાવો અને તેને 20 મિનિટ સુધી માથામાં સૂકાવા દો. અને પછી માથું ધોઇ દો. તેનાથી તમારા વાળ પણ ચમકશે અને ચોખ્ખા પણ થશે.

અશ્વગંધા

અશ્વગંધા

અશ્વગંધાને ડાયરેક્ટલી જ માથામાં લગાવો. તે તમારી ટાલને જરૂરથી દૂર કરશે. રોજીંદા ઉપયોગથી વાળ ખરતા ઓછા થશે અને વાળનો ગ્રોથ પણ વધશે.

દૂધીનો રસ

દૂધીનો રસ

દૂધીના રસમાં અનેક ગુણો છે. જ્યૂસરમાં દૂધીને પીસીને તેનો રસ બનાવો અને તેને માથામાં લગાવો. તેનાથી વાળ ખરતા બંધ થશે અને વાળ જાડા પણ થશે.

અખરોટ

અખરોટ

કેટલાક અખરોટને બાફી તેનો જ્યૂસ બનાવો અને તેને નવશેકા ગરમ હોય ત્યારે જ માથામાં તેનો મસાજ કરો. તેનાથી ટાલ જરૂરથી જશે.

કેરીની ગોટલી

કેરીની ગોટલી

કેરીની ગોટલી અને આંબળાનો પાવડરને પાણીમાં મીક્સ કરો. પછી આ પેસ્ટને 20 મિનિટ માથામાં રહેવા દો. તેનાથી વાળ ખરતા ઓછા થશે અને ટાલ પણ નહીં આવે.

English summary
When it is all about hair, we are very conscious when it comes to taking care of it. Even after constant care and remedies for long thick hair, losing out on those precious strands every now and then can ruin the entire thing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X