For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World heart day: દિલને સંભાળીને રાખો, દીલને દીમાગ નથી હોતુ

|
Google Oneindia Gujarati News

આજે World heart day છે. હ્રદય આપણાં શરીરનું એ અંગ છેકે જેના વગર જીવવુ અશક્ય છે. દિલ ના હોય તો લાગણીઓ નથી હોતી, સંવેદનશીલતા નથી હોતી, અને પ્રેમ પણ નથી હોતો અને આ બધા વગર જીવન જીવન નથી હોતુ. તેથી જ શરીરના અનમોલ અંગને સ્વસ્થ્ય રાખવુ ખુબ જ જરૂરી હોય છે. અને એટલે જ વિશ્વભરમાં આજે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થઇ રહી છે. આજે ભારત સહિત આખીય દુનિયામાં લોકોને હ્રદયને સ્વસ્થ્ય રાખવા માટે દોડાવવામાં આવ્યા. આજે વર્લ્ડ હાર્ટ ડેના દિવસે લોકોને 30 મિનીટ ચાલવાનું કહેવામાં આવ્યું અને લોકોએ મોટાપાયે તેમા ભાગ લીધો.

ઇતિહાસ
હ્રદય માટે જાગૃત્તિ ફેલાવવાના હેતુથી અને હ્રદય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દુનિયાભરમાં દરેક વર્ષે 29 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ હ્રદય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્તમાન સમયમાં સૌથી ભયનજક સ્થિતિ એ છેકે આજે ઉંમરલાયક લોકોને જ હ્રદયની બિમારીઓ થઇ રહી છે, તેવુ નથી પણ ઓછી ઉંમરના બાળકો પણ તેનો શિકાર થઇ રહ્યાં છે. World heart day મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી.

હ્રદય રોગના દર્દીઓ

હ્રદય રોગના દર્દીઓ

વિશ્વમાં દર વર્ષે હ્રદય રોગના હુમલાના કારણે 1 કરોડથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યાં છે. તેથી લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શું છે કારણ

શું છે કારણ

હાલમાં ભાગતા દોડતા જીવનમાં લોકોને પોતાના માટે સમય જ નથી મળતો. વર્તમાન સમયની લાઇફસ્ટાઇલ જ હ્રદય રોગો માટે સૌથી મોટું કારણ છે. ધુમ્રપાન, આલ્કોહોલ, મોડા ઉઠવું, મોડા ઉંઘવુ, તીખા મસાલા વાળા ભોજન, મોટાપો વગેરે કારણો છે કે જે હ્રદય રોગને આમંત્રિત કરે છે. ડાયાબીટીસ અને હાઇબ્લડપ્રેશર પણ હ્રદય રોગની સમસ્યાને આમંત્રિત કરે છે.

દિલ પાસે દિમાગ નથી હોતુ

દિલ પાસે દિમાગ નથી હોતુ

વેલ, દિલ પાસે દિમાગ નથી હોતુ અને એટલે જ તમે તમારો અને તમારા પોતાના લોકોના દિલનો ખ્યાલ રાખો. અહીં હ્રદયને સ્વસ્થ્ય રાખવા માટે કેટલીક ટીપ્સ શેર કરવામાં આવી છે.

વોક કરો

વોક કરો

સવારે અને સાંજે નિયમીત રીતે ચાલવાનું રાખો. નિયમિત રીતે માત્ર 15થી 30 મિનિટ સુધી ચાલવુ તમારા માટે વરદાન સમાન સાબિત થશે.

હેલ્થી ખોરાક અને ખૂબ પાણી

હેલ્થી ખોરાક અને ખૂબ પાણી

હેલ્થી ખોરાક લો, અને દિવસભર ખૂબ પાણી પીવો.

તણાવમુક્ત

તણાવમુક્ત

તણાવમુક્ત જીવો. જો તણાવ વધુ મહેસુસ કરો છો, તો યોગા કરો.

English summary
World Heart Day was founded in 2000 to inform people around the globe that heart disease and stroke are the world’s leading causes of death, claiming 17.3 million lives each year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X