For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પુરાણોમાં કેમ કહેવાયું છે જમીન પર બેસીને જમવું જોઇએ

|
Google Oneindia Gujarati News

[શાસ્ત્ર] હંમેશા આપણે જ્યારે કોઇ ધાર્મિક પ્રસંગમાં જઇએ છીએ ત્યારે આપણે જોઇએ છીએ કે ત્યાં લોકોને જમવાનું જમીન પર બેસાડીને આપવામાં આવે છે. હવે તે લંગર હોય કે ભંડારો, પૂજા-પાઠ હોય કે જાપ-મંત્રના દરેક પ્રસંગે સાધુ-પંડિતોને ભોજન જમીન પર બેસાડીને જ કરાવવામાં આવે છે, શું આપે ક્યારેય વિચાર્યું છે એવું શા માટે?

આપનામાંથી ઘણા લોકોનો જવાબ હશે કે અરે આ તો પૂજા પાઠનું કામ છે, નહીંતર જમીન પર બેસીને કોણ જમે છે આજકાલ.. આજે તો દરેકજણ ડાઇનિંગ ટેબલ પર બેસીને આરામથી ભોજન કરે છે પરંતુ મિત્રો આપને જણાવી દઇએ કે જમીન પર બેસીને ભોજન કરનાર વ્યક્તિ સ્વસ્થ્ય અને નિરોગી રહે છે.

દરેક વસ્તુની પાછળ એક મોટુ કારણ રહેલું હોય છે, આપણા હિન્દુ પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે તેની પાછળ મોટું અને સચોટ કારણ પણ છે, જેને આપણા દેશના જ નહીં પરંતુ વિદેશના વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે.

આવો જોઇએ કે શું છે જમીન પર બેસીને ભોજન કરવાનું રહસ્ય...

સુખાસન અથવા પદ્માસન

સુખાસન અથવા પદ્માસન

આપ જ્યારે પણ જમીન પર બેસીને ભોજન કરશો તો આપ હંમેશા પલાઠી મારીને બેસશો, જે સુખાસન અથવા પદ્માસનની અવસ્થા છે, આપ નહીં ઇચ્છતા પણ યોગ કરી લેશો જે આપના પાચનના દ્રષ્ટિકોણથી ખૂબ જ જરૂરી છે.

લોહીનું યોગ્ય પરિભ્રમણ

લોહીનું યોગ્ય પરિભ્રમણ

આજે સીધી પીઠ કરીને નીચે બેસશો જેનાથી આપની માંસપેશિયોમાં તાણ ઓછો થશે અને આપના લોહીનું પરિભ્રમણ યોગ્ય દિશામાં થશે જેનાથી જેના દ્વારા ભોજનને જલદી પચવામાં મદદ મળશે.

પેટ અને પીઠ માંસપેશિયોમાં લચક

પેટ અને પીઠ માંસપેશિયોમાં લચક

જમીન પર બેસીને ભોજન કરવાથી થાળી લેવા માટે આપે ઝુકવુ પડે છે, અને જમવાનું ઉઠાવ્યા બાદ આપ પાછળ થઇ જાવ છો. આ પ્રકારે આપ ઘણીવાર આગળ પાછળ થઇએ છીએ જેનાથી પેટ અને પીઠની માંસપેશીઓમાં લચક બની રહે છે, જે ભૂખમાં વધારો કરે છે.

દિલ-દિમાગ બને છે સ્વસ્થ

દિલ-દિમાગ બને છે સ્વસ્થ

પદ્માસનમાં બેસીને ખાવાથી આપ માનસિક તણાવથી દૂર થઇ જાવ છો, જેનાથી આપનું દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહે છે.

ઘુંટણની સમસ્યામાં રાહત મળે છે

ઘુંટણની સમસ્યામાં રાહત મળે છે

જમીન પર બેસવા માટે આપને આપના ઘુંટણ વાળવા પડે છે. જેનાથી આપના ઘુંટણની પણ સારી એવી કસરત થઇ જાય છે, અને તેમાં રાહત મળે છે.

English summary
you should sit on the floor while eating said mythology because When you sit on the floor, you usually sit cross legged–an asana known as sukhasana or a half padmasna which are poses that help in digestion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X