For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: વિદેશમાં નોકરી કરવી હોય, તો કરો આ જેથી પગાર પર સારો મળે

અનેક લોકોની ઇચ્છા હોય છે કે વિદેશમાં જઇને નોકરી કરે. મોટા ભાગના આપણા ગુજરાતીઓ આ સપનું રાખતા હોય છે. ત્યારે સારા પગાર સાથે વિદેશમાં નોકરી જોઇએ છે તો કરો આ.

|
Google Oneindia Gujarati News

ભલે ટ્રંપ આવે કે કોઇ બીજું ગુજરાતી યુવનો આજે પણ વિદેશમાં જઇને સારી કમાણીવાળી કરવાની ઇચ્છા દરેક ગુજરાતી રાખે છે. પણ અનેક વાર તે લોકો વિદેશમાં નોકરી માટે કેવી રીતે એપ્લાય કરવું, તેની શું પ્રોસેસ છે તે વાતની અજાણ હોય છે. માટે જ આજે અમે તમને આ આખી પ્રક્રિયા ગુજરાતીમાં સમજાવીશું. જેથી કરીને તમને તમારી મનપસંદ નોકરી અને પગાર મેળવવામાં સરળતા રહે. જો આ આર્ટીકલ તમને મદદરૂપ લાગે તો અન્ય લોકોને પણ આને શેયર કરવાનું ના ભૂલતા. તો નીચે વાંચો કેવી રીતે વિદેશમાં નોકરી માટે એપ્લાય કરવું અને શું છે સમગ્ર પ્રક્રિયા...

Read also: How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ઼Read also: How to : આ રીતે ઓનલાઇન ચેક કરો LIC પોલિસીનું સ્ટેટ્સ઼

કયા દેશમાં જોઇએ છે નોકરી?

કયા દેશમાં જોઇએ છે નોકરી?

સૌથી પહેલા તો તમે નક્કી કરો કે તમારે કયા દેશમાં નોકરી કરવા જવું છે? જે પ્રમાણે જ તમારે ઇન્ટરનેટ પર અને અન્ય જગ્યાએ સર્ચ કરવાનું રહેશે. એક વાર નક્કી થઇ જાય કે કયા દેશમાં નોકરી કરવી છે તે પછી તપાસો કે તે દેશમાં જવા માટે વીઝા મળશે. સાથે જ જે તે દેશમાં રહેવાના અને રોજિંદી ચીજવસ્તુઓ ભાવ શું છે તેનો પણ અંદાજો ઇન્ટરનેટથી લગાવી લો. અને આ અંગે એક યોગ્ય રિસર્ચ કરી લો.

દૂતાવાસ

દૂતાવાસ

તે પછી જે દેશમાં તમારે કામ કરવાની ઇચ્છા હોય કે જે દેશ વિષે તમે જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તે દેશના દૂતાવાસને સંપર્ક કરો. તેની વેબસાઇટ પર પણ તમે જઇને માહિતી મેળવી શકો છો. પણ દૂતાવાસ જઇને જાણકારી મેળવવી વધુ સલાહભર્યું છે. જો તમે કોઇ એજન્સી કે કોઇ ઓળખીતા દ્વારા નોકરી કરવાનું વિચારી રહ્યા છો તે અંગે પણ દૂતાવાસથી વધારે જાણકારી મેળવી શકો છો. જેથી તમે પાછળથી કોઇ પણ પ્રકારની છેતરપીંડીથી બચી શકો. અલગ અલગ વેબસાઇટ પર સર્ચ કરવાથી પણ જે તે દેશ અંગે સારી માહિતી મળી રહે છે.

નોકરીની શોધ

નોકરીની શોધ

બીજું મહત્વું પગલું છે તમારી પસંદગીના દેશમાં તમારા માટે યોગ્ય નોકરી શોધવી. આ સૌથી મુશ્કેલ કામ છે. કારણ કે તેવી કોઇ વેબસાઇટ નથી કે જેનાથી તમને વિદેશમાં નોકરીઓનું લિસ્ટ મળે. તે સમયે નેટવર્કિંગ, ત્યાં રહેલા લોકોના સંપર્ક મદદરૂપ થઇ શકે છે. લિંક્ડઇન જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટથી તમે અલગ અલગ કંપનીના સીઇઓ, મેનેજર કે અન્ય અધિકારીનો સંપર્ક કરી શકો છો. અને નોકરી અંગે જાણકારી મેળવી શકો છો. તે ધ્યાન ચોક્કસથી રાખજો કે કોઇ તમને ઉલ્લૂ બનાવી તમારાથી પૈસાના લઇ લે.

જોબ ફેયર

જોબ ફેયર

અનેક કંપનીની ઓફિસ દેશની બહાર પણ હોય છે. તમે ગૂગલમાં જોબ ફેયર (overseas job fair) કરીને પણ સર્ચ કરી શકો છો. જેથી તમારા જ શહેરમાં કોઇ જોબ ફેયર હોય તો ત્યાં જઇને તમે જાણકારી લઇ શકો છો. જો તમે કોઇ કંપની નોકરી માટે વિદેશ મોકલતી હોય તો તે તમારા માટે સૌથી સારો ઓપશન છે.

અરજી કરો

અરજી કરો

જો તમને જોબ ફેટર દ્વારા નોકરી મળે છે તો ત્યારે તમારે ટેસ્ટ ઇન્ટરવ્યૂ અને જોઇનિંગ અહીં થઇ જશે અને પછી તમને વિદેશ મોકલવામાં આવશે. પણ જો તમે કોઇના સંપર્કથી વિદેશમાં નોકરી કરવા જાવ છો તો તમારે પહેલા અરજી આપવી પડશે. કંપનીને તમારો બાયોડેટા/રેજ્યૂમે/સીવી કે કરિકુલમ વાઇટે મોકલવું પડશે. સાથે જ તે પછી મોટાભાગે ઇન્ટરનેટમાં વીડિયો કોન્ફર્સિંગ કે ફોનથી ઇન્ટરવ્યૂ થતા હોય છે. જો તમે ઇન્ટરવ્યૂમાં પસંદ થાવ છો તો તમને કંપનીના સિક્કા સાથે એક લેટર મળે છે. અને તમે તે પછી બધુ ચકાસી નોકરીમાં જોઇન થઇ શકો છો.

વીઝાના નિયમ

વીઝાના નિયમ

વિદેશ જતી વખતે તમારી પાસે પોતાનો પાસપોર્ટ હોવો જરૂરી છે. સાથે જ તમને જે તે દેશના વિઝાના નિયમો સારી રીતે ખબર હોવા જોઇએ. અને જે તે દેશના અન્ય નિયમોની પણ થોડીક જાણકારી મેળવી લેવી તમારા માટે હિતદાયી છે. તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે વિદેશમાં જઇને તમે કોઇ નિયમનો ભંગ કરશો અને કહેશો કે તે અંગે તમને ખબર નથી તો તમે આમ કહીને બચી નહી શકો.

વધુ વાંચો :

વધુ વાંચો :

આજના સમયમાં દરેકને થોડું એક્સ્ટ્રા મળે તે ગમે છે. તેમાં પણ થોડા વધારે રૂપિયા મેળવવાનો મોકો મળે તો આ મોંધવારીમાં દરેકને સારું લાગે છે. તો તમે પણ આવી ઇચ્છા રાખતા હોવ તો વાંચો આ...

Read also:ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો? તો ક્લિક કરો અહીં.

English summary
How to apply a job abroad or overseas in Gujarati. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X