For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ ભવન જોવું હોય તો આ રીતે કરો ઓનલાઇન બુકિંગ!

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઇંટરનેટ યૂઝરની સંખ્યા દિવસેને દિવસે ઝડપથી વધતી જઇ રહી છે. આની સાથે ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન ટિકિટ બુકિંગ જેવી સુવિધાઓનો લાભ શહેરોની સાથે કસ્બાના લોકો પણ લઇ રહ્યા છે. આ ઉપરાંત પાસપોર્ટ અને આધાર કાર્ડની જાણકારી પણ હવે ઓનલાઇન લઇ શકો છો.

પરંતુ આ ઉપરાંત એવા ઘણા કામો છે જે ઓનલાઇન કરી શકાય છે. જેમકે જો આપ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ફરવા માંગતા હોવ તો તેના માટે આપ ઘરે બેસીને ટિકિટ બુક કરાવી શકો છો.

president
પ્રથમ સ્ટેપ- ઓનલાઇન રાષ્ટ્રપતિ ભવનની ટિકિટ બુક કરાવવા માટે સૌથી પહેલા આપે presidentofindia.nic.in ની વેબ સાઇટ પર જવું પડશે.

president
બીજું સ્ટેપ- ત્યાર બાદ સાઇટમાં આપવામાં આપેલ (Online Booking to Visit Rashtrapati Bhavan) ઓપ્શન પર ક્લિક કરો.

president
ત્રીજુ સ્ટેપ- લિંક પર ક્લિક કરતા જ આપની સામે એક નવું પેજ ઓપેન થઇ જશે. અત્રે આપની સામે ઘણા ઓપ્શન આવશે. જેમાંથી પહેલી લિંક Click here for online booking પર ક્લિક કરો.

president
ચોથું સ્ટેપ- લિંક પર ક્લિક કરતા જ આપના સામે એક ફોર્મ આવશે. જેમકે નામ અને કેટલા લોકો માટે ટિકિટ બુક કરવાની છે, ક્યારે જવા માગો છો. ફોર્મ ભર્યા બાદ નીચે આપવામાં આવેલ સબમિટ બટન પર ક્લિક કરો.

president
પાંચમું સ્ટેપ- ક્લિક કરતા જ આપને આપની ઓળખ અને અન્ય જાણકારી એક બીજા ફોર્મમાં ભરવાની રહેશે, જેને ભર્યા બાદ સબમિટ બનટ પર ક્લિક કરો. સબમિટ બટન પર ક્લિક કરતા જ આપના સામે પેમેંટ કરવાનું ઓપ્શન આવશે, પેમેંટ કર્યા બાદ આપને એસએમએસ અને ઇમેઇલ દ્વારા કન્ફર્મેશન મળી જશે.

English summary
If you want to go Rashtrapati Bhavan then read How to Book a Visit to Rashtrapati Bhavan Online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X