For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To : શું તમને રિલાયન્સ જીયોની ઓછી સ્પીડ મળે છે? ટ્રાય કરો આ

શું તમારા રિલાયન્સ જીયોની 4જી સ્પીડ ઓછી થઇ ગઇ છે. તો આ આર્ટીકલની ટિપ્સ ટ્રાય કરીને તમારા એન્ડ્રોઇડ ફોનની ઇન્ટરનેટ સ્પીડ વધારો. વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયોની ઇન્ટરનેટ સ્પીડના કારણે મોટી સંખ્યામાં મોબાઇલ ગ્રાહકો રિલાયન્સ જીયો તરફ વળ્યા છે. અને આ જ કારણ કે રિલાયન્સ જીયોના લોન્ચ થયાના થોડા સમયમાં જ તે ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઇ છે. હવે મોટી સંખ્યામાં લોકો ઇન્ટરનેટ માટે રિલાયન્સ જીયો પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. પણ હમણાં થોડા સમયથી રિલાયન્સ જીયોના ગ્રાહક પણ ઓછી ઇન્ટરનેટ સ્પીડની ફરિયાદ કરી રહ્યા છે. શરૂઆતમાં રિલાયન્સ જીયોએ તેની 4જી સ્પીડ 20-25 એમબીપીએસ રાખી હતી. અને હવે તેને ઓછી કરીને 3 થી 3.5 એમબીપીએસ કરી નાંખી છે. ઉલ્લેખનીય છે કે દર વખતે તેવું જરૂરી નથી કે નેટવર્કની સ્પીડ ઓછી હોવાના કારણે જ તમારી ફોનની સ્પીડ ઓછી થાય. કેટલીક વાર સ્માર્ટફોનના ટેકનીકલ કારણોથી પણ આવું થઇ શકે છે. ત્યારે આવા સમયે તમારા ફોનના કેટલાક સેટિંગ બદલી દેવાથી તમારા ફોનની સ્પીડ વધી શકે છે. અને આજે અમે તમને આ અંગે જ જણાવીશું. તો જાણો કેવી રીતે તમારા રિલાયન્સ જીયોની ઇન્ટરનેટ સ્પીડ વધારવી....

Jio

1. APN સેટિંગ બદલો
Access Point nameની સેટિંગ મોબાઇલમાં ખૂબ જ મહત્વની છે. આ માટે તમારા મોબાઇલમાં જાવ પછી નીચેના સ્ટેપ પ્રમાણે ફોલો કરો.

  • મોબાઇલ નેટવર્ક પર ક્લિક કરો
  • પ્રિફર્ડ નેટવર્ક પર ક્લિક કરો
  • પ્રિફર્ડ નેટવર્કની ટાઇપને LTEમાં સેટ કરો.

2 : APN પ્રોટોકોલ

આ પછી તમારા મોબાઇલની સેટિંગમાં પાછા આવો અને એપીએન સિલેક્ટ કરો. ક્લિક કરવાથી જ સામે અનેક વિકલ્પ આપશે. તેમાં APN પ્રોટોકોલ વિકલ્પ પસંદ કરો તેમાં Ipv4/ Ipv6 કરો.

3 Beared વિકલ્પ બદલો

આ સેટિંગમાં એક એક વધુ બદલાવ કરવો પડશે. આ માટે તમારે Bearer પસંદ કરવો પડશે. આ ઓપશનમાં પણ તમે LTE સિલેક્ટ કરો.

4 ફાઇલ ડિલિટ કરો

સાથે જ જો તમે એન્ડ્રોઇડ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોવ તો એન્ડ્રોઇડ સતત કેટલીક ફાઇલોનો ઉપયોગ કરતો રહે છે. અને એન્ડ્રોઇડ તેને સેવ કરી લે છે. આ ફાઇલ કે કૈશ ફાઇલ પણ કહે છે. જેને ડિલિટ કરવાથી ફોનની સ્પીડ વધી જાય છે. અને તો 4જી ઇન્ટરનેટમાં સ્પીડ માટે કોઇ પરેશાની હોય તો પણ કૈશ ફાઇલોને ડિલિટ કરવાથી તમારી આ મુશ્કેલી ઓછી થઇ શકે છે.

English summary
how check the speed reliance jio 4g internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X