For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: હવે ઓનલાઇન ક્લેમ કરો EPF, 5 દિવસમાં મળશે પૈસા!

શું તમે ઓનલાઇન ઇપીએફ ભરતા શીખવા માંગો છો? તો અહીં જાણો કેવી રીતે ઓનલાઇન ઇપીએફ ક્લેમ કરવો. વધુમાં તમને 5 દિવસમાં ક્લેમ બાદ તમારા પૈસા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

હવે તમે EPF ક્લેમ કરી શકો છો તે પણ ઓનલાઇન અને ખૂબ જ સરળતા સાથે. તો પછી ઓફિસે રજા મૂકી સીએ પાસે દોડવાની કે મહિના સુધી પૈસા આવવાની રાહ જોવાની જરૂર નથી. ઘર બેઠે જ તમે પીએફ ક્લેમ કરી શકો છો. EPFO એ તેના 4 કરોડથી વધુ ઇપીએફ પેન્શન ગ્રાહકોને ઓનલાઇન જ પીએફ ક્લેમ કરવાની સુવિધા આવી છે. એટલું જ નહીં નવા નિયમો મુજબ આ રીતે પીએફ ક્લેમ કર્યા પછી 5 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પીએફના પૈસા પણ જમા થઇ જશે. ત્યારે કેવી રીતે ઓનલાઇન ઇપીએફ ક્લેમ કરશો શીખો અહીં ગુજરાતીમાં...

ઓનલાઇન ક્લેમ ઇપીએફ

ઓનલાઇન ક્લેમ ઇપીએફ

ઇપીએફ ક્લેમ કરવા માટે તમારે http://epfindia.gov.in/site_en/ પર ક્લિક કરવું પડશે તે પછી તમારી સામે ઇપીએફની વેબસાઇટ ખુલી જશે. અહીં તમને ઓનલાઇન ક્લેમ કરવાનો વિકલ્પ મળશે જે પર તમારે ક્લિક કરવું પડશે જે બાદ તમારો યુએએન પોર્ટલ ખુલી જશે.

આમ કરો ક્લેમ

આમ કરો ક્લેમ

યુએએન પોર્ટલ પર ઓનલાઇન સર્વિસેસના વિકલ્પ પર ક્લિક કરી તમને ફોર્મ 31, 19 અને ફોર્મ 10 C ક્લેમ કરવાનો વિકલ્પ મળશે આ પછી તમારે ક્લિક કરીને ફોર્મમાં તમામ વિગતો વ્યવસ્થિત રીતે ભરવાની રહેશે અને એક વાર ચકાસીને ફોર્મને સબમિટ કરવાનું રહેશે.

ફોર્મ સબમિટ ના થાય તો?

ફોર્મ સબમિટ ના થાય તો?

જો તમારું ફોર્મ સબમિટ નથી થતું તો સૌથી પહેલા તમારી કેવાયસી પૂર્ણ કરો. KYC પૂરી કર્યા વગર તમે ઓનલાઇન ઇપીએફ ક્લેમ નહીં કરી શકો. કેવાયસી પૂર્ણ કરવા માટે તમારે મૈનેજ નામનો વિકલ્પ પસંદ કરી તે પર ક્લિક કરવાનું હશે. અહીં તમને કેવાયસી વિકલ્પ મળશે. જે પર ક્લિક કરીને તમારે કેવાયસી પૂરું કરવાનું રહેશે.

ખાસ યાદ રાખો

ખાસ યાદ રાખો

આખી પ્રક્રિયામાં તમારે તમારો એકાઉન્ટ નંબર, મોબાઇલ નંબર અને સાથે જ આધાર નંબર સમેત પેન કાર્ડ નંબર પણ જણાવાનો રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી જો તમને કેટલાક દિવસમાં પૈસા મળી જશે. આ માટે તમારે ક્લેમ સ્ટેટસ પણ ચેક કરીને જાણકારી મેળવી શકો છો. તો હવે ઓફિસોના ચક્કર કાપવા બદલે ઓનલાઇન આ રીતે સરળ રીતે ઇપીએફ ક્લેમ કરો.

English summary
Now You Can withdrawal Your Money In 5-7 Working Days By Claiming Online EPF Through UAN Portal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X