For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: જાણો ભીમ આધાર મર્ચન્ટ એપથી કેવી રીતે કરવી પેમેન્ટ

એનપીસીઆઇ દ્વારા ભીમ આધાર યોજનાની પેમેન્ટ સર્વિસ આપણા દેશના દુકાનદારો અને રિટેલર્સને પેમેન્ટથી સીધા પોતાના ગ્રાહકો સાથે જોડવામાં આવ્યા છે. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

જો તમે એક વેપારી છો તો આ આર્ટીકલ તમારા કામનો છે. તમે સામાન્ય રીતે તમારા ગ્રાહકો પાસેથી કેવી રીતે પેમેન્ટ લો છો? કેશ, ચેક, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કે પછી મોબાઇલ પેમેન્ટથી. પણ શું તમને ખબર છે આવનારો સમયમાં તમે ભીમ આધાર યોજના હેઠળ પણ સરળતાથી પેમેન્ટ સર્વિસ મેળવી શકશો. કેવી રીતે અમે શીખવીશું. એનપીસીઆઇ ની ભીમ આધાર યોજનાની પેમેન્નટ સર્વિસ દ્વારા દેશભરના દુકાનદાર અને રિટેલર્સ કોઇ પણ પ્રકારની પેમેન્ટ તેમના ગ્રાહકોના એકાઉન્ટથી પોતાના એકાઉન્ટમાં સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

Read also: અંગૂઠો બતાવીને તમે કરી શકો છો પેમેન્ટ, જાણો Aadhaar Pay વિષેRead also: અંગૂઠો બતાવીને તમે કરી શકો છો પેમેન્ટ, જાણો Aadhaar Pay વિષે

ભીમ એપ સેટઅપ

ભીમ એપ સેટઅપ

ભીમ આધાર મર્ચન્ટ સેટઅપ કરવા માટે પહેલા ભીમ આધાર ઓન બોર્ડિંગ એપ ડાઉનલોડ કરો. પછી તેમાં નામ, એડ્રેસ, ફોન નંબર, આધાર નંબર જેવી માહિતી ભરો અને પોતાની બેંક જેમાં તમે પૈસા જમા કરાવવા ઇચ્છો છો તેની પસંદગી કરો. દુકાનદાર પોતાની પસંદગીની બેંક સાથે નવું ખાતું પણ ખોલાવી શકે છે. તે પછી તમારી પસંદ કરેલી બેંક તમને સંપર્ક કરશે. અને તમારી નોંધણી કરાવવામાં મદદ કરશે. પછી તમે તમારું ભીમ આધાર મર્ચન્ટ એપ ડાઉનલોડ કરવાની લિંક મળશે. સાથે જ એપને સક્રીય કરવાની જાણકારી પણ આપવામાં આવશે.

એપને ફિંગર પ્રિન્ટ

એપને ફિંગર પ્રિન્ટ

પછી તમે તમારા મોબાઇલમાં ભીમ મર્ચન્ટ એપ ઇનસ્ટોલ કરી શકો છો. અને તમારા સ્માર્ટ ફોનને ફિંગર પ્રિન્ટ સેન્સર સાથે જોડી શકો છો. ભીમ આધાર મર્ચન્ટ એપ ખાલી પેમેન્ટ જ રીસિવ જ નથી કરતો આ પ્રણાલીને સરળ અને ઝડપી પણ બનાવે છે. માટે જ તમામ વેપારીઓએ ભીમ આધાર એપ સાથે પોતાને જોડવું ખરેખરમાં જરૂરી અને સલાહભર્યું છે.

ભીમ એપની જરૂરી વાતો

ભીમ એપની જરૂરી વાતો

  • પેમેન્ટ માટે તમારે હવે કેશ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે રાખવાની જરૂરી નથી.
  • સામાન ખરીદવા માટે હવે કેશ કે કાર્ડ આપવાની તમને જરૂર નહીં પડે.
  • તમને ચૂકવણી માટે ખાલી તમારા અંગૂઠાના છાપની જરૂર પડશે.
  • સાથે જ કેશબેક સ્ક્રીમ અને રેફરલ બોનસ જેવી યોજનાનો લાભ પણ મળશે. આ યોજનાની શરૂઆત પછી 75 ટાઉનશીપમાં કોઇ પણ કેશ વગર ચૂકવણી થઇ શકશે.
કોઇ ફી નહીં

કોઇ ફી નહીં

આધાર પેમેન્ટ એપ દ્વારા ચૂકવણી પર ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જેમ કોઇ ફી નહીં લાગે. જો કે આધાર કાર્ડના આ એપને ડાઉનલોડ કરવા માટે તમારી જોડે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. ત્યારે જુઓ તેનો વીડિયો. જે દ્વારા તમે આ અંગે વિગતવાર સમજી શકો.

આધાર નંબર

આધાર નંબર

ગ્રાહકો આ સેવાનો ફાયદો લેવા માટે આધાર પેમેન્ટ એપ દ્વારા પોતાનો આધાર નંબર નાંખી સંબધિત બેંકની પસંદગી કરી. આધાર પેમેન્ટ એપની ખાસિયત તે છે કે તેમાં બાયોમેટ્રિક સ્કેન પાસવર્ડની રીતે કામ કરે છે. યુઆઇડીએઆઇના મુખ્ય કાર્યકારી અધિકારીના કહેવા મુજબ આનાથી દેશના 40 કરોડ આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલા છે.

સર્વિસ ચાર્જ

સર્વિસ ચાર્જ

આ પ્રકારની ચૂકવણી ડેબિટ કાર્ડની ચૂકવણી જેવી જ હશે. કેડિક કાર્ડ ગ્રાહકો આનો ફાયદો નહીં લઇ શકે. સાથે આ માટે તમારે કોઇ સર્વિસ ચાર્જ નથી આપવાનો. અને સૌથી સારી વાત તમે આ વ્યવસ્થા કોઇ ઇન્ટરનેટ વગર પણ અપનાવી શકો છો. જો કે દુકાનદાર પાસે આ માટે બાયોમેટ્રિક ડિવાઇઝ હોવા જરૂરી છે.

{promotion-urls}

English summary
If you are a business man and you have a retail shop then you will definitely will love BHIM aadhar app.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X