For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : નવા પાનકાર્ડ માટે આ રીતે ઓનલાઇન એપ્લાય, શીખો

પરમન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાનકાર્ડ એક મહત્વનો સરકારી દસ્તાવેજ છે. તેને ઓનલાઇન એપ્લાય કરવા માટે આટલું કરો.

|
Google Oneindia Gujarati News

પરમન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાનકાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. અને કોઇ પણ પ્રકારના મોટા આર્થિક ટ્રાંજેક્શનમાં તે હવે ફરજિયાત બની ગયો છે. તે એક મહત્વનું આઇડી પ્રૂફ તો છે જ સાથે જ બેંકિગ અને આયકરને લગતા તમામ કાર્યમાં તેની હાજરી હોવી મહત્વની છે. આઇડેન્ટીફિકેશ માટે પણ પાનકાર્ડ જરૂરી છે. તમામ ટ્રાંજેક્શનમાં સરકારી કાર્યલયોમાં અને મોટા ભાગના ફાર્મમાં અનેક જગ્યાએ તમારે તમારી પાનકાર્ડની ડિટેલ આપવી પડે છે. ત્યારે જો તમારી જોડે પાનકાર્ડ ના હોય અને તમે તેને ઓનલાઇન કેવી રીતે નીકાળવું તે અંગે જાણવા ઇચ્છી રહ્યા હોવ તો વાંચો આ આર્ટીકલ.

ઓનલાઇન

ઓનલાઇન

આજ કાલ આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નવા પાનકાર્ડ બનાવવા માટે ઓનલાઇન આવેદન કરવાની છૂટ આપવામાં આવી છે. પણ તમને ચોખવટ કરી લઇએ કે આ સુવિધા ખાલી નવા પાનકાર્ડ માટે જ છે. તો માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી વિગતવાર જાણો અહીં

  • સૌથી પહેલા તો તમારે આ વેબસાઇટ પર લોગ ઇન કરવું પડશે. વેબસાઇટ છે. https://tin.tin.nsdl.com/pan
  • એનએસડીએલના મેન પેજમાં અનેક ઓપ્શન છે. તેમાં નવા પાનકાર્ડ, તપાસ અને ટ્રેકિંગની સ્થિતિ માટે પાન બદલાવ કરવું, પુનમુદ્રણ જેવા આવેદન કરેલા છે.
  • જો તમે નવા પાન માટે એપ્લાય કરવા માંગો છે તો આ જગ્યાએ જાવ
  • પછી ફાર્મ 49 એ ભરો અને સબમિટ કરો. તમને સ્ક્રીન પર એક એક્નોલેજમેન્ટ મળશે જેમાં 15 આંકડાનો એક નંબર આપવામાં આવ્યો હતો. અને તે જ તમારો પાનકાર્ડ નંબર હશે. તમે તેને પ્રિન્ટ કરાવી સુરક્ષિત પણ રાખી શકો છો. અને આ 15 આંકડાનો નંબર તમે આઇટી વિભાગને નીચેના તમામ દસ્તાવેજોની સાથે આઇટી વિભાગમાં મોકલવાનો રહેશે.

આઇડી પ્રુફ

આઇડી પ્રુફ

જ્યારે તમે નવા પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી ભરો છો તો તમને આઇડી પ્રુફની પણ જરૂર પડશે. અહીં તમને જણાવી દઇએ નીચેમાંથી કોઇ એક આઇડીપ્રૂફ તમારે આ માટે આપવું પડશે.

  • આધાર કાર્ડ
  • વોટર આઇડી
  • પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • આર્મ્સ લાયસન્સ
  • પેન્સનર કાર્ડ
  • હેલ્થ સર્વિસ કાર્ડ
  • બેંક સર્ટિફિકેટ
એડિશનલ ડોક્યૂમેન્ટ

એડિશનલ ડોક્યૂમેન્ટ

ડોક્યૂમેન્ટ જેવા કે ઇલેક્ટ્રીસિટી બેલ, લેન્ડલાઇન ટેલીફોન અને બ્રોડબેન્ડ કનેક્શન બિલ, પાણીનું બિલ, ગેસ કનેક્શન કાર્ડ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ક્રેડિડ કાર્ડ સ્ટેટમેન્ટ વગરે પણ સબમિટ કરાવી શકાય છે. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ તમામ બિલ બહુ જૂના ના હોય.

જન્મ પ્રમાણ પત્ર

જન્મ પ્રમાણ પત્ર

જો જન્મ પ્રમાણ પત્ર સંબંધિત ડોક્યૂમેન્ટ આપવાના હોય તો બર્થ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મેરેઝ સર્ટિફિકેટ, મૈટ્રીકુલેશન સર્ટિફિકેટ, પાસપોર્ટ, ડોમિસિલ સર્ટિફિકેટ અને દસમીની પ્રમાણ પત્ર પણ ઉપયોગમાં લઇ શકાય છે.

શું છે ચાર્જ?

શું છે ચાર્જ?

નવા પાનકાર્ડને પ્રાપ્ત કરવા માટે તમારે 96 રૂપિયા આપવા પડશે. જો તમારું એડ્રેસ ભારતની બહારનું છે પાનકાર્ડ બનાવવા માટે 962 રૂપિયા લાગશે. પેમેન્ટ તમે ઓનલાઇન ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. આ પેમેન્ટની તમને એક પેમેન્ટ રિસિપ્ટ પણ મળશે. આ રિસિપ્ટ તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે અટેચ કરવાની રહેશે.

પાન કાર્ડ ટ્રેક

પાન કાર્ડ ટ્રેક

ઓનલાઇન એપ્લાય કરવા માટે એક્નોલેજમેન્ટ લેટર પ્રૂફની સાથે 2 પાસપોર્ટ સાઇઝ ફોટો એનએસડીએલ (NSDL) 15 દિવસની અંદર મોકલવાનું રહેશે. તમામ ડોક્યૂમેન્ટ મોકલ્યા પછી તમે પાન એપ્લિકેશન સમય સમય ચેક પણ કરી શકો છો. તે માટે 57575 પર એસએમએસ કરીને તેને ટ્રેક પણ કરી શકો છો.

{promotion-urls}

English summary
Now the IT department allows people to fill the PAN card application online. Know how to file a new PAN card application online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X