For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To: SMSથી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરતા શીખો

તમે આધાર કાર્ડ અને પાનકાર્ડને એક એસએમએસ દ્વારા લિંક કરી શકો છો. કેવી રીતે શીખો અહીં.

|
Google Oneindia Gujarati News

આયકર વિભાગ દ્વારા હવે લોકો માટે એક ખાસ સેવા શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ સામાન્ય લોકો પણ સરળતાથી કરી શકશે. તે વાત તો બધા જ જાણે છે કે સરકાર દ્વારા આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેના માટે ઓનલાઇન સરળ પદ્ધતિ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પણ જે લોકો ઓનલાઇન આ કામ નથી કરી શકતા તેમના માટે સરકારે એસએમએસ દ્વારા સરળતાથી આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. તો આજે અહીં અમે તમને આધાર કાર્ડ અને પાનકાર્ડને કેવી રીતે એસએમએસથી લિંક કરવું તે શીખવું. અને જો તમને આ આર્ટીકલ કામનો લાગે તો તેને શેયર કરવાનું ના ભૂલતા જેથી કરીને અનેક લોકો સરકારના આ પ્રયાસનો લાભ લઇ શકે. ત્યારે શીખો અહીં કેવી રીતે આધાર કાર્ડ અને પાનકાર્ડને એસએમએસ દ્વારા કરવું લિંક અપ....

SMS થી લિંક

SMS થી લિંક

આયકર વિભાગે જે રીતે જણાવ્યું તે મુજબ આધાર અને પાન કાર્ડને લિંક કરવા માટે એસએમએસનો પણ લોકો ઉપયોગ કરી શકે છે. આયકર વિભાગની તરફથી આ એસએમએસ સેવા શરૂ કરવામાં આવી છે. આ માટે આયકર વિભાગે તમામ છાપાઓમાં જાહેરાત જાહેર કરીને લોકોને જાણકારી આપી છે. અમે પણ અહીં તમને આ જાણકારી આપી રહ્યા છીએ જેથી જરૂરીયાતમંદ લોકો સુધી આ વાત ખબર પડે અને વધુમાં વધુ લોકો આ વાતનો ફાયદો ઉઠાવી શકે.

શું કરશો?

શું કરશો?

આયકર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ એસએમએસ સેવાનો લાભ તમે લેવા માંગતા હોવ તો આ માટે તમારે તમારા ફોનથી એક એસએમએસ મોકલવો પડશે. એસએમએસ તમારે કેપિટલ અક્ષરમાં UIDPAN લખીને સ્પેસ છોડી તમારી આધાર સંખ્યા લખવી પડશે અને પછી પછી તમારો પાન નંબરની સંખ્યા લખવી પડશે અને તેને 567678 કે પછી 56161 પર મોકલવું પડશે.

વેબસાઇટથી પણ લિંક

વેબસાઇટથી પણ લિંક

જો તમે એસએમએસ દ્વારા લિંક કરવા ના ઇચ્છતા હોવ તો તમે આયકર વિભાગની અધિકૃત વેબસાઇટ પર જઇને પણ પોતાનો આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવી શકો છો. અને 5 થી 10 સેકન્ડની અંદર તમે તમારી વિવિધ માહિતી ભરી સબમિટ કરાવી આધાર અને પાનકાર્ડને લિંક કરાવી શકો છો.

નિયમ શું છે?

નિયમ શું છે?

હાલ જો તમે તમારો આયકર ભરવા માંગતા હોવ કે ફોર્મ 16 ભરવા માંગતા હોવ તો તે પહેલા તમારે તમારો આધાર કાર્ડ અને પાનકાર્ડ એક બીજા સાથે લિંક કરવો જરૂરી છે. જો તમે તેમ ના કર્યું તો તમારું પાન કાર્ડ માન્ય ના પણ ગણવામાં આવે. જો તમારા પાન અને આધાર કાર્ડ પર જોડણી કે નામની ભૂલ હોય તો તે પણ ઓનલાઇન તેની અધિકૃત વેબસાઇટ પર ઠીક થઇ શકે છે. આમ સરકાર દ્વારા તમારી સમસ્યાને સરળ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સામે પક્ષે તમારે પણ સરકારની આ સેવાઓનો લાભ લઇને આધાર અને પાનકાર્ડ લિંક કરાવવું જોઇએ.

English summary
How to learn your Aadhar card and pan card through SMS in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X