For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : બેંક જવાની જરૂર નથી ATMથી આ રીતે લિંક કરો આધાર

ગુજરાતીમાં અહીં સરળ રીતે શીખો કેવી રીતે બેંક ગયા વગર આધારને તમારા એસબીઆઇ બેંક ખાતાથી લિંક કરવું

|
Google Oneindia Gujarati News

એસબીઆઇ દ્વારા તેના ગ્રાહકો માટે એક ખાસ સેવા શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા એસબીઆઇના ગ્રાહકો સરળ રીતે તેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે. હવે આ બેંકના ગ્રાહકોને તેના બેંકના ખાતાને આધાર સાથે લિંક કરવા માટે બેંક સુધી લાંબા નહી થવું પડે. ઉલ્લેખનીય છે કે સરકારે આધાર કાર્ડને તમામ સરકારી યોજનાઓ અને અન્ય મહત્વના ઓળખ પત્રો સાથે જોડવાનું જણાવ્યું છે. ત્યારે જો તમે પણ એસબીઆઇના ગ્રાહક હોવ અને ઓનલાઇન કે એટીએમ દ્વારા આધાર કાર્ડને જોડવા ઇચ્છતા હોવ તો આ અંગે વિગતવાર જાણો અહીં...

એસબીઆઇ

એસબીઆઇ

મોટાભાગના લોકો આધાર કાર્ડને એટીએમની મદદથી તેમના એસબીઆઇના ખાતાની સાથે કેવી રીતે જોડી શકાય તે નથી જાણતા. ઓનલાઇન પણ તમે આધાર અને બેંક ખાતાને જોડી શકો છો. તો અહીં સ્ટેપ બાય સ્ટેપ જાણો કેવી રીતે આ પ્રક્રિયાને કરવી.

સ્ટેપ 1

સ્ટેપ 1

એસબીઆઇના તમારા નજીકના એટીએમ પર જાવ. તમારું એટીએમ કાર્ડ અહીં સ્વાઇપ કરો. અને તમારો ચાર નંબર વાળો પિન કોર્ડ પણ આપો.

સ્ટેપ 2

સ્ટેપ 2

એટીએમ પિન નંબર નાંખ્યા પછી મેનુમાં સર્વિસ રજિસ્ટ્રેશન વિલક્પ પસંદ કરો અને તેમાં આધાર કાર્ડના રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.

સ્ટેપ 3

સ્ટેપ 3

તે પછી તમારે તમારા ખાતાનો પ્રકાર પસંદ કરવો પડશે. એટલે કે ખાતું સેવિંગ છે કે કરન્ટ અને પછી તમે તમારો આધાર નંબર એન્ટર કરી શકો છો.

સ્ટેપ 4

સ્ટેપ 4

જે પછી ફરી એક વાર તમને તમારો આધાર નંબર એન્ટર કરવાનું કહેવામાં આવશે. તેથી ફરી એક વાર તમારો આધાર નંબર એન્ટર કરો. અને પછી તમારું આધાર કાર્ડ તમારા બેંકના ખાતા સાથે લિંક થઇ જશે. જેનો ઉપયોગ તમે તમારી ખરીદી માટે પણ કરી શકો છો.

English summary
Here is a complete procedure for linking the Aadhaar card Number with the SBI account. Follow the simple steps given below.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X