For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં જીકો વાયરસના 3 કેસ નોંધાયા, જાણો લક્ષણ અને બચો

જીકો વાયરસથી કેવી રીતે બચશો. વિગતવાર જાણો તેના લક્ષણ અને કરો આ ઉપાય.

By Chaitali
|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબલ્યૂએચઓ)એ શનિવારે ગુજરાતના અમદાવાદમાં મચ્છર દ્વારા થતા જીકો વાયરસથી જોડાયેલા ત્રણ કેસની પૃષ્ઠી કરી છે. જેમાં એક ગર્ભવતી મહિલા પણ છે. આ કેસ પોઝીટિવ આવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર સફાળી ઊંઘમાંથી જાગી છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ આ રિપોર્ટની પૃષ્ઠિ આપી છે. ત્યારે શું છે જીકો વાયરસ? અને કેવી રીતે તેના લક્ષણ જાણી શકાય છે તે અંગે વિગતવાર જાણો અહીં...

શું છે જીકો વાયરસ

શું છે જીકો વાયરસ

જીકો વાયરસ એડીએસ એજેપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાને ફેલાવવા માટે પણ જવાબદાર છે. ગત વર્ષે બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ આ જીકો જન્ય મચ્છર અંગે ઓળખ કરી હતી. તેના કારણે ઓક્ટોબર 2015 પછી દક્ષિણ અમેરિકાના દેશમાં આ કેસનો વધારો જોવા મળ્યો હતો. આ મચ્છરથી સૌથી મોટું નુક્શાન નવજાત બાળકોને થાય છે. નવજાત બાળકોમાં આ જ કારણે માઇક્રોસેફેલીના 1,700 થી વધુ કેસ અત્યાર સુધી નોંધવામાં આવ્યા છે.

જીકો વાયરસના લક્ષણ

જીકો વાયરસના લક્ષણ

આ વાયરસના લક્ષણ આ મચ્છરના કરડ્યાના 8 થી 10 દિવસોમાં દેખાય છે.

  • સાંઘામાં દુખાવો
  • આંખો લાલ થવી
  • માથાનો દુખાવો
  • તાવ
  • શરદી
  • શરીર પર લાલ રંગના ચક્તા દેખાવા
  • ઉપરોક્ત માંથી કોઇ પણ લક્ષણ દેખાય તો તમને જીકો વાયરસની અસર હોઇ શકે છે.
    કેવી રીતે બચવું?

    કેવી રીતે બચવું?

    ઇન્ડિયન મેડિકલ એસોશિયેશને જીકા વાયરસના સંક્રમણ અને બચાવ માટે જે સૂચનો આપ્યા છે. તેમાં મુખ્ય રીતે એડિસ મચ્છરના કારણે ફેલાતા આ રોગના કારણે ગર્ભવતી મહિલાને સૌથી વધુ અસર થઇ શકે છે. અને તેના કારણે ગર્ભવતી મહિલાના બાળક પર તેની સૌથી મોટી અસર થાય છે. આવા બાળકના જન્મ થવાથી તેનું માથુ નાનું અને શરીર મોટું હોય છે. અને આ જ કારણે બાળકની મોત પણ થઇ શકે છે.

    સવારનો સમય સાચવજો

    સવારનો સમય સાચવજો

    • જીકોની હજી સુધી કોઇ વેક્સિનેશન નથી બની.
    • આ માટે આ મચ્છરની શરીરને બચાવવું જરૂરી છે.
    • આ માટે તમે મચ્છરદાની, મસ્કિટો રેપલેન્ટ, કોઇલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
    • તે સિવાય ઘરની અંદર અને બહાર સફાઇ રાખી શકો છો.
    • સાથે જ આ મચ્છર સવારે તડકાના સમયે અને સાંજે વધુ કરડે છે. તો તે સમયે વધુ સાવધાની રાખવી જરૂરી છે.

    સાવધાની અને બચાવ

    સાવધાની અને બચાવ

    • ઘરમાં કોઇ પણ જગ્યાએ પાણીને સ્ટોર ના કરો. એડિસ મચ્છર સુરજ ચડે તે પહેલા અને સાંજ પડે તે પછી વધુ કરડે છે તો આવા સમયે વધુ સાવચેતી રાખો.
    • લાંબી બાળના કપડાં પહેરી અને જૂતા પહેરીને બહાર નીકળવાનું રાખો. બાળકોને પણ આ અંગે સાવચેત કરો.

English summary
How to save your kids from Zika virus. Health Ministry has confirmed that three cases of Zika virus have been identified in Ahmedabad Gujarat. Here is Symptoms & remedies, Steps to take for precautions against mosquito-borne disease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X