અત્યારે જિયો મફત,પછી ભરવું પડશે બિલ! બચવા માટે શું કરશો?

તમારું જિયો સિમ પ્રિપેઇડ છે કે પોસ્ટપેઇડ કઇ રીતે જાણશો?

Subscribe to Oneindia News

જેવી રિલાયન્સ જિયો એ 31 ડિસેમ્બર સુધી તમામ સેવાઓ મફતમાં આપવાની જાહેરાત કરી કે ઘણા લોકોએ જિયો સિમ ખરીદવા લાઇન લગાવી દીધી. લોકોએ મફત સેવાનો લાભ ઉઠાવવા માટે લાઇનમાં ઊભા રહીને જિયોનો સિમ કાર્ડ તો લઇ લીધો, પણ એ ચેક ના કર્યું કે તેમના હાથમાં આવેલો સિમ પ્રિપેઇડ છે કે પોસ્ટપેઇડ! જો તમે જિયો સિમ લીધું હોય તો તમને એ ખબર હોવી જોઇએ કે તમારું સિમ પોસ્ટપોઇડ છે કે પ્રિ-પેઇડ. તમારું સિમ પ્રિ-પેઇડ હોય તો તો કોઇ વાંધો નથી, પરંતુ જો તમારું સિમ પોસ્ટપેઇડ હશે તો મફત સેવાનો સમયગાળો પૂરો થતાં જ બિલ આવવાનું શરૂ થઇ જશે.

જાણો - નંબર બદલ્યા વગર જિયોનું મફત સિમ કઇ રીતે મેળવશો?

તમને ખબર જ હશે કે લોન્ચ સમયે જિયોની મફત સેવા માત્ર 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ હતી, પરંતુ ત્યાર બાદ આ સમયગાળો લંબાવીને 31 માર્ચ, 2017 સુધીનો કરવામાં આવ્યો. એટલે કે 31 માર્ચ,2017 સુધી તમે જિયો સિમ કાર્ડની મફત સેવાઓનો લાભ લઇ શકો છો. હવે તમે તમારું સિમ કાર્ડ પ્રિપેઇડ છે કે પોસ્ટપેઇડ એ કઇ રીતે ચેક કરશો? જાણો અહીં..

માય જિયો એપ

સિમ કાર્ડ પ્રિપેઇડ છે કે પોસ્ટપેઇડ એ ચેક કરવા માટે સૌ પ્રથમ માય જિયો એપમાં જાઓ અને તેમાં MyJio વિકલ્પ પર ક્લિક કરો.

બીજો સ્ટેપ

MyJio વિકલ્પ પર ક્લિક કરતાં એક નવી સ્ક્રિન ખુલશે, જેની પર લખ્યું હશે Welcome to your digital life. આ પેજ પર જ્યાં નીચે Skip Sign In લખેલું વંચાય છે એની પર ક્લિક કરો.

પ્રિપેઇડ સિમની ઓળખ

ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલશે. આ પેજ પર MyJio ના મથાળા હેઠળ તમને બેલેન્સ લખેલું વંચાશે, જેમાં તમારું બેલેન્સ 0.0 બતાવશે. જો તમારા મોબાઇલમાં આ ચિત્ર પ્રમાણે બેલેન્સ લખેલું બતાવતું હોય તો એનો અર્થ છે કે તમારું સિમ કાર્ડ પ્રિપેઇડ છે.

પોસ્ટપેઇડ સિમની ઓળખ

જો તમારો સિમ કાર્ડ પોસ્ટપેઇડ હશે તો Balance ની જગ્યાએ Unbilled Amount લખેલું બતાવશે. એનો અર્થ છે કે મફત સેવાઓનો સમયગાળો પૂરો થતાં જ તમારું બિલ આવવા માંડશે. જો તમે જિયોનું બિલ ભરવા ન માંગતા હો તો મફત ઓફર પૂરી થતા પહેલાં તમારું સિમ કાર્ડ પોસ્ટપેઇડમાંથી પ્રિપેઇડ કરાવી દો.

English summary
How to check that your Jio sim is prepaid or postpaid?
Please Wait while comments are loading...