For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: આધાર-પાન કાર્ડને આ નવી સુવિધાથી કરો લિંક

આયકર વિભાગ દ્વારા પોતાની વેબસાઇટ પર એક Link Aadhar નામની લિંક મૂકવામાં આવી છે જે સરળતાથી કરે છે આધાર અને પાન કાર્ડને લિંક.

|
Google Oneindia Gujarati News

આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટે સરકારી આદેશના કારણે તમામ લોકોને આધાર કાર્ડ અને પાનકાર્ડને લિંક કરાવવું જરૂરી છે. તો જો તમે હજી સુધી આમ નથી કરાવ્યું અને ઓનલાઇન આ લિંક કરાવવા ઇચ્છી રહ્યા છો તો તમારી માટે એક સરળ રસ્તો છે જે અમે તમને શીખવીશું. આ દ્વારા તમે 10 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આધાર અને પાનકાર્ડને એકબીજા સાથે લિંક કરી શકશો. તો જાણો કેવી રીતે ઓનલાઇન આ સમગ્ર પ્રક્રિયા કરવી.

લિંક

લિંક

આયકર વિભાગે તેની વેબસાઇટ પર એક Link Aadhar નામની લિંક નાખેલી છે. જ્યાં તમે ખૂબ જ સરળતાથી આધાર અને પાન કાર્ડને લિંક કરી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા પછી એક પેઝ ખુલશે. જેમાં પાન નંબર, આધાર નંબર, અને આધાર કાર્ડ પર આપવામાં આવેલા નામને તમારે લખવાનું હશે. તેમાં કેપ્ચા કોડ નાંખીને તમારે તમારી જાણકારી સબમિટ કરાવવી પડશે.

ઓટીપીની મદદ

ઓટીપીની મદદ

યુઆઇડીએઆઇની તરફથી વેરિફિકેશન થયા પછી આધાર કાર્ડ અને પાન કાર્ડનું લિકિંગ કન્ફર્મ કરવામાં આવશે. જો તમારા આધાર અને પાન કાર્ડના અલગ અલગ નામના કારણે મુશ્કેલી અનુભવતા હોવ તો આ મુશ્કેલીમાં ઓટીપી તમને મદદ કરી શકે છે. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી પર આ ઓટીપી આવશે.

આ વસ્તુ સમાન હોવી જોઇએ

આ વસ્તુ સમાન હોવી જોઇએ

આધાર અને પાન કાર્ડને લિંક કરતી વખતે આ બે વસ્તુ સમાન હોવી ખૂબ જ જરૂરી છે. એક તમારી જન્મ તિથિ અને બીજું તમારું લિંગ. આ બન્નેમાં કોઇ અંતર ના હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ફાઇનેન્સ એક્ટ 2017 મુજબ સરકારે ટેક્સ જમા કરવા માટે આધાર નંબર અને પાનકાર્ડ જોડાયેલું હોવું જોઇએ.

વધુમાં

વધુમાં

વધુમાં આયકર વિભાગની આ સુવિધાનો ઉપયોગ લેવા માટે તે જરૂરી નથી કે તમારે આયકર વિભાગની વેબસાઇટ પર તમે રજિસ્ટર હોવ. આ સુવિધાનો ઉપયોગ કોઇ પણ કરી શકે છે. અને આ દ્વારા સરળતાથી આધાર અને પેનને લિંક કરી શકે છે. 1 જુલાઇ 2017 પહેલા આ કામ તમે જરૂરથી કરી લેજો. કારણ કે સરકારી સમય મુજબ તમને આ બન્નેને લિંક કરવા માટે ખાલી 1 જુલાઇ 2017 સુધીનો જ સમય આપવામાં આવ્યો છે.

{promotion-urls}

English summary
Income tax department launches a new facility to link aadhaar to pan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X