For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમૂજઃ બજેટ અંગે રાહુલ ગાંધી અને કેજરીવાલની ફરિયાદો

સંપૂર્ણ બજેટ રજૂ થઇ ગયા બાદ વિવિધ રાજકારણીય પક્ષો આ અંગે શું કહેશે, બજેટનું કઇ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે, એ અંગેના રમૂજી અનુમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે 1 ફેબ્રૂઆરી, 2017ના રોજ એક તરફ સંસદમાં જ્યાં કેન્દ્રિય બજેટ રજૂ થઇ રહ્યું હતું, ત્યાં બીજી બાજુ આ બજેટ રજૂ થઇ ગયા પછી વિવિધ રાજકીય પક્ષો તથા ન્યૂઝ ચેનલ આ અંગે કેવા પ્રતિભાવો આપશે, એના રમૂજી અનુમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. મોટેભાગે બજેટ રજૂ થયા બાદ રાજકારણીઓ, વિવિધ પક્ષો તથા ન્યૂઝ ચેનલ જે રીતના પ્રતિભાવો આપતા હોય છે, એને આધારે આ અનુમાન લગાવવામાં આવ્યા છે. બજેટ અંગેની રમૂજી પ્રતિક્રિયાઓ જાણવા માટે આગળ વાંચતા રહો..

budget
  • ભાજપ - આ બેજટ ઘરેડથી હટકે છે. ખેડૂતોના હિતમાં છે, સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને પણ આ બજેટથી ફાયદો જ ફાયદો થનાર છે.
  • કોંગ્રેસ - આ બજેટ ગરીબોની વિરુદ્ધ છે, આનાથી ફુગાવો વધશે.
  • આમ આદમી પાર્ટી - આ બજેટથી માત્ર અદાણી અને અંબાણીને ફાયદો થશે.
  • સીપીઆઇ-સીપીએમ - આ બજેટ માત્ર અમેરિકાના હિતમાં છે, આનાથી બેરોજગારી વધશે.
  • જેડીયૂ - આ બજેટમાં કંઇ ખાસ, કંઇ નવું નથી. વધુ એક તક વેડફાઇ ગઇ.
  • આરજેડી, TMC, BSP, SP - આ બજેટને કારણે ગરીબો તથા નિમ્ન સ્તરના લોકોને ખૂબ તકલીફ પડશે.
  • શિવસેના - આ બજેટ સંપૂર્ણપણે એન્ટિ-મહારાષ્ટ્ર છે. આ બજેટ ભાજપ અને વડાપ્રધાનની નિષ્ફળતાનો પુરાવો છે.
  • CII, એસોચેમ, FICCI - અર્થવ્યવસ્થામાં તેજી આવશે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે.
  • NDTV, ઇન્ડિયા ટુડે, નેટવર્ક 18, આજ તક, એબીપી - આ વર્ષના બજેટથી કોઇ ખુશ નથી, આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, સરકાર પર કેટલી મોટી મુસીબત આવનાર છે.
  • ટાઇમ્સ નાઉ, ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટીવી - ઉત્તમ બજેટ છે. આનાથી ચૂંટણીઓમાં ભાજપને ફાયદો થશે.
English summary
Funny Reactions leaked about union budget 2017, viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X