લવ, સેક્સ, બ્રેકઅપ, લગ્ન.. દરેક મુદ્દે રણવીર-રણબીરના બોલ્ડ વિચારો

કોફી વિથ કરણ 5 માં રણવીર સિંહ અને રણબીર કપૂરે ઘણી વાતોના ખુલાસ કર્યા. આવો જાણીએ...

Subscribe to Oneindia News

રવિવારે કરણ જોહરના શો કોફી વિથ કરણનો ચોથો એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવ્યો. એમાં કોઇ શક નથી કે દર્શકો આ શોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા કારણકે પહેલી વાર કોઇ ચેટ શોમાં રણવીર સિંહ અને રણબીર કપૂર દેખાવાના હતા.

શો દરમિયાન રણબીરે બિન્દાસ રીતે રણવીરને પોતાનો દોસ્ત માનવાનો ઇંકાર કરતા કહ્યુ કે તે મારો દોસ્ત નથી. જો તે આ ચેટ શો પર છે તો માત્ર કરણ જોહરને કારણે. શો દરમિયાન રણબીરે સેક્સ લાઇફ પર બિન્દાસ કહ્યુ કે તેને કેઝ્યુઅલ સેક્સમાં કોઇ રસ નથી.

રણબીરની આ સાઇડ જોઇને રણવીર અને કરણ બંને ચોંકી ગયા. બની શકે કે આ રણવીર સિંહની ઇફેક્ટ હોય. તમને જણાવી દઇએ કે આ બંને સ્ટાર્સ કોઇ એક ચેટ શો નો ભાગ બન્યા હોય તેવુ પહેલી વાર બન્યુ છે. શો દરમિયાન બંનેએ ખૂબ મસ્તી કરી. બંને પોતાની લવ રિલેશનશીપ વિશે પણ બોલ્યા. શો દરમિયાન રણબીર કપૂર અને રણવીર સિંહના રસપ્રદ કમેંટ વિશે જાણો...

અમારુ બ્રેક અપ હવે ઇતિહાસ બની ગયુ છે

શો દરમિયાન કરણે રણબીર-રણવીરને પૂછ્યુ કે શું તેમને દીપિકા પાદુકોણને કારણે ક્યારેય ઓક્વર્ડનેસ ફીલ થયુ છે. આના પર રણબીરે કહ્યુ કે મારા અને દીપિકાના બ્રેકઅપને 7-8 વર્ષ વીતી ચૂક્યા છે અને એ હવે ઇતિહાસ બની ચૂક્યુ છે. આના વિશે વાત કરવાનો હવે કોઇ મતલબ નથી. રણવીરે પણ કહ્યુ કે મને ભૂતકાળથી કોઇ ફરક પડતો નથી.

રિલેશનશીપ સ્ટેટસ

જ્યારે કરણે બંનેને તેના રિલેશનશીપ સ્ટેટસ વિશે પૂછ્યુ તો રણબીરે તરત જ પોતાને સિંગલ કહી દીધો પરંતુ રણવીર સિંહે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો.

સંગમ

રણવીરે કહ્યુ કે રણબીર ભવિષ્યમાં એક ફિલ્મ નિર્દેશિત કરવા માંગે છે અને ઇચ્છે છે કે કરણ જોહર તે ફિલ્મને પ્રોડ્યુસ કરે પરંતુ કરણે ઇનકાર કરતા કહ્યુ કે હું ઇંટ્રેસ્ટેડ નથી. ત્યારબાદ રણવીર તેને કંવીંસ કરતા કહે છે કે તમને એકસાથે બે હીરો સાથે કામ કરવાનો આવો મોકો ફરીથી નહિ મળે. જેના પર કરણ હામી ભરે છે અને કહે છે કે ફિલ્મનું નામ સંગમ હશે અને હીરિઇન.. તો રણવીર ફટાકથી દીપિકાનું નામ બોલી જાય છે.

પરફેક્ટ બોયફ્રેંડ છે રણવીર

રણવીરે કહ્યુ કે તે એક પરફેક્ટ બોયફ્રેંડ છે. તે રિલેશનશીપ દરમિયાન ક્યારેય ઇનસિક્યોર નથી થતો અને પઝેસીવ પણ નથી થતો. રણબીરે પણ તેની હા માં હા મીલાવી.

મેરેજ મટીરિયલ છે દીપિકા પાદુકોણ

રેપિડ ફાયર રાઉંડ દરમિયાન કરણે રણવીરને અનુષ્કા, કેટરીના અને દીપિકા પાદુકોણનું નામ લઇને પૂછ્યુ કે તે કઇ હીરોઇન સાથે હુક-અપ કરવા ઇચ્છશે અને કઇ હીરોઇનને મારવા ઇચ્છશે. આના પર રણવીરનો જવાબ એ હોય છે કે તે દીપિકા સાથે લગ્ન કરવા ઇચ્છશે, અનુષ્કાને મારવા ઇચ્છશે અને કેટરીના સાથે હુક-અપ કરવા ઇચ્છશે.

રણબીરે કંગનાને ડેટ કરવી જોઇએ

શો દરમિયાન રણવીર સિંહે રણબીર કપૂરને કંગના રનોતને ડેટ કરવાની સલાહ આપી હતી.

દીપિકા પાદુકોણ છે ઓલ ટાઇમ ફેવરીટ

જ્યારે કરણે બંનેને પસંદગીની એક્ટ્રેસ વિશે પૂછ્યુ તો રણવીરે ઝટથી દીપિકાનું નામ લીધુ અને કહ્યુ કે દીપિકા તેની ઓલ ટાઇમ ફેવરીટ છે. હાલમાં આલિયા તેની પસંદગીની એક્ટ્રેસમાંની એક છે.

ચિકની ચમેલી ડાંસ

આટલુ જ નહિ બંનેએ એકસાથે ચિકની ચમેલી ગીત પર ડાંસ કર્યો.

રણબીર-રણવીર

શો દરમિયાન બંનેની કેમેસ્ટ્રી જબરદસ્ત હતી. કોઇ કોઇ જગ્યાએ બંને કરણના સવાલો પર ઘણા અસહજ નજરે પડ્યા.

English summary
10 interesting comments made by Ranveer Singh and Ranbir Kapoor in Koffee With Karan.
Please Wait while comments are loading...