For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JIO ફિલ્મફેર એવોર્ડ 2017: કોને મળી ટ્રોફી?

બોલિવૂડમાં દરેક વર્ષની શરૂઆત વિવિધ એવોર્ડ ફંક્શન સાથે થાય છે. ન્યૂ યર સેલિબ્રેશનમાંથી પરવારીને સ્ટાર્સ એવોર્ડના રિહર્સલમાં વ્યસ્ત થઇ જાય છે. ફિલ્મફેર એવોર્ડ બોલિવૂડના નામાંકિત એવોર્ડમાંનો એક છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં દરેક વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆત વિવિધ એવોર્ડ ફંક્શન સાથે થાય છે. ન્યૂ યર સેલિબ્રેશનમાંથી પરવારીને સ્ટાર્સ એવોર્ડ ફંક્શન્સના રિહર્સલમાં વ્યસ્ત થઇ જાય છે. ફિલ્મફેર એવોર્ડ બોલિવૂડના નામાંકિત એવોર્ડ્સમાંના એક છે, જેની સ્ટાર્સ પણ કાગડોળે રાહ જોતા હોય છે.

આ વખતના ફિલ્મફેર એવોર્ડ તેના નોમિનેશન્સને કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. સાથે જ સ્ટાર્સના વિવિધ સ્ટાયલિશ લૂક અને તેમના પર્ફોમન્સ પણ સિને રસિકોની નજર હતી. આ શો હોસ્ટ કર્યો હતો, કરણ જોહર, શાહરૂખ ખાન અને કપિલ શર્માએ. આવો જોઇએ જિઓ ફિલ્મફેર એવોર્ડ્સ 2017માં એવોર્ડની બ્લેક લેડી કોની પર મહેરબાન થઇ?

બેસ્ટ ફિલ્મ 2016 - દંગલ

બેસ્ટ ફિલ્મ 2016 - દંગલ

બેસ્ટ ફિલ્મ 2016નો એવોર્ડ આમિર ખાનની ધાકડ ફિલ્મ 'દંગલ'ને એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય આ કેટેગરીમાં કપૂર એન્ડ સન્સ, નીરજા, પિંક, સુલતાન અને ઉડતા પંજાબને નોમિનેશન આપવામાં આવ્યું હતું.

બેસ્ટ એક્ટર - આમિર ખાન(દંગલ)

બેસ્ટ એક્ટર - આમિર ખાન(દંગલ)

વર્ષ 2016નો બેસ્ટ એક્ટર ઇન અ લીડીંગ રોલનો એવોર્ડ આમિર ખાનને ભાગે ગયો હતો. હંમેશની જેમ વર્ષના છેલ્લા મહિનામાં ફિલ્મ રિલિઝ કરીને આમિર દરેક કેટેગરીમાં છવાયેલા હતા, પરંતુ એવોર્ડ ફંક્શનમાંથી ગેરહાજર રહ્યા હતા.

  • બેસ્ટ એક્ટરની કેટેગરીમાં અમિતાભ બચ્ચન(પિંક), રણબીર કપૂર(એ દિલ હે મુશ્કિલ), સલમાન ખાન(સુલતાન), શાહરૂખ ખાન(ફેન), શાહિદ કપૂર(ઉડતા પંજાબ) અને સુશાંત સિંહ રાજપૂત(એમ.એસ.ધોની) ને નોમિનેશન મળ્યું હતું.
  • 'એ દિલ હે મુશ્કિલ' સાથે જ આવેલી અજય દેવગણની ફિલ્મ 'શિવાય' આ નોમિનેશનમાંથી ગાયબ હતી.
બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ(ડિયર ઝિંદગી)

બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ(ડિયર ઝિંદગી)

બેસ્ટ એક્ટર ઇન અ લીડીંગ રોલ(ફીમેલ)નો એવોર્ડ આલિયા ભટ્ટને મળ્યો હતો. 'ડિયર ઝિંદગી' અને 'ઉડતા પંજાબ' બંન્ને ફિલ્મોમાં આલિયાની એક્ટિંગ વખાણવા લાયક હતી.

  • આ કેટેગરીના અન્ય નોમિનેશન્સ હતા, એશ્વર્યા રાય બચ્ચન(સરબજીત), અનુષ્કા શર્મા(એ દિલ હે મુશ્કિલ), આલિયા ભટ્ટ(ઉડતા પંજાબ), નીરજા(સોનમ કપૂર) અને વિદ્યા બાલન(કહાની 2).
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - ઋષિ કપૂર(કપૂર એન્ડ સન્સ)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - ઋષિ કપૂર(કપૂર એન્ડ સન્સ)

બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ(મેલ)નો એવોર્ડ ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' માટે ઋષિ કપૂરને ફાળે ગયો હતો.

  • આ સાથે જ કપૂર એન્ડ સન્સ ફિલ્મ માટે જ રજત કપૂર અને ફવાદ ખાન પણ આ જ કેટેગરીમાં નોમિનેટેડ હતા. એ સિવાય દિલજીત દોસાંજ(ઉડતા પંજાબ), જિમ સર્ભ(નીરજા) અને રાજકુમાર રાવ(અલીગઢ)ને પણ આ નોમિનેશનમાં સ્થાન મળ્યું હતું.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - શબાના આઝમી(નીરજા)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - શબાના આઝમી(નીરજા)

બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ (ફીમેલ)નો એવોર્ડ શબાના આઝમીને મળ્યો હતો. તેમણે ફિલ્મ નીરજામાં નીરજા ભાનોતની માતાનું પાત્ર ભજવ્યું હતું.

  • આ કેટેગરીના અન્ય નોમિનેશન હતા, કરીના કપૂર(ઉડતા પંજાબ), ક્રિતિ કુલ્હારી(પિંક), રિચા ચઢ્ઢા(સરબજીત) અને રત્ના પાઠક શાહ(કપૂર એન્ડ સન્સ).
બેસ્ટ ડિરેક્ટર - નિતેશ તિવારી(દંગલ)

બેસ્ટ ડિરેક્ટર - નિતેશ તિવારી(દંગલ)

વર્ષ 2016 માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ફિલ્મ 'દંગલ' માટે નિતેશ તિવારીના ફાળે ગયો હતો. આ કેટેગરીમાં અન્ય ડિરેક્ટર્સ અભિષેક ચૌબે(ઉડતા પંજાબ), અલી અબ્બાસ ઝફર(સુલતાન), કરણ જોહર(એ દિલ હે મુશ્કિલ), રામ માધવાની(નીરજા) અને શકુન બત્રા(કપૂર એન્ડ સન્સ)ને નોમિનેશન મળ્યું હતું.

લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

જિઓ ફિલ્મફેર એવોર્ડનો લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાને ફાળે ગયો હતો.

કપૂર એન્ડ સન્સ છવાઇ

કપૂર એન્ડ સન્સ છવાઇ

બેસ્ટ કોરિયોગ્રાફી 2016નો એવોર્ડ આદિલ શેખને મળ્યો હતો. ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'ના ગીત 'કર ગઇ ચૂલ' માટે આદિલને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સાથે જ બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો એવોર્ડ પણ ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' માટે સીર ઉદ્દીનને આપવામાં આવ્યો હતો.

બેસ્ટ એડિટિંગ

બેસ્ટ એડિટિંગ

વર્ષ 2016 માટે બેસ્ટ એડિટિંગને એવોર્ડ 'નીરજા'ના એડિટર મોનિષા આર બાલદાવના ફાળે ગયો હતો.

બેસ્ટ વીએફએક્સ

બેસ્ટ વીએફએક્સ

બેસ્ટ વીએફએક્સ નો એવોર્ડ 'ફેન'ને મળ્યો હતો. આ ફિલ્મમાં ફેનનું પાત્ર પણ શાહરૂખે જ ભજવ્યું હતું, જેના લૂકમાં વીએફએક્સ દ્વારા આબાદ ફેરફાર કરવામાં આવ્યો હતો. રેડ ચિલિઝ એન્ટરટેઇન્મેન્ટને અભિનંદન!

બેસ્ટ ડાયલોગ

બેસ્ટ ડાયલોગ

વુમન ઓરિએન્ટેડ ફિલ્મ 'પિંક' માટે રિતેશ શાહને બેસ્ટ ડાયલોગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બેસ્ટ સિંગર

બેસ્ટ સિંગર

ફિલ્મ એ 'દિલ હે મુશ્કિલ' માટે અરિજિત સિંહને બેસ્ટ સિંગરને એવોર્ડ આપવમાં આવ્યો હતો.

બેસ્ટ ડેબ્યૂ

બેસ્ટ ડેબ્યૂ

ફિલ્મ 'ઉડતા પંજાબ'થી બોલિવૂડમાં દમદાર એન્ટ્રી કરનાર દિલજીત દોસાંજને બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ કૉસ્ટ્યૂમ

બેસ્ટ કૉસ્ટ્યૂમ

ફિલ્મ 'ઉડતા પંજાબ' માટે પાયલ સલૂજાને બેસ્ટ કૉસ્ટ્યૂમનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

English summary
62nd Jio Filmfare Awards 2017 - Winners List.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X