Exclusive Pic: ઐશ્વર્યાની દિકરી આરાધ્યાની થીમ બર્થ ડે પાર્ટી
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકની લાડલી દિકરી આરાધ્યાનો 16 નવેમ્બરના રોજ હતો હેપ્પી બર્થ ડે. ત્યારે જે ઘરમાં દાદા અમિતાભ બચ્ચન હોય અને માં ઐશ્વર્યા રાય બચ્ચન હોય તેવી સ્ટાર ફેમીલીની દિકરીનો બર્થ ડે તો એક સેલેબ્રિટીની જેમ જ ઉજવાયને! ત્યારે જ તો આરાધ્યાની બર્થ ડે માટે માટે માં ઐશ્વર્યા રાયે કરી હતી ખાસ તૈયારીઓ.
એટલું જ નહીં આખુ બોલીવૂડ આ લાડકી દિકરીના બર્થ ડે સેલિબ્રેશનમાં રહ્યું હતું હાજર. પ્રિન્સેસની થીમ પર આ બર્થ ડે પાર્ટીનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. પણ સ્ટાર એટ્રેક્શન હતી આરાધ્યા. જે પીંક પ્રિન્સેસ ડ્રેસ પહેરીને આવી હતી. અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ત્યારે આરાધ્યાની બર્થ ડે પાર્ટીના એક્સક્યૂઝિવ ફોટો જુઓ અહીં.
બર્થ ડે ગર્લની એન્ટ્રી
કારમાં પીંક ફ્રોક પહેરી મમ્મી ઐશ્વર્યાની ગોદીમાં બેઠેલી આરાધ્યા આવી પહોંચી બર્થ ડે પાર્ટીમાં.
બર્થ ડે કેકોરેશન
આ બર્થ ડે પાર્ટીમાં પ્રિન્સેસ થીમ રાખવામાં આવી હતી. અને ડીઝનીની તમામ પ્રિન્સેસ અહીં હાજર હતી.
બર્થ ડે કેક
ત્યારે આરાધ્યાની બર્થ ડે કેક પણ કેસલ એટલે કે કિલ્લા જેવી હતી. જેની પર હતી તમામ ડિઝની પ્રિન્સેસની તસવીરો.
બચ્ચન પરિવાર
ત્યારે આરાધ્યાની બર્થ ડેમાં દાદા અમિતાભ, દાદી જયા, ફોઇબા શ્વેતા અને નાના-નાની એટલે કે ઐશ્વર્યાના મમ્મી પપ્પા પણ હાજર રહ્યા હતા
પ્રિન્સેસ આરાધ્યા
ત્યારે ક્યૂટ પીંક પ્રિન્સેસ ફ્રોકમાં આરાધ્યા લાગતી હતી સૂપર બ્યૂટીફૂલ અને ક્યૂટ.
બર્ડેમાં કોણ કોણ આવ્યું.
આ બર્થ ડેમાં શિલ્પા શેટ્ટી, રવીના ટંડન, સોનાલી બ્રેન્દ્રે, તારા શર્મા, કોકણા સેન, નીલમ કોઠારી તેમના બાળકો સાથે જોવા મળ્યા હતા.
રવીના ટંડન
રવિના ટંડન તેના બે બાળકો સાથે આવી હતી આ પાર્ટીમાં. તેણે અમિતાભ અને અભિષેક જોડે પણ પડાવી હતી સેલ્ફી.
રિતેશ અને જેનિલિયા
તો બીજી તરફ અભિષેક બચ્ચનના મિત્ર તેવા રિતેશ અને જેનિલિયા પણ તેમના બાળક સાથે આ પાર્ટીમાં રહ્યા હતા હાજર.
રાજ કુંદ્રા
રાજ કુંદ્રા પણ તેમના બાળક સાથે પાર્ટીની મઝા માણતા જોવા મળ્યા હતા. અહીં બાળકો માટે મીની બાઇક પણ રાખવામાં આવી હતી. જેનો બાળકો આનંદ લીધો હતો.
તારા શર્મા
તારા શર્માએ પણ તેના બન્ને બાળકો સાથે લીધી હતી આ પાર્ટીમાં એન્ટ્રી.
કોકણા સેન
કોકણા સેન પણ તેના બાળક સાથે પાર્ટીમાં હાજરી આપી હતી.
નિલમ કોઠારી
જૂના સમયની જાણીતી અભિનેત્રી તેવી નિલમ પણ તેની દિકરી સાથે જોવા મળી હતી.
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે પણ તેના પતિ અને બાળક સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી.
ઐશ્વર્યાએ કરી હતી તૈયારી
ત્યારે આ સમગ્ર બર્થ ડેની તમામ તૈયારીઓ ઐશ્વર્યા રાયે કરી હતી. અને દરેક વસ્તુ પર પેની નજર રાખી હતી.
ડેડી કૂલ
તો અભિષેક બચ્ચન પણ આરાધ્યાને કંપની આપવા માટે પિંક શર્ટમાં જોવા મળ્યા હતા. અને એક સારા હોસ્ટની જેમ બધા સાથે ફોટો પડાવતા હતા.