શું આરાધ્યા માટે ઐશ્વર્યાએ ધારણ કર્યો છે આ વેશ?

ઐશ્વર્યા રાય બચ્ચનનો ડિઝની પ્રિન્સેસ અવતાર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઐશ્વર્યા રાયના કોઇક ફેને આ ફોટોઝ ક્રિએટ કર્યા છે, જે તમે જોતા રહી જશો.

Subscribe to Oneindia News

બોલિવૂડ સેલેબ્સના ફોટો સાથે ક્યારેક તેમના ફેન તો ક્યારેક હેટર્સ કંઇ ને કંઇ છેડખાની કરતા જ રહે છે. જ્યારે સેલેબ્સના ફેન તેમની મહેનત અને ક્રિએટિવિટી દ્વારા પોતાનો પ્રેમ રજૂ કરે ત્યારે બોલિવૂડ સેલેબ્સનાં કંઇક એવા સુંદર ફોટા ક્રિએટ થઇ જાય છે, જે તમે જોયા જ કરો. હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચનના જ આવા જ કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. ઐશ્વર્યાના કોઇક ફેને તેનો ડિઝની પ્રિન્સેસ અવતાર ક્રિએટ કર્યો છે, જે અત્યંત સુંદર છે. તમે પણ જુઓ આ ફોટા..

પ્રિન્સેસ જાસ્મીન

આ ફોટોમાં ઐશ્વર્યા ગજબની સુંદર લાગી રહી છે. તેના ફેનની ઇમેજીનેશનને દાદ આપવી ઘટે. આ ફોટો જોયા બાદ કોઇ ડિરેક્ટર ઐશ્વર્યાને પ્રિન્સેસ જાસ્મીન તરીકે સાઇન ન કરે તો જ નવાઇ!

વધુ એક

આ પણ ઐશ્વર્યા રાયનો ફોટોશોપ કરેલો ફોટો છે, જે ખરેખર કમાલનો છે. ઐશ્વર્યા રાયને 'એ દિલ હે મુશ્કિલ'માં જોઇને ઘણા લોકોના મોઢામાંથી આહ નીકળી ગઇ હતી. ત્યાર બાદ હવે આ ફોટો જોઇને પણ તેના ફેન્સની કંઇક એવી જ હાલત થાય એવું બને.

ઐશ્વર્યા રાયનું લેટેસ્ટ ફોટોશૂટ

આ મહિને ઐશ્વર્યા રાયના લેટેસ્ટ ફોટોશૂટનો ઉપરોક્ત ફોટો પણ સોશિયલ મીડિયા પર ચારે બાજુ છવાયેલો છે.

ઐશ્વર્યા અને માધુરીનું રિ-યુનિયન

બોલિવૂડના ફેમસ ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટીમાં સેલિબ્રિટિઝનો મેળાવડો જામ્યો હતો. જેમાં ઉર્વશી, અભિષેક, ઐશ્વર્યા અને માધુરી દિક્ષિત કંઇક આ અંદાજમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા અને માધુરી ફિલ્મ 'દેવદાસ'માં સાથે જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા અને કેટરીના

આ જ પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના એક્સ બોયફ્રેન્ડની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટોઝે ધૂમ મચાવી છે.

English summary
See here, somebody turned Aishwarya Rai Bachchan into Disney princess Jasmine and we are loving the pictures..
Please Wait while comments are loading...