For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન નહીં, આતંકવાદ વિરોધી છે 'બેબી': અક્ષય કુમાર

|
Google Oneindia Gujarati News

આતંકવાદ એક એવો મુદ્દો છે જેના અંગે ચર્ચા કરતા જ પાકિસ્તાનનું નામ આપણા મોઢે આવી જ જાય છે. એવું બન્યું છે ફિલ્મ બેબીની સાથે. ફિલ્મને પાકિસ્તાન વિરોધી માનવામાં આવી રહ્યું છે. આની પર વાત કરતા અક્ષય કુમારે જણાવ્યું છે કે ફિલ્મ પાકિસ્તાનની વિરુદ્ધ કઇ નથી કહેતી. બલકે ફિલ્મમાં કેટલાંક પાકિસ્તાની કલાકારોએ કામ પણ કર્યું છે.

આતંકવાદ એક વિષયના રૂપમાં દરેક સમાચારપત્રમાં જોવા મળી શકે છે, માટે અમે તેના પ્રત્યે લોકોને જાગૃત કરવાનું વિચાર્યું. ફિલ્મ આ અંગે ખુલીને વાત કરે છે. 'બેબી'ની વાર્તા વાસ્તવિક જીવનની વિવિધ ઘટનાઓ પર આધારિત છે.

baby
બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની નવી ફિલ્મ 'બેબી' આતંકવાદના વિષય પર બનાવવામાં આવેલી મુવી છે. અક્ષય કુમાર કહે છે કે આ મુદ્દા પર 'ખુલીને' ચર્ચા થવી જોઇએ, જેથી લોકો જાગૃત થાય. ભારતમાં એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે આતંકવાદી ભયથી જઝૂમે છે અને કેવી રીતે સરકાર આવા હુમલાઓને રોકવાની કોશિશ કરે છે, 'બેબી' આવી સ્ટોરીને લઇને બનાવવામાં આવેલી ફિલ્મ છે.

અક્ષયે 'બેબી' અને તેમાં એક્શન અવતાર અંગે પણ માહિતી આપતા જણાવ્યું, હું ફિલ્મમાં ગુપ્તચરની ભૂમિકા નિભાવી રહ્યો છું. અમારી એક ગુપ્તચર વિભાગ છે, જેનું નામ છે બેબી. આ સમૂહમાં અનુપમ ખેર, રાણા ડગ્ગૂબાતી અને કેટલાંક અન્ય કલાકારો છે.

English summary
Akshay Kumar starrer Baby is against terrorism not Pakistan, clears the actor after rumours being spread about the film being Anti Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X