આખરે નસીબે જોર પકડ્યું, 2 ફિલ્મો માટે મળ્યો #NationalAward

પ્રિયદર્શને કહ્યું કે, અક્ષય કુમારને માત્ર ફિલ્મ રૂસ્તમ માટે નહીં, પરંતુ એરલિફ્ટ માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Subscribe to Oneindia News

શુક્રવારે નેશનલ એવોર્ડ ના વિનર્સની જાહેરાત થતાં જ અક્ષય કુમાર ના ફેન્સની ખુશીનો પાર નહોતો રહ્યો. અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જાહેર થતાં જ મીડિયામાં તથા સોશિયલ મીડિયા પર લોકોએ અક્ષય કુમારને વધામણીના અનેક મેસેજ મોકલવા માંડ્યા હતા. જો કે, કેટલાક લોકોના મનમાં સવાલ હતો કે, આ એવોર્ડ સમારંભમાં ફિલ્મ એરલિફ્ટ ધ્યાન બહાર કેમ રહી? આખરે પ્રિયદર્શને આ અંગે સ્પષ્ટતા કરી છે, જે અનુસાર અક્ષયને એકલિફ્ટ અને રૂસ્તમ બંન્ને ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે.

પ્રિયદર્શને દૂર કર્યું કન્ફ્યૂઝન

લોકોના આ કનફ્યૂઝનને દૂર કરવા માટે પ્રિયદર્શને એક નિવેદન જાહેર કર્યું છે. પ્રિયદર્શને સ્પષ્ટ કર્યું છે કે, અક્ષય કુમારને રૂસ્તમ અને એકલિફ્ટ બંન્ને ફિલ્મો માટે રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે. પ્રિયદર્શને કહ્યું કે, કેટલાક ટેક્નિકલ કારણોસર પહેલાં માત્ર રૂસ્તમનું નામ વિનર્સ લિસ્ટમાં જાહેર થયું હતું. પરંતુ અક્ષયે આ બંન્ને ફિલ્મોમાં શાનદાર અભિનય આપ્યો છે. આથી આ બંન્ને ફિલ્મો માટે એવોર્ડ આપવો અમને ઉચિત લાગ્યો.

એરલિફ્ટ VS રૂસ્તમ

એવોર્ડ જાહેર થયા બાદ જ ચર્ચા શરૂ થઇ હતી કે, અક્ષયને ફિલ્મ રૂસ્તમ માાટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને એરલિફ્ટ માટે નહીં? રૂસ્તમ અને એરલિફ્ટ બંન્ને શાનદાર અને સત્યઘટના પર આધારિત ફિલ્મો હતી, બંન્નેમાં અક્ષયની એક્ટિંગ પણ લાજવાબ હતી. પરંતુ નેશનલ એવોર્ડની વાત આવે ત્યારે બેસ્ટ ફિલ્મોમાંથી પણ બેસ્ટેસ્ટ પસંદ કરવાની રહે છે. એવામાં એરલિફ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર સમારંભમાં ક્યાંય ઉલ્લેખ ન થતાં લોકો નવાઇ લાગી હતી.

'અક્ષય આ સન્માનના હકદાર છે'

આ ખબર બાદ ફિલ્મ એરલિફ્ટના નિર્દેશક રાજા કૃષ્ણ મેનને પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, મને લાગ્યું હતું કે, અક્ષયને રૂસ્તમ માટે એવોર્ડ મળ્યો છે. પરંતુ જો એરલિફ્ટ માટે પણ તેમને આ સન્માન મળ્યું હોય તો હું અત્યંત ખુશ છું. અક્ષય કુમાર ખરેખર આ એવોર્ડના હકદાર છે. તે ખૂબ મહેનતુ છે, વર્ષોથી તેમણે અનેક શાનદાર ફિલ્મો આપી છે. એરલિફ્ટને સફળ બનાવવામાં પણ તેમનો ઘણો મોટો હાથ છે.

ટ્વીંકલ માટે અક્કીનો સ્પેશિયલ મેસેજ

આ એવોર્ડ જાહેર થયા બાદ અક્ષય કુમારે પોતાના ટ્વીટર પર ફેન્સ અને જૂરીનો આભાર માનતાં એક ઇમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. ખાસ કરીને ટ્વીંકલ ખન્ના માટે તેણે આ વીડિયો પોસ્ટ કર્યો છે. ટ્વીંકલ ખન્ના હંમેશા પતિ અક્ષયને મજાકમાં કહેતી કે, 'સારું થયું તે એવોર્ડ ફંક્શનમાં જવાનું છોડી દીધું, તને કોઇ એવોર્ડ આપતું નથી.' કોફી વિથ કરણમાં પણ ટ્વીંકલે મજાકમાં અક્ષયને કહ્યું હતું કે, 'મારા બંન્ને પેરેન્ટસ (રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા) નેશનલ એવોર્ડ વિનર છે. તે આજ સુધી શું મેળવ્યું છે?' અક્ષય કુમાર હવે ગર્વથી ટ્વીંકલના આ સવાલનો જવાબ આપી શકશે.

English summary
Akshay Kumar won national award for ‘Rustom’ and ‘Airlift’ both, says Priyadarshan.
Please Wait while comments are loading...