એમી જેક્સને તેના લેટેસ્ટ ફોટોશૂટમાં કરી તમામ હદો પાર

Subscribe to Oneindia News

બ્રિટિશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્સન, જે છેલ્લે બોલિવૂડના ખેલાડી કુમાર સાથે સિંઘ ઇઝ બ્લિંગ માં જોવા મળી હતી, તેણે હાલમાં જ મેક્ઝિમ મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે આ ફોટોશૂટના કેટલાંક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યાં છે.

એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. થોડા સમય પહેલાં જ તેણે પોતાના મેક્સિકોના હોલિડેના ફોટા પણ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા, જે ખૂબ વાયરલ થયા હતા.

પહેલી ફિલ્મ સુપરહિટ

એમી જેક્સને તમિલ ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરૂઆથ કરી હતી, જે કમર્શિયલી ખૂબ સક્સેસફુલ રહી હતી. આ ફિલ્મ જુલાઇ 2010માં રિલિઝ થઇ હતી.

એક્ટિંગ અને સુંદરતાના થયા ભરપૂર વખાણ

આ ફિલ્મ બાદ એમી જેક્સનની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ થયા હતા. એમી જેક્સનની અદાઓ અનો મોટી બદામી આંખોના દીવાના ઘણા છે. 2012માં તેની પહેલી બોલિવૂડ ફિલ્મ પ્રતિક બબ્બર સાથે રિલિઝ થઇ હતી.

પહેલી બોલિવૂડ ફિલ્મ રહી સુપરફ્લોપ

એમી જેક્સનની પહેલી બોલિવૂડ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ધમાલ ન કરી શકી, ફિલ્મ બોક્સઓપિસ પર સુપર ફ્લોપ રહી અે તેને મિશ્ર પ્રતિભાવે સાંપડ્યા. આમ છતાં આ ફિલ્મમાં પણ એમી જેક્સનના પર્ફોમન્સના ભરપૂર વખાણ થયા હતા.

હોટ અને ટેલેન્ટેડ છતાં ફેમથી દૂર

ત્યારબાદ તેણે ઘણી તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મમાં કામ કર્યું. આમ છતાં તે બોલિવૂડમાં હજુ પગ જમાવવામાં સફળ નથી થઇ. હાલમાં તે 2.0 ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જો કે, ફિલ્મો સિવાય તે પોતાના હોટ ફોટો શૂટ અને હોલિડેના ફોટોને કારણે તો ચર્ચામાં રહે જ છે.

મેક્સિકોમાં હોલિડે

થોડા સમય પહેલાં જ તે મેક્સિકોમાં હોલિડે પર ગઇ હતી, જેના ફોટોગ્રાફ્સ તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યાં હતા. એમાં કોઇ જ શંકા નથી કે આ બ્રિટિશ મોડેલ અત્યંય સુંદર છે.

લોકોના મન પર કરી શકશે રાજ

સુંદર હોવાની સાથે જ ટેલેન્ટેડ પણ છે. બોલિવૂડમાં આવેલ અન્ય વિદેશી મોડેલ-એક્ટ્રેસથી ઉલટું એમીના પર્ફોમન્સના પહેલેથી જ ખૂબ વખાણ થઇ રહ્યાં છે. યોગ્ય તક મળતાં તે આવનારા દિવસોમાં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ કમાઇ શકે છે.

English summary
Amy Jackson Hot Photo shoot Maxim magazine. Find latest photos here.
Please Wait while comments are loading...