ના ખાન, ના કપૂર, 2017માં આ અભિનેત્રીઓ કરશે રાજ

Subscribe to Oneindia News

આ વર્ષના માર્ચ પછી બોલિવૂડમાં રસપ્રદ વળાંક આવનાર છે, બેક ટુ બેક બોલિવૂડની ટોપ અભિનેત્રીઓની ફિલ્મો પડદા પર છવાઇ જશે. વર્ષ 2016માં પણ ઘણી વુમન ઓરિએન્ટેડ ફિલ્મો આવી હતી, જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. હવે વર્ષ 2017નું કેલેન્ડર જોતાં ખાતરી થાય છે કે આ વર્ષે પણ બોલિવૂડની અભિનેત્રીઓ જ બોક્સઓફિસ પર ધૂમ મચાવશે. અનુષ્કા શર્મા, સોનાક્ષી સિન્હા, શ્રદ્ધા કપૂર, તાપસી પન્નૂ, સ્વરા ભાસ્કર અને ઝાયરા વસીમ જેવી અભિનેત્રીઓ પડદા પર છવાઇ જશે.

વર્ષ 2016માં પોતાના અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરનાર આ અભિનેત્રીએ આ વર્ષે ફરી એકવાર પોતાનો કમાલ બતાવવા તૈયાર છે. સુલતાન, પિંક, નીલ બટ્ટે સન્નાટા, અકીરા, દંગલ વગેરે જેવી ફિલ્મોને બોક્સઓફિસ પર પણ ખૂબ સફળતા હાંસલ થઇ હતી. આવો જોઇએ આ વર્ષે આ અભિનેત્રીઓ કેવી અને કઇ ફિલ્મોમાં પોતાનો કમાલ બતાવવા જઇ રહી છે..

ફિલ્લૌરી

અનુષ્કા શર્માના હોમ પ્રોડક્શનની આ બીજી ફિલ્મ છે, જેમાં તે દિલજીત દોસાંજ સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે. દેશી રંગ અને સંગીતથી સજ્જ આ ફિલ્મ મૂળરૂપે એક પ્રેમવાર્તા પર આધારિત છે.

દિલજીત અને અનુષ્કાની જોડી

આ ફિલ્મની સૌથી મોટી યૂએસપી તેની દેશી વાર્તાને ગણવામાં આવી રહી છે. પંજાબી સુપર સ્ટાર દિલજીત ફિલ્મ 'ઉડતા પંજાબ'થી પહેલા જ બોલિવૂડ દર્શકોનું મન જીતી ચૂક્યો છે. દિલજીત અને અનુષ્કાની જોડી સ્ક્રિન પર શું કમાલ કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

અનારકલી ઓફ આરા

સ્વરા ભાસ્કર સ્ટારર આ ફિલ્મમાં બિહારના આરા જિલ્લાની એક સાહસી ગાયિકાના સંઘર્ષની વાર્તા કહેવામાં આવી છે, જે એક દુર્ઘટનાનો શિકાર બને છે. ધીરે-ધીરે તે સમાજ સામે પોતાનો અવાજ બુલંદ કરતી જોવા મળે છે.

નિરાળી અનારકલી

ફિલ્મનું ટાઇટલ અને વાર્તા અત્યંત રસપ્રદ લાગે છે. આ ફિલ્મમાં અનારકલી પોતાના પ્રેમ માટે નહીં, પરંતુ પોતાના માટે અવાજ ઉઠાવતી જોવા મળશે. સ્ત્રી સ્વાતંત્ર્યનો અવાજ બુલંદ કરતી આ અન્ય એક શ્રેષ્ઠ ફિલ્મ બને તો નવાઇ નહીં!

નામ શબાના

અક્ષય કુમારની ફિલ્મ 'બેબી'માં તાપસીનો નાનકડો પરંતુ પાવરફુલ રોલ હતો, ત્યાર બાદ આવેલી ફિલ્મ 'પિંક'માં તાપસી પડદા પર છવાઇ ગઇ હતી. આ ફિલ્મમાં એક સામાન્ય છોકરી શબાના ખાસ કઇ રીતે બની તેની વાર્તા છે અને આ ફિલ્મમાં અક્ષય કુમાર કેમિયો કરી રહ્યાં છે.

દમદાર વાર્તા

'બેબી'માં શબાનાનું પાત્ર લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. આ ફિલ્મમાં શબાનાની સામાન્ય યુવતીમાંથી ઓફિસર બનવાની સફરને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તેમાં વળી અક્ષય કુમારને કેમિયો, ફિલ્મ તો સુપરહિટ જ રહેશે એ વાતમાં કોઇ શંકા નથી.

નૂર

સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ સબા ઇમ્તિયાઝની નવલકથા 'કરાંચી, આઇ લવ યુ' પર આધારિત છે, જેમાં સોનાક્ષી સિન્હા રિપોર્ટરની ભૂમિકામાં જોવા મળશે. આ વાર્તામાં સોનાક્ષીનું પાત્ર જ્યારે કરાંચી જાય છે, ત્યારે કેવી ઘટનાઓ બને છે તેના પર આધારિત છે.

નવી ફ્લેવર

'અકીરા' અને 'ફોર્સ ટુ'માં એક્શન અવતારનો કમાલ દેખાડ્યા બાદ આ ફિલ્મમાં રિપોર્ટરનું પાત્ર ભાજવવાનું સોનાક્ષીને થોડું અટપટુ લાગ્યું. સોનાક્ષીના માટે આ ફિલ્મ અને તેનું પાત્ર નૂર વર્ષની મચ અવેઇટેડ વસ્તુઓ છે. સસ્પેન્સ, થ્રિલર અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમશે એવી સોનાક્ષીને આશા છે.

હસીના - ધ ક્વીન ઓફ મુંબઇ

આ ફિલ્મ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર પર આધારિત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીના પારકરના રોલમાં જોવા મળશે અને શ્રદ્ધાનો ભાઇ સિદ્ધાંત કપૂર દાઉદની ભૂમિકામાં જોવા મળશે. હસીના કઇ રીતે મુંબઇની ગોડમધર બની, તે આ ફિલ્મમાં બતાવવામાં આવશે.

શ્રદ્ધાનું પાત્ર

પોતાના કરિયારના પહેલા તબક્કામાં જ શ્રદ્ધા આ ફિલ્માં મમ્મીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં હસીના પારકરની 18 વર્ષથી લઇને 45 વર્ષ સુધીની જીવન સફર બતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમની દુનિયાના રહસ્યોથી લોકો હંમેશા આકર્ષાય છે.

સિક્રેટ સુપરસ્ટાર

આમિર ખાનના હોમ પ્રોડક્શનની આ ફિલ્મમાં 'દંગલ' ફેમ ઝાયરા વસીમ મુખ્ય પાત્ર ભજવવા જઇ રહી છે. આમિર ખાન આ ફિલ્મમાં કેમિયો કરી રહ્યાં છે. આ ફિલ્મમાં એક એવી છોકરીની વાર્તા કહેવામાં આવી છે, જે પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઇ સિંગર બને છે.

ઝાયરા વસીમ

ફિલ્મ 'દંગલ'માં નાની ગીતા ફોગાટનું પાત્ર ભજવનાર ઝાયરા ખૂબ ટેલેન્ટેડ છે એ વાત તો સાબિત થઇ ચૂકી છે. આ ફિલ્મના ટીઝરે અત્યારથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તો બીજી બાજુ આમિર ખાન હંમેશા પોતાની ફિલ્મોમાં સરપ્રાઇઝ પેકેજ લઇને આવે છે. આ ફિલ્મમાં પણ દર્શકોને આમિર ખાનનો અલગ ફ્લેવર જોવા મળે એવી આશા છે.

અહીં વાંચો - ઝાયરાના પક્ષમાં બોલ્યા આમિર, કહ્યું તું તો મારી પણ રોલ મોડેલ છે

સિમરન

નિર્દેશક હંસલ મહેતાની આ ફિલ્મની સૌને રાહ છે. આ ફિલ્મમાં કંગના રનૌત એક ડિવોર્સી સ્ત્રીના પાત્રમાં જોવા મળશે.

કંગના રનૌત

'રંગૂન'માં એકદમ ચુલબુલા પાત્રમાં દેખાયા બાદ 'સિમરન'માં કંગના દર્શકોને બિલકુલ અલગ અને શાંત અંદાજમાં જોવા મળશે. હંસલે આ વાર્તા અંગે હજુ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. આશા છે કે, 'અલીગઢ' બાદ હંસલ ફરી એકવાર અનકહી દુનિયાની વાર્તા કહેતા જોવા મળશે.

English summary
This year at the box office will be dominated by top actress most awaited films.
Please Wait while comments are loading...