બાહુ કે ભલ્લાલ? કોણ વધારે હોટ? દેવસેનાનો ઇન્ટરેસ્ટિંગ જવાબ

બાહુબલીમાં દેવસેનાનું પાત્ર ભજવનાર અનુષ્કા શેટ્ટીને પૂછવામાં આવ્યું કે, બેમાંથી કોણ વધારે હોટ દેખાય છે, તો તેણે એક એક્ટરને પોતાનો ભાઇ બનાવી દીધો

Subscribe to Oneindia News

બાહુબલી ભારતીય સિનેમાની એવી ફિલ્મ છે, જે અંગે વાત કરતાં કોઇ થાકતું નથી. ફિલ્મની સાથોસાથ તેની સ્ટારકાસ્ટ પણ ખૂબ પોપ્યૂલર થઇ રહી છે. બાહુબલીના પાત્રમાં જોવા મળેલ પ્રભાસની લોકપ્રિયતા આભને આંબી રહી છે. ભલ્લાલદેવના પાત્રમાં જોવા મળેલ રાણાના પણ એટલા જ વખાણ થઇ રહ્યાં છે અને દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી પણ લોકોનું મન જીતવામાં સફળ થઇ છે.

બાહુબલી કે ભલ્લાલદેવ

ફિલ્મનો ફીવર થોડો ઓછો થયા બાદ હવે બાહુબલી(પ્રભાસ) અને ભલ્લાલદેવ(રાણા)ની તુલના કરવામાં આવી રહી છે. બેમાંથી કોણ વધુ શ્રેષ્ઠ છે, એનો દરેક પાસે અલગ-અલગ જવાબ છે. બંન્ને એક્ટરનું પોતાનું ફેન ફોલોઇંગ છે. ખાસ કરીને પ્રભાસ ખૂબ લોકપ્રિય એક્ટર છે. આ ફિલ્મ માટે બંન્નેએ પોતાના બોડી અને એક્ટિંગ પર ખૂબ મહેનત કરી છે.

દેવસેનાનો જવાબ

ફિલ્મમાં દેવસેનાનું પાત્ર ભજવનાર અનુષ્કા શેટ્ટીને પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેણે આ સવાલનો ખૂબ સરસ જવાબ આપ્યો હતો. તેણે બેમાંથી એક એક્ટરને પોતાનો ભાઇ ગણાવી દીધો અને બીજાના ભરપૂર વખાણ કર્યા છે.

રિયલ લાઇફમાં કોણ છે વધુ હોટ?

અનુષ્કા શેટ્ટીને પૂછવામાં આવ્યું હતું કે, રિયલ લાઇફમાં પ્રભાસ અને રાણામાંથી કોણ વધુ હોટ છે તો તેણે ખૂબ જ અપેક્ષિત જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારા મતે પ્રભાસ રાણા કરતા વધુ હોટ છે.

ભાઇ છે રાણા દગ્ગુબાતી

તેણે આગળ ઉમેર્યું હતું કે, રાણા પણ ખૂબ હેન્ડસમ છે અને હું તેને પોતાનો ભાઇ માનું છું. હું એને બ્રધર કહીને સંબોધું છું. તેણે એમ પણ કહ્યું હતું કે, આગળ જો સારી ફિલ્મોની ઓફર મળે તો તે ચોક્કસ પ્રભાસ સાથે કામ કરવા ઇચ્છશે.

અનુષ્કાનો ખુલાસો

અનુષ્કાએ આ સાથે એમ પણ કહ્યું હતું કે, બાહુબલીનું દેવસેનાનું કેરેક્ટર તેને માટે ચેલેન્જિંગ હતું, કારણ કે તેણે અમરેન્દ્ર બાહુબલી સાથે રોમાન્સ કરવાનો હતો અને મહેન્દ્ર બાહુબલીની માતાનો રોલ પ્લે કરવાનો હતો.

લિંક-અપની ખબરો

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને પ્રભાસના અફેરની ખબરો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. તેઓ બાહુબલી 2 પહેલાં પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે અને લોકોને તેમની જોડી ખૂબ પસંદ આવે છે. બાહુબલી 2માં તેમની લવ સ્ટોરીને લોકોએ ખૂબ પસંદ કરી છે અને તેમના ફેન ક્લબે તો પ્રભાસ અને અનુષ્કાના લગ્નની વાતો પણ શરૂ કરી દીધી છે.

WHAT OTHERS ARE READING
English summary
Baahubali actress Anushka Shetty accepts that Prabhas is sexier than Rana Daggubati.
Please Wait while comments are loading...