પ્રમોશન દરમિયાન બાહુબલી 2ની ટીમ થઇ Racismનો શિકાર

બાહુબલી 2 રિલીઝ થવાની તૈયારીમાં છે, લોકો આ ફિલ્મને જોવા આતુર છે. એવામાં દુબઇ પ્રમોશન કરવા પહોંચેલ આ ફિલ્મની સ્ટારકાસ્ટને રેસિઝમનો સામનો કરવો પડ્યો છે.

Subscribe to Oneindia News

આ વર્ષની મચ અવેઇટેડ ફિલ્મ છે બાહુબલીઃ ધ કનક્લૂઝન. ચારે બાજુ બસ આ ફિલ્મની જ ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. એવામાં આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેની સ્ટારકાસ્ટને ગેરવર્તણૂકને સામનો કરવાનો વારો આવ્યો છે.

સોશિયલ મીડિયા પર શેર કરી ઘટના

આ અંગે ફિલ્મના પ્રોડ્યૂસરે જાતે માહિતી આપી છે. તેમણે આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર બાહુબલી 2નો જાણે વંટોળ છવાયો છે, એમાં ફિલ્મના પ્રોડ્યૂસરે જેવી આ ઘટના શેર કરી કે તુરંત વાયરલ થઇ ગઇ. ફિલ્મ બાહુબલી 2ની સ્ટારકાસ્ટ તેમની સાથે થયેલ ગેર-વર્તણૂકથી ખૂબ નિરાશ થઇ છે.

પ્રોડ્યૂસર શોબૂ યારલાગડ્ડા

બાહુબલી 2ના પ્રોડ્યૂસર શોબૂ યારલાગડ્ડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી આ ગેરવર્તણૂકની ઘટના વર્ણવી છે. તેમણે પોતાની ટીમ સાથે ખરાબ વર્તન થયું હોવાનો તથા જાતિવાદથી પ્રેરિત વર્તન થયું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમિરેટ્સ એરલાયન્સ પર આરોપ લગાવતા કહ્યું છે કે, દુબઇ એરપોર્ટ પર તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે.

અત્યંત રુડ બિહેવિયર

પ્રોડ્યૂસર શોબૂએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર આ ઘટનાની માહિતી આપતાં લખ્યું છે, અમે દુબઇથી હૈદ્રાબાદ પરત ફરી રહ્યાં હતા, તે સમયે એમિરેટ્સના સ્ટાફે અમારી સાથે ખરાબ વર્તન કર્યું. તેમનું વર્તન ઘણું જ રૂક્ષ હતું અને તેઓ કોઇ કારણ વગર અમારી સામે એટિટ્યૂડ બતાવી રહ્યાં હતા.

રંગભેદના શિકાર

અન્ય એક ટ્વીટમાં શોબૂએ લખ્યું છે કે, મારા ખ્યાલથી એમિરેટ્સના એક સ્ટાફ મેમ્બરનું અમારી સાથેનું વર્તન રંગભેદથી પ્રેરિત હતું. હું પહેલા પણ ઘણીવાર આ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી ચૂક્યો છું, પરંતુ મને આ પેહલાં ક્યારેય આવી કોઇ ઘટના કે સ્ટાફના આવા વલણનો સામનો નથી કરવો પડ્યો.

પ્રમોશન માટે ગયા હતા દુબઇ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ બાહુબલી 2 રિલીઝ થવાની તૈયારીમાં છે, આથી ફિલ્મની આખી સ્ટારકાસ્ટ તથા ડાયરેક્ટર રાજામૌલી ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં વ્યસ્ત છે. ડારેક્ટર સહિત આખી ટીમ પ્રભાસ, રાણા દગ્ગુબટી, અનુષ્કા શેટ્ટી તથા પ્રોડ્યૂસર શોબૂ પોતાની ફિલ્મના પ્રમોશન માટે જ દુબઇ ગયા હતા.

એરપોર્ટ પરથી જ કર્યું ટ્વીટ

ડાયરેક્ટર, પ્રોડ્યસર તથા ફિલ્મની સ્ટારકાસ્ટમાં દુબઇમાં પ્રમોશન કરી પરત ફરી રહી હતી ત્યારે જ આ ઘટના બની હતી. ફિલ્મની ટીમ દુબઇથી હૈદ્રાબાદ પરત ફરી રહી હતી, એ દરમિયાન આ ઘટના બનતા પ્રોડ્યૂસર શોબૂએ એરપોર્ટ પરથી જ ટ્વીટ કરી આ ઘટનાની માહિતી આપી હતી.

વધુ વાંચો

બાહુબલી 2 ફિલ્મ હજુ તો રિલીઝ પણ નથી થઇ અને આ ફિલ્મે બોકેસઓફિસના 4 રેકોર્ડ કબજે કરી લીધા છે.

Read also : #Baahubali2: રિલીઝ પહેલાં જ તોડ્યા 4 રેકોર્ડ!!

English summary
baahubali producer Shobu Yarlagadda accused an airline for being racist.Read here more .
Please Wait while comments are loading...