બાહુબલીનું Love Confession! આ બોલિવૂડ દિવા પર ફિદા છે પ્રભાસ

બાહુબલી 1 અને બાહુબલી 2 બાદ સમગ્ર ભારતની અનેક યુવતીઓના મન પર રાજ કરનાર પ્રભાસ પોતે એક બોલિવૂડ દિવાના ફેન છે.

Subscribe to Oneindia News

ફિલ્મ બાહુબલી 2 ભારતીય સિનેમાને સફળતાની નવી ઊંચાઇ લઇ જઇ રહી છે, માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ આ ફિલ્મની સફળતા જોઇ નવાઇ પામી ગયું છે. એવામાં ફિલ્મના લીડ એક્ટર પ્રભાસે પોતાના લવ કન્ફેશન દ્વારા ફેન્સને વધુ આશ્ચર્યમાં મુકી દીધા છે.

બાહુબલી ની બંન્ને ફિલ્મોમાં પોતાની એક્ટિંગ, એક્શન સિન અને લૂક્સ દ્વારા લોકોના અને ખાસ કરીને યુવતીઓના મન પર રાજ કરનાર આ એક્ટર પોતે એક બોલિવૂડ દિવાના પ્રેમમાં પડ્યા છે. આ વાતનો ખુલાસો તેણે જાતે કર્યો છે.

લગ્નના 6000 પ્રપોઝલ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સિંગલ છે. બાહુબલી ધ બિગનિંગની સફળતા બાદ ઇટરવ્યુમાં તેમના કાકાએ કહ્યું હતું કે, અમે પ્રભાસ માટે યોગ્ય કન્યાની શોધ શરૂ કરી દીધી છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં પ્રભાસ માટે કુલ 6000 મેરેજ પ્રપોઝલ આવી ચૂક્યાં છે. પ્રભાસે ક્યારેય લગ્ન કે પોતાની પર્સનલ લાઇફ અંગે ખુલીને કશું નથી કહ્યું.

પહેલી વાર કહી મનની વાત

જો કે, હવે પહેલી જ વાર પ્રભાસે પોતાના મનની વાત લોકો સમક્ષ મુકી છે. તેણે એક લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં આ અંગે જાણકારી આપી છે. પ્રભાસ પોતે એક બોલિવૂડ દિવાના ફેન છે અને તેની સાથે કામ કરવા માંગે છે. એ બોલિવૂડ દિવાએ આ અંગે હજુ સુધી કોઇ રિએક્શન આપ્યું નથી.

દેવસેના અને બાહુબલી

બાહુબલી 2 ફિલ્મની સફળતા સાથે જ ફિલ્મના લીડ એક્ટર્સ વચ્ચેના અફેરની અફવાઓએ જોર પકડ્યું હતું. પ્રભાસ તથા ફિલ્મમાં દેવસેનાનો રોલ પ્લે કરનાર અનુષ્કા શેટ્ટી એકબીજા સાથે હોવાની ખબરો બહાર આવી હતી. પરંતુ પ્રભાસના એક કન્ફેશને આ તમામ અફવાઓને રદિયો આપી દીધો છે.

આ હિરોઇન પર ફિદા છે પ્રભાસ

બાહુબલી પ્રભાસ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના દીવાના છે. જી હા, પ્રભાસે આ વાત જાતે સ્વીકારી છે. દીપિકા પ્રભાસનો સિક્રેટ ક્રશ છે. પ્રભાસે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ દીપિકાને ખૂબ પસંદ કરે છે અને તેની સાથે ફિલ્મમાં કામ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલીની સફળતા બાદ પ્રભાસ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાના હોવાની ખબરે જોર પકડ્યું હતું. પ્રભાસના આ કન્ફેશન બાદ હવે ફરી એકવાર આ ચર્ચા શરૂ થઇ ગઇ છે

શું હશે દીપિકાનો જવાબ?

પ્રભાસના આ કન્ફેશન અંગે દીપિકાને જાણ છે કે નહીં, એ તો ખબર નથી. હાલ તો દીપિકા પાદુકોણ પદ્મવતીના શૂટિંગ ઉપરાંત હોલિવૂડમાં નસીબ અજમાવવામાં વ્યસ્ત છે. તે પ્રભાસના ઇન્ટરવ્યૂ અંગે શું ટિપ્પણી કરે છે, એ જાણવું રસપ્રદ બની રહેશે. સાથે જ દીપિકાના બોયફ્રેન્ડ રણવીર સિંહના કાને આ વાત પડતાં તેઓ શું રિએક્શન આપે છે એ પણ જોવાનું રહેશે.

WHAT OTHERS ARE READING
English summary
bahubali actor Prabhas has a secret crush on Deepika Padukone.Read here more.
Please Wait while comments are loading...